Home /News /madhya-gujarat /

'તારા પેટ માં જે બાળક છે તે મારું નથી, તું હવે તારા પિયરમાં જ રહેજે', પતિ સામે ફરિયાદ

'તારા પેટ માં જે બાળક છે તે મારું નથી, તું હવે તારા પિયરમાં જ રહેજે', પતિ સામે ફરિયાદ

પ્રતિકાત્મક તસવીર

માધવપુરા પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ પોલીસ ફરિયાદ આપી છે કે તેના શંકાશીલ પતિ અને સાસરિયા માનસિક ત્રાસ આપે છે.

અમદાવાદ : કોરોનાકાળ અને પછી લોકડાઉન બાદ છેલ્લા કેટલાક સમયથી શહેરમાં ઘરેલુ હિંસાના કેસ વધુને વધુ સંખ્યામાં સામે આવી રહ્યા છે. હાલ ઘરેલુ હિંસા જાણે કે એક સામાન્ય બાબત બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે. પતિ પત્ની વચ્ચે નજીવી બાબતમાં થયેલ ઝઘડો પોલીસ સ્ટેશન સુધી પહોંચી જાય છે. તાજેતરમાં આવા એક પછી એક અનેક બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે. ત્યારે આવા જ વધુ એક બનાવ શહેરના માધવપુરા વિસ્તારમાં પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે.

માધવપુરા પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ પોલીસ ફરિયાદ આપી છે કે તેના શંકાશીલ પતિ અને સાસરિયા માનસિક ત્રાસ આપે છે. મહિલા જણાવ્યું કે લગ્નના પહેલા વર્ષમાં તેના પતિ અને સાસરિયા તેને સારું રાખતા હતા. પરંતુ છેલ્લા છ મહિનાથી મહિલાનો પતિ તેના પર ખોટી શંકા અને વહેમ રાખીને બોલાચાલી કરીને ઝઘડો કરતો રહે છે.

અને વારંવાર કહે છે કે તું તારા પિયરમાંથી પૈસા લઈને આવ, મારે મોટર સાયકલ અને ગાડી લાવી છે. વળી વધુમાં આ મામલે મહિલા પર તેનો પતિ શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા. મહિલાના સસરા પણ તેના પતિનું ઉપરાણું લઈ ને તેની સાથે અવાર નવાર ઝઘડો કરતા હતા.

વધુ વાંચો : વિચિત્ર ઘટના! પત્ની છત ઉપરથી કૂદી અને બાલ્કનીમાં અટકી, પરેશાન પતિએ આપ્યા તલાક

જો કે ગત જુલાઇ મહિનામાં મહિલાના પતિએ તેની સાથે ઝઘડો કરીને માર માર્યો હતો અને ઘર માંથી કાઢી મૂકી હતી. અને કહ્યું હતું કે તારા પેટ માં જે બાળક છે તે મારું નથી, તું હવે તારા પિયરમાં જ રહેજે. જેથી મહિલા તેના પિયરમાં રહેવા માટે ચાલી ગઈ હતી. બાદમાં તેને પોલીસ ને જાણ કરતા પોલીસ એ આ મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

ત્યારે હાલ ભદ્ર સમાજમાં એક પછી એક મહિલાઓ પર હત્યાચાર અને અપરાધિક ઘટનાઓ વધી રહી છે. જે ચિંતાજનક વાત છે.
Published by:Chaitali Shukla
First published:

Tags: Dowry case, Husband, Wife, Woman, અમદાવાદ, ગુનો, પોલીસ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन