અમદાવાદ: લગ્નની રાતે જ પતિએ પત્નીને માર મારીને કહ્યું 'મહેમાનોને સાચવ્યા નહીં, દારૂ પણ ન પીવડાવ્યો'


Updated: May 28, 2020, 9:12 AM IST
અમદાવાદ: લગ્નની રાતે જ પતિએ પત્નીને માર મારીને કહ્યું 'મહેમાનોને સાચવ્યા નહીં, દારૂ પણ ન પીવડાવ્યો'
પ્રતિકાત્મક તસવીર

પતિએ પત્નીને ધમકાવતા કહ્યું હતું કે, મહેમાનોને સાચવ્યા નહીં અને દારૂ પણ ન પીવડાવ્યો.

  • Share this:
અમદાવાદ : શહેરના મહિલા પોલીસ સ્ટેશનમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જે સાંભળતા જ પોલીસની આંખો પણ ચાર થઈ ગઈ હતી. એક યુવતીને તેના  પતિએ લગ્નની રાતથી જ મારવાનું શરૂ કર્યું હતું. આટલુ જ નહીં પણ પતિ સાસરિયાઓ પાસે લાખો રૂપિયા માંગી ચુક્યો હતો અને તેને આ રીતે જીવવાની લત પણ લાગી ગઈ હતી. હદ તો ત્યાં થઈ કે, જ્યારે આ યુવકે લગ્નની રાત્રે જ તેના ભાઇ ભાભીની હાજરીમાં પત્નીને ધક્કો મારીને ઝગડો કર્યો હતો. પતિએ પત્નીને ધમકાવતા કહ્યું હતું કે, મહેમાનોને સાચવ્યા નહીં અને દારૂ પણ ન પીવડાવ્યો.

બોપલ આંબલી રોડ પર આવેલા એક બંગલોમાં 30 વર્ષીય યુવતી તેના માતા પિતા સાથે રહે છે. ખાનગી કંપનીમાં લીગલ એડવાઇઝર તરીકે નોકરી કરે છે. આ યુવતીના વર્ષ 2015માં મહેસાણા શકું વોટરપાર્ક ખાતે લગ્ન થયા હતા. લગ્ન બાદ યુવતી આગ્રા તેના સાસરે રહેવા ગઈ હતી. લગ્ન પહેલા શરૂઆતમાં યુવતીના પતિ તથા સાસુ સસરાએ એવી વાત કરી હતી કે, તેઓ દહેજપ્રથા માં માનતા નથી. પરંતુ સગાઇ સમયે સગાઇના ખર્ચાના રૂ. અઢી લાખ યુવતીના માતા પિતા પાસે માંગેલા અને આ સગાઇ વખતે શુકનના રોકડ પૈસા પણ યુવતીના સાસુ સસરાએ સાચવી રાખવાના બહાને લઇ લીધા હતા. યુવતીનો પતિ સગાઈનો શૂટ લેવા તૈયાર નથી તેમ કહીને યુવતી પાસેથી 16 હજારનો શૂટ અને 20 હજારનો મોબાઈલ ફોન લેવડાવ્યો હતો. લગ્નનો પ્રસંગ માથા પર હોવાથી સસરિયાઓની તમામ માંગણીઓ યુવતીએ પુરી કરી હતી.

યુવતીના લગ્નના દિવસે લગ્નની વિધી પુર્ણ થયા બાદ તે જ દિવસે પતિએ રૂમમાં જેઠ - જેઠાણી ની હાજરીમાં ગુસ્સામાં આવી ધકકો માર્યો અને કહ્યુ કે, તેમના પક્ષના મહેમાનોને લગ્નમાં સરખી રીતે સાચવેલ નહિ અને તેમને દારૂ પણ પીરસવામાં આવ્યો નહોતો. ત્યારબાદ થોડા સમય પછી યુવતી તેના પતિ સાથે આગ્રાથી ન્યુ દિલ્હી ખાતે મકાન ભાડે રાખી ત્યાં રહેવા ગયા હતા.  ત્યાં મકાન સેટઅપ કરવાનો ખર્ચો પણ યુવતીએ જ કર્યો હતો અને બાદમાં મસૂરી ફરવા ગયા તેનો ખર્ચો પણ યુવતી પાસે કરાવ્યો હતો. થોડા સમય બાદ પતિ પત્ની ઉત્તરાખંડ ફરવા ગયા હતા ત્યારે નજીવી બાબતે તેને જાહેરમાં ઢોર માર માર્યો હતો. કોઈ પણ મોટા ખર્ચ કરવાના આવે  તો પતિ તેની પત્નીને પટાવીને તેની પાસે જ ખર્ચ કરાવતો હતો. પોતાની પાસે પુરતી રોકડ નથી કે કાર્ડ ભૂલી ગયેલ છે તેવા બહાના કરી પત્નીના પૈસે પતિ ઐયાશીઓ કરતો હતો. યુવતીનો પતિ થોડા થોડા સમયે તેના પિતાએ તેમને ગાડી કે મિલકત આપી નથી તેવું કહ્યું હતું. જેથી યુવતીએ તેના પિતા પાસેથી પાંચ લાખ પતિને કાર અપાવવા મંગાવ્યા હતા. પાંચ લાખ આવતા જ પતિને ગુસ્સો આવ્યો અને પત્નીને કહ્યું કે તેના પિતા ક્રેટા કાર વાપરે છે ને જમાઈ માટે માત્ર પાંચ લાખ જ?

આ પણ વાંચો - સુરત : બાબુએ દારા સાથે હાથ મીલાવી લેતા સલીમે આફ્રિકાથી Video call કરી Lockdownમાં Murder કરાવ્યું

વર્ષ 2016માં એક દિવસ રાત્રે આ યુવતીની સાથે પતિએ ઝગડો કરી મોબાઈલ ફોનથી એટલી હદે મારી કે યુવતીને કાનમાંથી લોહી નીકળ્યું હતું. અને કપડાં ફાડી નાખી તેને રોડ પર મૂકી આવ્યો હતો. યુવતી ત્યાંથી પોલીસ પાસે ગઈ હતી.બાદમાં વર્ષ 2017માં પણ એક લગ્નમાં  લોકોના દેખાતા આ પતિએ પત્નીને મારી હતી. વર્ષ 2018માં તેઓ ફરવા ગયા ત્યારે દારૂ પીને આંખ પર જ ફેંટો મારી હતી. આખરે સાસુ સસરા અને પતિના ત્રાસથી કંટાળીને આ યુવતીએ મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી આપતા પોલીસે યુવતીના પતિ, સાસુ અને સસરા સામે આઇપીસી 498(a), 323, 294(b), 114 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ પણ જુઓ - 
First published: May 28, 2020, 7:56 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading