અમદાવાદ : 'સાહેબ, પતિ દારૂ પીને બીભત્સ ક્લિપ બતાવે છે, ક્લિપ પ્રમાણે ન કરું તો માર મારે છે'


Updated: July 7, 2020, 9:25 AM IST
અમદાવાદ : 'સાહેબ, પતિ દારૂ પીને બીભત્સ ક્લિપ બતાવે છે, ક્લિપ પ્રમાણે ન કરું તો માર મારે છે'
પ્રતિકાત્મક તસવીર

મહિલાએ 2002ના વર્ષમાં માતાપિતાની મરજી વિરુદ્ધ પ્રેમ લગ્ન કર્યા હતા, લગ્ન બાદ સાસારિયા લોકો અને પતિ ત્રાસ આપવા લાગ્યા હતા.

  • Share this:
અમદાવાદ : છેલ્લા ઘણા સમયથી મહિલાઓ સાથે થતા અત્યાચારમાં વધારો થઈ રહ્યો છે. આવી જ એક ફરિયાદ મહિલા પોલીસ સ્ટેશન (Mahila Police Station)માં નોંધાઈ છે. જેમાં પત્ની (Wife)એ તેના પતિ (Husband)સામે આક્ષેપ કરીને પોલીસને જણાવ્યું કે તેનો પતિ દારૂ પીધા બાદ બીભત્સ ક્લિપ બતાવે છે, ક્લિપમાં આવે તેમ ન કરે તો માર મારે છે. વડોદરા ખાતે રહેતા પતિ અને સાસુ સામે ફરિયાદ નોંધાવનાર મહિલા હાલ અમદાવાદમાં સ્પેશિયલ એજ્યુકેટર (Special Educator) તરીકે કામ કરે છે.

વેજલપુર ખાતે મોટી બહેનના મિત્રના ફ્લેટમાં રહેતી 42 વર્ષીય મહિલા એક ખાનગી જગ્યાએ સ્પેશિયલ એજ્યુકેટર તરીકે નોકરી કરે છે. આ મહિલાએ વર્ષ 2002માં માતાપિતાની ઈચ્છા વિરુદ્ધ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ પતિ તેને ત્રાસ આપવા લાગ્યો હતો. પતિ અવારનવાર દારૂ પીને આવતો હતો. મહિલાને તેના માતાપિતા સાથે વાત પણ કરવા દેતો ન હતો. આટલું જ નહીં પતિ એટલો વિકૃત હતો કે દારૂ પીધા બાદ અશ્લીલ વીડિયો જોતો હતો અને બાદમાં વીડિયોમાં આવતા દ્રશ્યો પ્રમાણે પ્રવૃત્તિ કરવાની તેની પત્નીને ફરજ પાડતો હતો. પત્ની મનાઈ કરે તો તેને માર માર્યો હતો. આ બાબતે સાસુને વાત કરતા મહિલાને કડવો અનુભવ થયો હતો.

આ પણ વાંચો : કાલાવાડમાં 24 કલાકમાં 15 ઈંચ વરસાદ ખાબક્યો, રણજીત સાગર ડેમ થયો ઓવરફ્લો


વીડિયોમાં જુઓ : સુરતમાં 10 જુલાઈથી ખુલશે હીરા બજાર

એટલું જ નહીં, મહિલાના પિતાની તબિયત ખરાબ થતા તેને હોસ્પિટલમાં મળવા પણ જવા દેવાઈ ન હતી. આખરે મહિલાનાં પિતાનું અવસાન થતાં તેને આ વાતનો વસવસો રહી ગયો હતો. આટલા ત્રાસ સાથે મહિલાએ કંટાળીને પતિનું ઘર છોડી દીધું હતું અને સંતાનો સાથે અમદાવાદ રહેવા આવી હતી. બાદમાં મહિલા પોલીસ સ્ટેશનમાં આ મામલો પહોંચ્યો હતો અને મહિલાએ સાસુ અને વિકૃત પતિ સામે ફરિયાદ આપતા મહિલા પોલીસે તપાસ હાથ ધરી છે.
Published by: Vinod Zankhaliya
First published: July 7, 2020, 9:25 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading