અમદાવાદ : 'સાહેબ, પતિ દરરોજ બીભત્સ વીડિયો જોઇ, ગોળી ખાઈને શારીરિક યાતના આપે છે'


Updated: January 22, 2020, 11:08 AM IST
અમદાવાદ : 'સાહેબ, પતિ દરરોજ બીભત્સ વીડિયો જોઇ, ગોળી ખાઈને શારીરિક યાતના આપે છે'
પ્રતિકાત્મક તસવીર

અમદાવાદની 32 વર્ષીય મહિલાએ પોલીસ સ્ટેશનમાં પતિ તરફથી આપવામાં આવતી શારીરિક અને માનસિક યાતનાઓ આપવામાં આવતી હોવાની ફરિયાદ આપી.

  • Share this:
અમદાવાદ : ફતેહવાડી કેનાલ પાસે રહેતી એક મહિલા તેના પતિના ત્રાસથી કંટાળી ગઇ હતી. પતિ રોજ રાત્રે ખરાબ વીડિયો જોતો હતો અને બાદમાં કોઇ દવાઓ ખાઈને પત્નીને શારીરિક અને માનસિક યાતના આપતો હતો. આ ત્રાસથી કંટાળીને મહિલા મદદ માંગવા પોલીસ પાસે પહોંચી હતી. અહીં પોલીસ સમક્ષ પોતાની કહાની સંભળાવતા તેને ન્યાય અપાવવા માટે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

સરખેજના ફતેહવાડીમાં રહેતી 32 વર્ષીય યુવતીના વર્ષ 2019માં લગ્ન થયા હતા. લગ્નના 25 દિવસ બાદથી જ સાસરિયાઓએ યુવતી પર ત્રાસ ગુજારવાનું શરૂ કરી દીધું હતું. લગ્ન બાદ પતિ પણ મોડી રાત સુધી બીભત્સ વીડિયો જોતો હતો અને બાદમાં કોઇ ગોળીઓ લઇને યુવતી પર શારીરિક અને માનસિક ત્રાસ ગુજારતો હતો.

મહિલા પોતાનું ઘર બચાવવા માટે આ ત્રાસ સહન કરતી હતી. આટલું જ નહીં પણ જે મકાનમાં તેઓ ભાડે રહેતા હતા તે મકાન માલિક પાસે તેના દિયર ગયા હતા અને બાદમાં જે ડિપોઝિટ પરત લેવાનું કહીને યુવતીને ઘર ખાલી કરી દેવાનું કહેતા હતા.  આખરે આ ત્રાસ સહન ન થતાં યુવતી તેના પિયર જતી રહી હતી. યુવતીએ પોલીસ કમિશનર કચેરી, મહિલા ક્રાઇમ સેલ અને સરખેજ પોલીસ સ્ટેશનમાં અરજી કરતા પોલીસે સાસરિયાઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

First published: January 22, 2020
વધુ વાંચો
अगली ख़बर