Home /News /madhya-gujarat /

અમદાવાદ: BF પરિણીત હોવાનું માલૂમ થતા યુવતીએ વાત કરવાનું બંધ કર્યું, તો યુવકે કર્યું ન કરવાનું કામ

અમદાવાદ: BF પરિણીત હોવાનું માલૂમ થતા યુવતીએ વાત કરવાનું બંધ કર્યું, તો યુવકે કર્યું ન કરવાનું કામ

અમદાવાદ પરણિત બોયફ્રેન્ડ હોવાનું સામે આવતાં ગર્લફ્રેન્ડે તોડ્યા સંબંધ

Ahmedabad Crime: ગત રોજ સાંજનાં સમયે યુવતી ઓફિસથી ઘરે જવા માટે નીકળી હતી ત્યારે આરોપી તેના મિત્ર સાથે વરના કાર લઈને આવ્યા હતા. અને બળજબરીથી યુવતીને કારમાં બેસાડી લઈ ગયા હતા

અમદાવાદ - પરિણીત યુવક સાથે સંર્પક યુવતીને ભારે પડ્યો છે. યુવક બે બાળકોનો પિતા હોવાનું જાણવા મળતા યુવતી એ તેની સાથે વાત કરવાનું બંધ કરી મોબાઈલ નંબર બ્લોક કરી દીધો હતો. તો આરોપી યુવક યુવતીની ઓફિસ જઈને બળજબરીથી ગાડીમાં બેસાડી મૂઢ માર મારીને તેના ઘરે મૂકી ગયો અને ધમકી આપી કે હવેથી ઘરની બહાર નીકળતી નહિ, અને નોકરી છોડી દેજે નહિતર મારી નાંખીશ. જો કે આ બાબતની જાણ પોલીસને કરતા આનંદ નગર પોલીસ એ ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

CTM વિસ્તારમાં રહેતી એક યુવતી સેટેલાઈટમાં પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે. કેટલાક મહિના અગાઉ તેનો મિત્ર તેને મળ્યો હતો. જેથી બંને એ મોબાઈલ નંબરની આપલે કરી હતી. બાદમાં બંને વચ્ચે વાતચીત થતી હતી અને સમયાંતરે મળતા હતા. જો કે એક દિવસ યુવતી પાસે નોકરીએ જવા માટે કોઈ વાહનનાં હોવાથી તે તેના મિત્રની ગાડીમાં નોકરી એ ગઈ હતી. જેથી આરોપીએ તેની ઓફિસ જોઈ હતી. બાદમાં યુવતીને જાણ થઈ હતી કે આરોપી યુવકનાં લગ્ન થઈ ગયા છે અને બે બાળકો પણ છે. જેથી યુવતી એ તેની સાથે વાતચીત કરવાનુ બંધ કરીને મોબાઈલ નંબર બ્લોક કરી દીધો હતો. ત્યારથી આરોપી યુવતી અને તેના પરિવરજનોને હેરાન કરતો હતો.

ગઇકાલે સાંજનાં સમયે યુવતી ઓફિસથી ઘરે જવા માટે નીકળી હતી ત્યારે આરોપી તેના મિત્ર સાથે વરના કાર લઈને આવ્યા હતા. અને બળજબરીથી યુવતીને કારમાં બેસાડી લઈ ગયા હતા. આરોપીઓ યુવતીને સરખેજથી તેના ઘરે લઈ ગયા હતા. જ્યાં રસ્તામાં તેને મૂઢ માર પણ માર્યો હતો. ઘરે ગયા બાદ યુવતીનાં પરિવારજનો ભેગા થઈ જતાં આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. જો કે આરોપીએ ધમકી આપી હતી કે હવેથી ઘરની બહાર નીકળતી નહિ, અને નોકરી છોડી દેજે નહિતર મારી નાંખીશ. હાલમાં પોલીસ એ આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
Published by:Margi Pandya
First published:

Tags: Ahmedabad crime news, Ahmedabad Woman, Crime news, ગુજરાત ન્યૂઝ

આગામી સમાચાર