અમદાવાદ : પતિનું અન્ય યુવતી સાથે ઇલૂ-ઇલૂ, પત્નીએ વિરોધ કર્યો તો પડ્યો માર


Updated: June 8, 2020, 10:26 AM IST
અમદાવાદ : પતિનું અન્ય યુવતી સાથે ઇલૂ-ઇલૂ, પત્નીએ વિરોધ કર્યો તો પડ્યો માર
પ્રતિકાત્મક તસવીર

પતિ, પત્ની ઔર વો : લગ્નના 20 દિવસ બાદ જ પતિએ કહ્યુ કે, 'તું કામ કરતી નથી, મફતમાં રોટલા તોડે છે.'

  • Share this:
અમદાવાદ : શહેરમાં એક પતિ, પત્ની ઔર વોનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. પતિના અન્ય યુવતી સાથેના સંબંધો (Extra Marital Affairs)બાબતે પૂછપરછ કરવી પત્ની (Wife)ને ભારે પડી છે.

સરદારનગર (Sardarnagar) વિસ્તારમાં રહેતી એક મહિલાએ મહિલા ઇસ્ટ પોલીસ સ્ટેશન (Women Police Station)માં ફરિયાદ નોંધાવી છે કે વર્ષ 2012માં સમાજના રીત-રિવાજ મુજબ તેના લગ્ન થયા હતા. જોકે, લગ્નના 20 દિવસ બાદ તેના પતિએ તેની સાથે ઝઘડા શરૂ કરી દીધા હતા. 'તું કામ કરતી નથી, મફતમાં રોટલા તોડે છે' કહીને ત્રાસ આપતો હતો.

છ મહિના પહેલા મહિલાને તેના પતિને અન્ય યુવતી સાથે સંબંધ હોવાની જાણ થતાં જ તેણે તેના પતિને આ બાબતે પૂછ્યું હતું. આ વખથે આ યુવતી તેની મિત્ર હોવાનું કહીને વાત ટાળી હતી.

જોકે, કેટલાક દિવસ અગાઉ આ યુવતીએ તેના પતિને Whatsapp પર આઇલવયૂ લખીને મોકલ્યું હતું. જેના જવાબમાં ફરિયાદીનાં પતિએ કહ્યું હતું કે, આપણે કાયદેસર લગ્ન કરી લઈશું. મહિલાએ તેના પતિને આ બાબતે તેના પતિને પૂછતા જ તે ઉશ્કેરાઈ ગયો હતો અને યુવતીને માર માર્યો હતો. એટલું જ નહીં તેણે તેની પત્નીને જાનથી મારી દેવાની દેવાની પણ ધમકી આપી હતી.

આ પણ વાંચો : 


 
First published: June 8, 2020, 10:26 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading