Home /News /madhya-gujarat /

અમદાવાદ: મહિલા તબીબને દર્દીનાં પતિની ધમકી, 'તને ઉપાડી જઈને ન્યૂડ વીડિયો બનાવી વાયરલ કરી દઈશ'

અમદાવાદ: મહિલા તબીબને દર્દીનાં પતિની ધમકી, 'તને ઉપાડી જઈને ન્યૂડ વીડિયો બનાવી વાયરલ કરી દઈશ'

પ્રતિકાત્મક તસવીર

આરોપીએ મહિલા તબીબના મોબાઇલમાં તલવારબાજીનો એક વીડિયો મોકલ્યો હતો અને કહ્યું હતું કે, 'અમે અહીંના ડોન છીએ. બિલ આપતા નથી. અમે ખંડણી ઉઘરાવવાવાળા માણસો છીએ.'

અમદાવાદ: પત્નીની પ્રસૃતિની સારવારનું બિલ આપવાના બદલે પતિ સહિત ત્રણ લોકોએ મહિલા તબીબની હૉસ્પિટલમાં ઘૂસીને ધમકી આપતા પોલીસ ફરિયાદ થઇ છે. એટલું જ નહીં, મહિલા તબીબને ઉઠાવી જઈને તેમનો નિર્વસ્ત્ર હાલતમાં વીડિયો બનાવીને તેને વાયરલ કરવાની ધમકી પણ આપવામાં આવી હતી. આરોપીઓએ તબીબને જીવથી મારી નાખવાની પણ ધમકી આપી હતી. વાત અહીંથી અટકી ન હતી. આરોપીએ મહિલા તબીબના મોબાઇલમાં તલવારબાજીનો એક વીડિયો મોકલ્યો હતો અને કહ્યું હતું કે, 'અમે અહીંના ડોન છીએ. બિલ આપતા નથી. અમે ખંડણી ઉઘરાવવાવાળા માણસો છીએ.' આ મામલે પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

બનાવની વિગત એવી છે કે નારોલમાં ઇન્દિરા વુમન્સ નામની હૉસ્પિટલ ધરાવતા મહીલા તબીબે ફરિયાદ આપી છે કે તેમની હૉસ્પિટલમાં વટવાની એક મહિલાને પ્રસૃતિનો દુઃખાવો થતાં દાખલ કરવામાં આવી હતી. અગાઉ મહિલાને ત્રણ સિજેરિયન ડિલિવરી થયેલી હોવાથી આ વખતે પણ સોનોગ્રાફી રિપોર્ટના આધારે ઇમરજન્સીમાં સિજેરિયન ડિલિવરી કરી હતી.

આ પણ વાંચો:

આ દરમિયાન દર્દી ચાર દિવસ સુધી હૉસ્પિટલમાં દાખલ રહી હતી. રાતના સમયે આઠેક વાગ્યાની આસપાસ મહિલા દર્દીનો પતિ આમીરખાન તેના બે મિત્રો સાથે હૉસ્પિટલ ખાતે આવ્યો હતો. આમીરખાને મહિલા તબીબની કેબિનમાં જઈને મનફાવે તેમ બીભત્સ ગાળો બોલી હતી. મહિલા તબીબે તેઓને ગાળો બોલવાની ના પાડતાં જ આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા.

આ પણ જુઓ- 

આમીરખાને ધમકી આપી હતી કે, પૈસા આપવાના નથી, જો પૈસા માંગ્યા તો તને ઉઠાવી જઈશ અને ન્યૂડ વીડિયો બનાવીને વાયરલ કરી જાનથી મારી નાખીશ. એટલું જ નહીં મહિલા તબબીના મોબાઇલમાં તલવારબાજીનો વીડિયો મોકલીને અમે અહીંના ડોન છીએ. બિલ આપતા નથી. અમે અહીં ખંડણી ઉઘરાવવાવાળા માણસો છીએ તેવી ધમકી આપીને આરોપીઓ દર્દીને સાથે લઈને ચાલ્યા ગયા હતા. સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા હાલમાં પોલીસે મહિલા તબીબની ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Ahmedabad police, અમદાવાદ, ગુનો, ડોક્ટર, પોલીસ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन