અમદાવાદ : પ્રેમ લગ્ન કરનારી યુવકની પત્નીને ધમકી, 'તને નથી રાખવી, મારે બીજી પત્ની કરવી છે'

અમદાવાદ : પ્રેમ લગ્ન કરનારી યુવકની પત્નીને ધમકી, 'તને નથી રાખવી, મારે બીજી પત્ની કરવી છે'
પ્રતિકાત્મક તસવીર

અમદાવાદની પરિણીતાની પોલીસ ફરિયાદ, 2018માં ભાગીને પ્રેમ લગ્ન કર્યાં હતાં, દીકરીને જન્મ આપતા જ સાસરિયાઓએ ત્રાસ આપવાનું શરૂ કર્યું.

  • Share this:
અમદાવાદ : એક તરફ 'બેટી બચાઓ બેટી પઢાઓ' (beti bachao beti padhao) ચળવળ ચલાવવામાં આવી રહી છે, ત્યારે બીજી તરફ સમાજમાં એવા પણ કિસ્સા સામે આવે છે જે ખરેખર શરમજનક છે. શહેરના સાબરમતી વિસ્તાર (Sabarmati Area)માં આવો જ એક એક કિસ્સો સામે આવ્યો છે. એક 24 વર્ષની પરિણીતાએ પોલીસ સ્ટેશન (Police Station)માં ફરિયાદ દાખલ કરી છે.

પરિણીતાએ તેના પતિ સહિત સાસરિયા સામે ગુનો દાખલ કરાવ્યો છે. ફરિયાદીનું કહેવું છે કે તેણે 2018ના વર્ષમાં ભાગીને પ્રેમ લગ્ન કર્યાં હતા. થોડા દિવસ સુધી તેના સાસરિયાવાળાઓ તેને ખૂબ જ સારી રીતે રાખી હતી, પરંતુ બાદમાં માનસિક ત્રાસ આપવાનું ચાલુ કર્યું હતું.



મળતી માહિતી પ્રમાણે 21-5-2019ના રોજ ફરિયાદીએ એક દીકરીને જન્મ આપ્યો હતો. ત્યારથી તેના સાસરિયા તેને મહેંણા-ટોંણા આપતા હતા અને દીકરીને કેમ જન્મ આપ્યો, દીકરાને કેમ જન્મ ન આપ્યો તેમ કહીને ગંદી ગાળો ભાંડતા હતા.

આ પણ વાંચો : અમદાવાદ : 'તારે દીકરો કેમ થતો નથી,' માનસિક ત્રાસથી પરિણીતાનો આપઘાત

આરોપી પતિ પણ ધમકી આપતો હતો કે, 'મારે તને રાખવી નથી. મારે બીજી પત્ની લાવવી છે.' આરોપી પતિ ફરિયાદીને ખૂબ માર મારતો હતો અને સાસુ-સસરા માર ખવડાવતા હતા. બાજુમાં રહેતી નણંદ પણ મનફાવે તેમ બોલતી હતી. એટલું જ નહીં આરોપી પતિ ફરિયાદીને તેના ઘરેથી 10 લાખ લઈ આવવા દબાણ કરતા હતા. આ મામલે કંટાળીને ફરિયાદીએ સાબરમતી પોલીસ સ્ટેશનમાં 498(a), 323, 294બી, 506(1), 114 અને દહેજ પ્રતિબંધ અધિનિયન 3,7 મુજબ ગુનો દાખલ કર્યો છે.
First published:June 08, 2020, 10:08 am

ટૉપ ન્યૂઝ