અમદાવાદ : સાસુએ રાત્રે પુત્રવધૂને પરપુરુષ સાથે પકડી પાડી અને થઈ જોવા જેવી


Updated: July 16, 2020, 11:41 AM IST
અમદાવાદ : સાસુએ રાત્રે પુત્રવધૂને પરપુરુષ સાથે પકડી પાડી અને થઈ જોવા જેવી
પ્રતિકાત્મક તસવીર

સાસુ રાત્રે હૉસ્પિટલમાં નોકરી પર હતા ત્યારે તેની પુત્રવધૂને કોઇ અન્ય પુરુષ સાથે બહાર જતા જોઈ હતી, બંને એક મકાનમાં ઘૂસી ગયા હતા.

  • Share this:
અમદાવાદ : શહેરના શાહીબાગ (Shahibaug Area) વિસ્તારમાં એક મહિલા અને તેની મિત્રએ જાસૂસ બનીને તેની વહુ (daughter-in-law)ને અન્ય પુરુષ સાથે પકડી પાડી હતી. સાસુએ વહુને પરપુરુષ (Extramarital Affairs)સાથે પકડી લીધા બાદ બંને વચ્ચે બબાલ શરૂ થઈ હતી. આ દરમિયાન મહિલાની વહુ સાથે રહેલા યુવકે સાસુને ગાળો ભાંડી હતી. જે બાદમાં આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન (Police Station) પહોંચ્યો હતો. આ મામલે પોલીસે મહિલાની વહુ અને તેની સાથે ફરી રહેલા યુવક સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

વાત કંઈક એમ છે કે શાહીબાગની સિવિલ હૉસ્પિટલમાં કૉન્ટ્રાકટ પર કામ કરતી 55 વર્ષની ફરિયાદી મહિલાની રાતની નોકરી હતી. મહિલાની વહુ પણ સિવિલ હૉસ્પિટલમાં કામ કરે છે. મહિલાને સંતાનમાં ચાર પુત્ર છે. જેમાંથી એક પુત્રના લગ્ન આરોપી મહિલા સાથે થયા છે. જોકે, અઢી વર્ષથી મહિલાની પુત્રવધૂ નારજ થઈને પોતાના પિયરમાં રહેતી હતી.

આ પણ વાંચો : Paytmથી રિચાર્જ કરી આપ્યા બાદ થયો પ્રેમ, મહિલાએ ઇન્કાર કરતા યુવાને કર્યું ન કરવાનું કામ

ફરિયાદી મહિલા નોકરી પર ગયા બાદ પોતાના અન્ય મહિલા કર્મચારી સાથે ચા પીવા બહાર રોડ પર ગયા હતા. આ દરમિયાન તેમણે તેમની પુત્રવધૂને અન્ય પુરુષ સાથે પકડી પાડી હતી. જે બાદમાં ફરિયાદી મહિલાએ પુત્રવધૂ અને તેની સાથે રહેલા યુવકનો પીછો કર્યો હતો. બંને આરોપી એક મકાનમાં ઘૂસી ગયા હતા. આ દરમિયાન ફરિયાદી મહિલા બંનેની રાહ જોઈને બહાર ઊભી હતી. બંને બહાર ન આવતા ફરિયાદીએ દરવાજો ખખડાવતા બંને બહાર આવ્યા હતા અને આરોપી પોતાની સાસુને જોઈ જતા ત્યાંથી ભાગી ગઈ હતી.

આ પણ વાંચો : માસ્ક ન પહેરવા બદલ પિતા-પુત્રને ઢોર માર મારનાર ચાર પોલીસકર્મી સસ્પેન્ડ

આ ઘટના બાદ ફરિયાદીએ પોતાના પુત્રને બોલાવી લીધો હતો. ફરિયાદીના પુત્ર આવી જતા મકાનમાં જે વ્યક્તિ ભાડે રહેતા હતા તેને બંને આરોપીઓને પરત બોલાવવા કહ્યું હતું. જે તે વ્યક્તિએ ફોન કરી ફરિયાદીના વહુને બોલાવી હતી. તેની સાથે યુવક પણ આવ્યો હતો. આ દરમિયાન સાસુએ તેની પુત્રવધૂને અન્ય પુરુષ સાથે શું કરતી હતું તેવું પૂછતા જ બંને આરોપીઓએ મહિલા સાથે બોલાચાલી કરી હતી અને ગાળો ભાંડી હતી.વીડિયો જુઓ : મણિનગર ગાદી સંસ્થાનના આચાર્ય બહ્મલીન થયા


આ ઘટના બાદ આજુબાજુના લોકો જાગી ગયા હતા અને ફરિયાદીના પુત્રે પોલીસ કંટ્રોલમાં જાણ કરીને પોલીસને બોલાવી હતી. પોલીસે આરોપી વહુ અને તેની સાથેના પુરુષ સામે 294(એ) અને 114 મુજબ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
Published by: Vinod Zankhaliya
First published: July 16, 2020, 11:39 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading