અમદાવાદ : બાળક મારૂં છે કે બીજાનું? એકની એક બહેન છે તો પણ કંઇ લાવી નથી, સાસરિયાઓ સામે ફરિયાદ


Updated: August 12, 2020, 10:47 AM IST
અમદાવાદ : બાળક મારૂં છે કે બીજાનું? એકની એક બહેન છે તો પણ કંઇ લાવી નથી, સાસરિયાઓ સામે ફરિયાદ
પતિ બાળકનો ખર્ચ પોતે નહિ ઉપાડે  એમ કહી ત્રાસ આપતો અને પિયરમાંથી પાછી લઇ જતો ન હતો.

પતિ બાળકનો ખર્ચ પોતે નહિ ઉપાડે  એમ કહી ત્રાસ આપતો અને પિયરમાંથી પાછી લઇ જતો ન હતો.

  • Share this:
અમદાવાદ : શહેરના ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ ફરિયાદ નોંધાવી છે. આ મહિલાએ તેના સાસરિયાઓ સામે આક્ષેપ કર્યોછે કે લગ્ન બાદ તેના સાસરિયાઓ દહેજ બાબતે ત્રાસ આપતા હતા. એટલું જ નહીં એવું પણ કહેતા હતા કે ત્રણ ભાઈઓ વચ્ચે એક બહેન છે તેમ છતાં કરિયાવર માં કઈ લાવી નથી. લગ્ન બાદ જ્યારે મહિલાએ બાળકને જન્મ આપ્યો ત્યારે તેનો પતિ આ બાળક તેનું છે તે બીજાનું તેમ કહી ત્રાસ પણ આપતો હતો. બાળકનો ખર્ચ પોતે નહિ ઉપાડે  એમ કહી ત્રાસ આપતો અને તેને તેડી જતો ન હતો. સમગ્ર મામલે મહિલાએ કંટાળીને ફરિયાદ આપતાં ગોમતીપુર પોલીસે તપાસ હાથ ધરી છે.

નારોલ ખાતે રહેતી 30 વર્ષીય યુવતીના 2013માં ગોમતીપુર ખાતે રહેતા એક યુવક સાથે લગ્ન થયા હતા. ત્યારબાદ તે પત્ની તરીકેની તમામ ફરજો પૂરી કરતી હતી. લગ્ન બાદ તેનો પતિ અને સસરા એવું કહેતા હતા કે, ત્રણ ભાઈઓ વચ્ચે એક બહેન છે તો પણ કરિયાવર ઓછું લાવી છે. આટલું જ નહીં પરંતુ આ મહિલા જ્યારે ગર્ભવતી થઈ અને બાદમાં બાળકને જન્મ આપ્યો ત્યારે તેની સાસુ અને નણંદ ગામમાં ઢંઢેરો પીટો તેમ કહી તેને ત્રાસ આપતા હતા.

આ પણ વાંચો -  US Elections 2020: ભારતીય મૂળની કમલા હૈરિસને બિડેને બનાવી ઉપરાષ્ટ્રપતિ પદની ઉમેદવાર

આટલું જ નહીં જ્યારે મહિલાએ બાળકને જન્મ આપ્યો ત્યારે તેના પિયરમાંથી તેના પતિને જાણ કરી હોવા છતાં એક પણ વખત બાળકને મહિલાના સાસરિયાઓ જોવા પણ આવ્યા ન હતા. બાળક 10 મહિનાનું થઈ જવા આવ્યું ત્યાં સુધી તેનો પતિ તેને તેડી જવા રાજી થયો ન હતો અને દોઢેક વર્ષ બાદ તેને તેડી ગયો હતો.

આ પણ જુઓ -  
બાદમાં તેનો પતિ અને સસરા એવું કહેતા હતા કે, બાળક મારું છે કે બીજાનું? એમ કહી ત્રાસ આપતા હતા અને પતિ દહેજ બાબતે તેને માર પણ મારતો હતો.
સમગ્ર બાબતથી કંટાળી મહિલાએ પોતાનું ઘરની વાત બહાર ન જાય તે માટે કોઈ ફરિયાદ કરી ન હતી. પરંતુ કંટાળીને તેને ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા ગોમતીપુર પોલીસે મહિલાની ફરિયાદ લઈને તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો -  સોનાના ભાવમાં આવ્યો 7 વર્ષનો સૌથી મોટો ઘટાડો! જાણો શું છે કારણ
Published by: Kaushal Pancholi
First published: August 12, 2020, 10:47 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading