હર્મેશ સુખડિયા, અમદાવાદ : વેજલપુર પોલીસસ્ટેશનના હદ વિસ્તારમાં પતિ-પત્ની ઔર વોનો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં પત્નીએ તેના પતિ સામે માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં એવું પણ જણાવ્યું છે કે તેનો પતિ છેલ્લા કેટલાય સમયથી કલોલની એક સ્ત્રી સાથે મૈત્રી કરાર કરીને તેની સાથે રહે છે. આ ઉપરાંત તે પોતાની પત્નીને માર મારતો હતો.
બનાવની વિગાત પ્રમાણે જુહાપુરામાં રહેતી મહિલાના વર્ષ 1999માં લગ્ન થયા હતા. હાલ તેને સંતાનમાં ત્રણ બાળકો છે. મહિલાનો પતિ રીક્ષા ચલાવી ગુજરાન ચલાવે છે. લગ્ન બાદ યુવતી સરખેજ ખાતે સાસરે રહેવા ગઇ હતી, પણ પાંચેક વર્ષ બાદ પતિ તેની સાથે કામ બાબતે ઝઘડા કરી તેને માર મારતો હતો. પરિણીતા પણ સંસાર બચાવવા પતિના અત્યાારો સહન કરતી રહી હતી. પત્ની જ્યારે તેના પતિ પાસે ઘરખર્ચ માંગતી ત્યારે તે તેની સાથે મારપીટ કરતો હતો.
પ્રતિકાત્મક તસવીર
બંને ત્રણેક વર્ષ પહેલા તેઓ જુહાપુરા વિશાલા સર્કલ પાસે રહેવા આવ્યા હતા. પતિ ઘરે મોડો આવતો હતો ત્યારે પત્ની તેને ટોકતી હતી, તો પતિ તેની પત્ની સાથે મારપીટ કરતો હતો. આ દરમિયાન પત્નીને જાણ થઇ કે તેના પતિને કલોલની એક નસીમ નામની મહિલા સાથે પ્રેમસંબંધ છે. પત્નીએ આ યુવતી સાથે સંબંધ નહીં રાખી પરિવાર સાથે રહેવાનું કહેતા પતિ આવેશમાં આવી ગયો અને તેણે મૈત્રી કરાર કર્યા હોવાથી તે યુવતીને નહીં છોડે તેવો જવાબ આપી દીધો હતો. આ વાતનું પત્નીને લાગી આવ્યું હતું.
સતત માર અને ઝઘડાથી કંટાળીને પત્નીએ આખરે આખરે કપડાં ધોવાનું બ્લિચિંગ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે, પતિએ તેને સોલા સિવિલમાં ખસેડી હતી અને સારવાર કરાવી હતી. હાલ સમગ્ર બાબતે વેજલપુર પોલીસ સ્ટેશનમાં પત્નીએ પતિ સામે ગુનો દાખલ કરાવ્યો છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર