સસરા બિઝનેસમાં પાર્ટનર ન બનતા જમાઈએ પત્ની સાથે કર્યું એવું કે જાણીને ચોંકી જશો

સસરા બિઝનેસમાં પાર્ટનર ન બનતા જમાઈએ પત્ની સાથે કર્યું એવું કે જાણીને ચોંકી જશો
પ્રતિકાત્મક તસવીર

ત્યારબાદ યુવતીને યુએસ જવાની તારીખ આવી ગઇ અને તે તેનો સામાન પેક કરતી હતી ત્યારે સાસુ સસરાએ ઇમિગ્રેશનમાં તકલીફ પડશે તેમ કહી દાગીના ન લઇ જવા દીધા હતા.

  • Share this:
અમદાવાદ : સાસરિયાઓ ત્રાસ આપતા હોવાની અનેક ફરિયાદો પોલીસ સ્ટેશનમાં નોંધાતી હોય છે. પણ હવે શહેરનાં એક પોલીસ સ્ટેશનમાં એક એવો અજીબ કિસ્સો આવ્યો છે. એક પિતાએ દીકરીનાં લગ્ન કરાવ્યા બાદ જમાઇએ પોતાના બિઝનેસમાં ભાગીદાર બનવા સસરાને કહ્યું હતું. પણ લગ્નનો ખર્ચ વધુ થતાં સસરા ભાગીદાર ન બની શક્તા તેમની દીકરીને જમાઇએ ત્રાસ આપવાનું શરૂ કરી ધમકીઓ આપી હતી.

થલતેજમાં પિયરજનો પાસે છેલ્લા પાંચેક મહિનાથી રહેતી 28 વર્ષીય યુવતીનાં લગ્ન મુંબઇ ખાતે રહેતા એક યુવક સાથે થયા હતા. રાજસ્થાનમાં લગ્ન કર્યા બાદ પતિ પત્ની ઊદયપુર હનીમુન કરવા ગયા હતા. હનીમુનમાં પતિ અવાર નવાર અલગ અલગ વાતોમાં પત્ની પ્રત્યે અણગમો દર્શાવતો હતો. ત્યાંથી ફરીને આવ્યા બાદ યુવતીનાં ઘરે દંપતી પગફેરો કરવા ગયા હતા. જ્યાં યુવતીના પતિએ સસરાને બિઝનેસમાં ભાગીદાર બનવા કહ્યું હતું. જેમાં સસરાએ કહ્યું કે, લગ્નમાં વધુ ખર્ચ થયો હોવાથી તે બાગીદાર નહિ બની શકે. જેથી યુવતીનાં માતા પિતા સાથે જમાઇએ ઝઘડો કર્યો હતો.આ પણ વાંચો : દોઢસો શાળાઓએ ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાનાં ફુટેજ મોકલ્યા જ નથી

બાદમાં યુવતી તેના સાસરે ગઇ હતી. ત્યાં સાસુ અને નણંદ ઘરકામ બાબતે ઝઘડા કરી ત્રાસ આપતા હતા. જ્યારે યુવતીનો પતિ યુએસ નોકરી કરતો હોવાથી તેને પણ યુએસ જવાનું હતું. પણ યુવતીને સસરાએ કહ્યું કે, પિયરમાંથી દસ લાખ લઇ આવ નહિ તો વિદેશ નહિ જવા દે. આટલું જ નહિ પણ પતિએ કહ્યું કે, આ લગ્નથી તેને કાંઇ મળ્યું નથી જ્યારે જરૂર હોય ત્યારે પૈસા લાવી આપવાના. પણ ત્યારબાદ યુવતીને યુએસ જવાની તારીખ આવી ગઇ અને તે તેનો સામાન પેક કરતી હતી ત્યારે સાસુ સસરાએ ઇમિગ્રેશનમાં તકલીફ પડશે તેમ કહી દાગીના ન લઇ જવા દીધા હતા.

આ પણ વાંચો : વેવાઈ-વેવાણનાં કિસ્સામાં નવો ખુલાસો, પતિ વેવાણને સ્વીકારી લેશે

આટલું જ નહિ, યુએસ પહોંચીને પતિ પણ સારી રીતે રાખતો નહોતો. અને પતિને મુંબઇની કોઇ કંપનીમાં નોકરી મળતા બંને પરત આવ્યા હતા. રક્ષાબંધન આવતા યુવતીને સાસરિયાઓએ પિયરમાં તહેવાર કરવા મોકલી હતી. પણ ત્યાંથી પરત તેડી ન જતા બંને પરિવાર વચ્ચે મિટીંગ થઇ હતી પણ સમાધાન ન થતાં યુવતીએ કંટાળીને સાસરિયાઓ સામે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ વીડિયો પણ જુઓ : 
Published by:Kaushal Pancholi
First published:February 01, 2020, 09:46 am