અમદાવાદઃ તબીબ મહિલાએ તબીબ પતિ સામે નોંધાવી ત્રાસની ફરિયાદ

News18 Gujarati
Updated: July 6, 2018, 3:02 PM IST
અમદાવાદઃ તબીબ મહિલાએ તબીબ પતિ સામે નોંધાવી ત્રાસની ફરિયાદ
મહિલાનો પતિ

  • Share this:
અમદાવાદમાં એક તબીબ મહિલાએ પોતાના પતિ સહિત પાંચ લોકો સામે દહેજ માટે માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

બાપુનગરમાં રહેતી એક તબીબ મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેના પતિ સહિત સાસરિયાના પાંચ લોકો તેના પર ત્રાસ ગુજારી રહ્યા છે. મહિલાની ફરિયાદ પ્રમાણે તેનો પતિ તેની પાસેથી રૂ. 50 લાખ અને કારની માંગણી કરી રહ્યો છે. મહિલાનો પતિ પણ તબીબ હોવાનું માલુમ પડ્યું છે. પોલીસે આ કેસમાં મહિલાની ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.

મળી રહેલી માહિતી પ્રમાણે મહિલાનો તબીબ પતિ રાજકારણમાં જોડાયેલો છે. મહિલાએ ફરિયાદમાં તેના પર 2003ના વર્ષથી ત્રાસ ગુજારવામાં આવતો હોવાનો આક્ષેપ કર્યો છે.

 

 
First published: July 6, 2018
વધુ વાંચો
अगली ख़बर