નવજાતના મોત બાદ સાસરિયાઓના ત્રાસથી કંટાળી પરિણીતાનો આપઘાત

News18 Gujarati
Updated: November 2, 2019, 10:53 AM IST
નવજાતના મોત બાદ સાસરિયાઓના ત્રાસથી કંટાળી પરિણીતાનો આપઘાત
પ્રતિકાત્મક તસવીર

મૃતક યુવતીના પરિવારે સાસરિયાઓ સામે નોંધાવી ફરિયાદ, HIV એઇડ્સની સારવાર દરમિયાન બંને પતિ-પત્ની એકબીજાની નજીક આવતા લગ્ન કરાવ્યા હતા

  • Share this:
હર્મેશ સુખડિયા, અમદાવાદ : અમદાવાદ (Ahmedabad) શહેરના સરસપુરમાં (Sarasour) રહેતી એક મહિલાએ (woman) તાજેતરમાં બાળકને (Child birth) જન્મ આપ્યો હતો. બાળકના જન્મ બાદ તેનું મૃત્યુ થયું હતું. પરિણીતાને (Daughter in Law) સાચવવાની જગ્યાએ સાસરિયાઓએ (Trorhred by in laws) ત્રાસ આપતા પરિણીતાએ (Woman) કંટાળીને આપઘાત (Commited Sucide) કરી લીધો હતો. આ કેસમાં પરિણીતાના પરિવારે સાસરિયાઓ સામે દુષપ્રેરણાની ફરિયાદ નોંધાવતા પોલીસે (Police) તપાસ (investingation) હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે અમદાવાદના અમરાઈવાડીમાં રહેતા એક પિતાની દીકરીને એઇડ્સ ની બીમારી હોવાથી સારવાર કરાવતા હતા તે દરમિયાન એઇડ્સગ્રસ્ત એક યુવક પણ સારવાર કરાવવા આવ્યો હતો. ત્યારે બંને એઇડ્સગ્રસ્ત યુવક-યુવતી એકબીજાની નજીક આવતાં બંનેના પરિવારે લગ્ન કરાવી દીધા હતા. ચાર વર્ષ પહેલાં યુવતીના પરિવારે સરસપુરમાં રહેતા આ યુવક સાથે લગ્ન કરાવ્યા હતા.

આ પણ વાંચો :  'મહા' વાવાઝોડાની અસર, ગીર સોમનાથમાં વીજળીના કડાકા સાથે 1 ઇંચ વરસાદ

છેલ્લા એક વર્ષથી યુવક અને તેનો પરિવાર યુવતીને તેના પિયરમાં જવા દેતો ના હતો અને ફોન પર પણ વાત ન કરવા દેતો નહોતો. પણ થોડા દિવસ પહેલા યુવતીએ એક પુત્રને જન્મ આપ્યો હતો, જ્યાં બાળકના જન્મ બાદ તેનું મૃત્યુ થયું હતું. બાદમાં યુવતીના પતિ સહિત સસરિયાઓએ યુવતીને માનસિક ત્રાસ આપ્યો હતો. આ ઘટના બાદ યુવતીએ કંટાળીને તેના ઘરમાં જ્વલનશીલ પદાર્થ છાંટી આપઘાત કર્યો હતો. એ સમયે પોલીસ આ બનાવમાં અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો.

જોકે, ઘટના બાદ શહેરકોટડા પોલીસે તપાસ કરતા યુવતીએ સાસરિયાઓના ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો હોવાનું સામે આવતાં, પોલીસે આ મામલે યુવતીના પિતાની ફરિયાદના આધારે આઇપીસીની કલમ 306 મુજબ સાસરિયાઓ સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
First published: November 2, 2019
વધુ વાંચો
अगली ख़बर