Home /News /madhya-gujarat /અમદાવાદ: ઘરમાં રાખેલી 11-12 બિલાડી ગંદુ કરે તો પતિ પત્નીને આપતો હતો ત્રાસ, સાસુ કહેતી 'તું ગામડાની છે, દેખાવડી નથી'

અમદાવાદ: ઘરમાં રાખેલી 11-12 બિલાડી ગંદુ કરે તો પતિ પત્નીને આપતો હતો ત્રાસ, સાસુ કહેતી 'તું ગામડાની છે, દેખાવડી નથી'

પ્રતીકાત્મક તસવીર

શહેરના ગોળ લીમડામાં રહેતી 29 વર્ષીય યુવતીના વર્ષ 2018 માં લગ્ન થયા હતા. હાલ તે પુત્ર સાથે રહે છે અને સરખેજમાં એક શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરે છે.

અમદાવાદ: શહેરમાં રહેતા ભદ્ર સમાજના એક પરિવારની બબાલ (Family dispute) પોલીસ મથકે પહોંચી છે. આ કેસમાં પત્નીએ સાસરિયાઓ (In-laws) સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. પતિને બિલાડી (Cats)ઓ પાળવાનો શોખ હતો અને ઘરમાં 11-12 બિલાડીઓ પાળતો હતો. બિલાડીઓ ઘર ગંદુ કરે તો પતિ વીડિયો ઉતારી પત્નીને મોકલતો હતો અને ઘર સાફ નથી રાખતી તેમ કહીને બબાલ કરતો હતો. કંટાળીને મહિલાએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

શહેરના ગોળ લીમડામાં રહેતી 29 વર્ષીય યુવતીના વર્ષ 2018 માં લગ્ન થયા હતા. હાલ તે પુત્ર સાથે રહે છે અને સરખેજમાં એક શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરે છે. લગ્નના થોડા સમય બાદ સાસરિયાઓએ ત્રાસ આપવાનું શરૂ કરી પતિ કહે તેમ જ કરવાનું કહ્યું હતું. આ સાથે જ સાસરિયાઓએ યુવતીને ગાળો પણ આપી હતી. બાદમાં પરિણીતાની સાસુ ગામડાની છે, દેખાવડી નથી કહીને મ્હેંણા મારવા લાગી હતી.

આ પણ વાંચો: સુરત: મોપેડ પર થમ્સઅપ પી રહેલા યુવકનું પોલીસકર્મીએ કર્યું અપહરણ, 30 હજાર રૂપિયા પડાવી છોડી દીધો

પતિને બિલાડીઓ પાળવાનો શોખ હોવાથી ઘરમાં 11-12 બિલાડીઓ રાખતો હતો. બિલાડીઓ ઘર ગંદુ કરે તો વીડિયો ઉતારી પત્નીને મોકલી ઘર સાફ નથી રાખતી કહીને ત્રાસ આપતો હતો. આટલું જ નહીં દહેજ નથી લાવી કહીને પણ ત્રાસ આપતો અને પગાર આપી દેવાનું કહી એટીએમ કાર્ડ આપી દેવાનું પતિ કહેતો હતો.

આ પણ વાંચો: ગુજરાતમાં પ્રથમ વખત ઇઝરાયેલ પદ્ધતિથી હળદરની ખેતી: એક એકર જમીનમાં 500થી 800 ટન ઉત્પાદન- જાણો વિગત

યુવતી જ્યારે પ્રેગ્નેન્ટ થઈ ત્યારે પણ સીમંત કરવા બાબતે ઝગડો થયો હતો. આટલું જ નહીં યુવતી ચેકઅપ કરાવવા ગઈ ત્યારે ડોક્ટરે સિઝેરિયન કરવાનું કહેતા યુવતી ગભરાઈ ગઈ હતી અને પતિને ફોન કર્યો હતો. બાળકનો જન્મ થયો ત્યારે પણ એકાદ કલાકમાં યુવતીનો પતિ અને સાસુ નીકળી ગયા હતા.

આ પણ વાંચો: એપલે ચાઇનીઝ ટેક કંપનીઓની મનમાની ચાલવા ન દીધી, આવી રીતે કારસ્તાન નિષ્ફળ બનાવ્યું 
" isDesktop="true" id="1111969" >


યુવતીના પુત્રને શરદી થઈ ત્યારે શેક કરવા કૉલસા સળગાવતી હતી ત્યારે તેની સાસુએ પૌત્રને કોલસા પર મૂકી દેતા તે દાઝી ગયો હતો. આવા ત્રાસથી કંટાળી આખરે મહિલાએ પતિ અને સાસુ સામે ફરિયાદ નોંધાવતા મહિલા પોલીસે તપાસ શરૂ કરી છે.
First published:

Tags: Domestic violence, Husband, Wife, અમદાવાદ, ગુનો, પોલીસ