અમદાવાદ : 'તારે દીકરો કેમ થતો નથી,' પતિના માનસિક ત્રાસથી પરિણીતાનો આપઘાત


Updated: June 8, 2020, 9:50 AM IST
અમદાવાદ : 'તારે દીકરો કેમ થતો નથી,' પતિના માનસિક ત્રાસથી પરિણીતાનો આપઘાત
પ્રતિકાત્મક તસવીર

ચોથી જૂનના રોજ પતિ અને પત્ની વચ્ચે નાસ્તા બાબતે ઝઘડો થયો હતો, જે બાદમાં મહિલાએ બેડરૂમમાં ગળેફાંસો ખાઈ લીધો.

  • Share this:
અમદાવાદ : 'તારે સંતાનમાં દીકરો કેમ થતો નથી.' છેલ્લા ત્રણ વર્ષથી પતિ (Husband)ના માનસિક ત્રાસ (Mental Harassment)ના કારણે બોપલ (Bopal)માં પરિણીતાએ આત્મહત્યા કરી લેતા પતિ વિરુદ્ધમાં દુષ્પ્રેરણાની ફરિયાદ (Police Complaint) દાખલ થઈ છે.

ઘૂમાં ગામમાં કહેતા રઘુવીરસિંહ ભાટીએ પોલીસ ફરિયાદ આપી છે કે વર્ષ 2008માં તેમની બહેનનાં લગ્ન જસવંતસિંહ પરમાર નામના વ્યક્તિ સાથે થયા હતા. જેમને સંતાનમાં એક દીકરી છે. જે છેલ્લા પાંચ વર્ષથી બોપલ ખાતે રહે છે. ચોથી જૂનના દિવસે તેમની બહેન અને બનેવી વચ્ચે નાસ્તા બાબતે ઝઘડો થતાં તેમની બહેને બેડરૂમમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે.

આ પણ વાંચો :  દેશમાં સૌથી ખરાબ હાલત અમદાવાદની? ગુજરાતમાં કોરોનાની સ્પીડ ધીમી પરંતુ અમદાવાદમાં મોત ઝડપી!

ફરિયાદીનો આરોપ છે કે છેલ્લા કેટલાક વર્ષથી તેના જીજાજી તારે સંતાનમાં દીકરો કેમ થતો નથી? કહીને તેમની બહેનને માનસિક ત્રાસ આપતા હતા. એટલું જ નહિ તેઓ માત્ર ફરિયાદી અને તેની પત્ની સાથે જ ફોન પર વાત કરવા દેતા હતા. બાકી કોઈની સાથે ફોન પર વાત પણ કરવા દેતા ન હતા.

ચોથી જૂનના રોજ બંને વચ્ચે નાસ્તા બાબતે ઝઘડો થયો હતો અને તે દરમિયાન પરિણીતાએ બેડરૂમમાં જઈને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. સમગ્ર ઘટનાની જાણ ફરિયાદીને થતાં જ તેઓ તાત્કાલિક તેના ભાઈ અને અન્ય કુટુંબીજનો સાથે ત્યાં પહોંચ્યા હતા. ત્યારબાદ તેમણે તેના જીજાજી વિરુદ્ધમાં આત્મહત્યા માટે દુષ્પ્રેરણા બદલ ફરિયાદ દાખલ કરાવી છે.
First published: June 8, 2020, 9:49 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading