અમદાવાદ : લગ્નના બીજા જ દિવસે સાસુએ નવવધૂને કહ્યું, 'તારા પતિને તારી જેઠાણી સાથે આડા સંબંધ છે!'


Updated: August 12, 2020, 12:16 PM IST
અમદાવાદ : લગ્નના બીજા જ દિવસે સાસુએ નવવધૂને કહ્યું, 'તારા પતિને તારી જેઠાણી સાથે આડા સંબંધ છે!'
પ્રતિકાત્મક તસવીર

મહિલા પોલીસ સ્ટેશનમાં અમદાવાદની યુવતીની પતિ, જેઠ અને જેઠાણી વિરુદ્ધ ફરિયાદ, યુવતીએ તેના પતિને તેની ભાભી સાથે બેડરૂમમાં રંગેહાથ પકડ્યો હતો.

  • Share this:
અમદાવાદ:  શહેરના મહિલા પોલીસ સ્ટેશન (Ahmedabad Mahila Police Station)માં એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક યુવતીએ તેના પતિ (Husband) અને જેઠ તથા જેઠાણી સામે જ ફરિયાદ નોંધાવી છે. આ યુવતીનો આક્ષેપ છે કે તેના પતિને તેની જ ભાભી સાથે એટલે કે યુવતીની જેઠાણી સાથે આડા સંબંધો (Extramarital Affair)હતા. બંને એક જ બેડરૂમ (Bedroom)માંથી રંગે હાથે પકડાયા હતા. આ સમયે તેણીને માર મારવામાં આવ્યો હતો. નવાઇની વાત એ પણ છે કે યુવતીના લગ્ન થયા ત્યાર બાદ બીજા જ દિવસે તેની સાસુએ તેને આ વાતની જાણ કરી હતી. પરંતુ નવાં નવાં લગ્ન થયા હોવાથી યુવતીએ આ વાત મન પર લીધી ન હતી. જોકે, સાસુએ કહેલી આ વાત સાચી નીકળતા આખરે મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. હવે પોલીસ ફરિયાદ નોંધાતાં પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

ચાંદખેડામાં રહેતી 27 વર્ષીય યુવતીના વર્ષ 2017માં લગ્ન થયા હતા. આ લગ્ન રતલામ ખાતે થયા હતા અને ત્યારબાદ તે તેની સાસરીમાં રહેવા આવી હતી. લગ્નના બીજા જ દિવસે તેની સાસુએ તેને જણાવ્યું કે તેના પતિને તેની ભાભી સાથે આડા સંબંધ છે, પરંતુ નવાં નવાં લગ્ન હોવાથી યુવતીએ આ બાબતે ધ્યાન આપ્યું ન હતું અને આ વાત મન પર લીધી ન હતી.

(આ પણ વાંચો : છોટાઉદેપુર : કૉવિડ હૉસ્પિટલમાં આગથી અફડાતફડી, 10 દર્દીઓ લઈ રહ્યા હતા સારવાર )

દોઢેક વર્ષ સુધી બધુ બરાબર ચાલ્યા બાદ યુવતીએ તેના પતિ અને તેની જેઠાણીને એક જ બેડરૂમમાં સાથે સૂતા જોયા હતા. યુવતી જ્યારે બેડરૂમમાં ગઈ ત્યારે તેના પતિએ તેને માર માર્યો હતો. આ ઉપરાંત પતિ તથા જેઠાણીએ ધમકી આપી હતી કે આ વાત કોઇને કહીશ તો જાનથી મારી નાખીશું. પરંતુ આ બધુ સહન ન થતાં યુવતીએ તેના સાસરિયાઓને આ વાત જણાવી હતી.

(આ પણ વાંચો : ગાંધીનગર : સાંસદ બનતા જ બીજેપીના નેતાને હવે દિલ્હીમાં વૈભવી બંગલાના અભરખા જાગ્યા)

નીચે વીડિયોમાં જુઓ : 11 વાગ્યાના 11 સમાચાર

સાસરિયાઓએ આ બધુ સહન કરવું પડશે એમ કહી તેને ત્રાસ આપ્યો હતો. વર્ષ 2018માં યુવતીના પતિએ અમદાવાદ ખાતે આવી પિયરમાંથી તેને લઈ જવાનું કહી યુવતીના પિતા સાથે બોલાચાલી કરી હતી. બાદમાં તેનો પતિ જેઠ-જેઠાણી આ બધી વાતોને લઈને તેની સાથે ખરાબ મજાકો કરતા હતા. આખરે પરેશાન થયેલી આ યુવતીએ તેના પતિ, જેઠ-જેઠાણી સામે ફરિયાદ નોંધાવતા આ મામલે મહિલા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
Published by: Vinod Zankhaliya
First published: August 12, 2020, 11:57 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading