અમદાવાદ : પતિ તેની પ્રેમિકા સાથે રહેવા લાગતા પત્ની અને દીકરાએ પ્રેમિકાને ફટકારી

News18 Gujarati
Updated: November 23, 2019, 11:20 AM IST
અમદાવાદ : પતિ તેની પ્રેમિકા સાથે રહેવા લાગતા પત્ની અને દીકરાએ પ્રેમિકાને ફટકારી
પ્રતિકાત્મક તસવીર

શહેરના બાપુનગર વિસ્તારનો અજબ-ગજબ કિસ્સો, પતિ પત્નીને છોડીને તેની પ્રેમિકા સાથે રહેવાની જીદ પકડીને બેઠો હતો.

  • Share this:
અમદાવાદઃ કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે. પરંતુ પરિણીત પાત્રો જ્યારે કોઈ અન્યના પ્રેમમાં પડતા હોય છે ત્યારે અમુક ઘરો ભાંગતા હોય છે. એટલે કે આંધળા પ્રેમથી કોઈની બનેલી બાજી બગડી જતી હોય છે તો કોઈનું ભાંગેલું ઘર બની જતું હોય છે. અમદાવાદના બાપુનગર વિસ્તારમાં એક અજબ-ગજબ ઘટના સામે આવી છે. અહીં એક પરિણીત યુવકે તેની પ્રેમિકા સાથે રહેવાની જીદ પકડી હતી. જે બાદમાં તેની પત્ની અને પુત્રએ તેની પ્રેમિકાને ફટકારી હતી.

મળતી માહિતી પ્રમાણે બાપુનગરમાં રહેતી એક પરિણીતાનો પતિ તેની પ્રેમિકા સાથે રહેતો હતો. પરિણીતાને આ વાત પસંદ ન હોવાથી તેના પતિ અને પ્રેમિકાને સમજાવ્યાં હતાં. જોકે, સમજાવટ છતાં યુવતી પરિણીતાને પતિને છોડવા માટે તૈયાર ન હતી. યુવતીએ પરિણીતાને સ્પષ્ટ કહી દીધું હતું કે તેણી તેના પતિ સાથે જ રહેશે. જે બાદ પરિણીતા અને તેના પુત્રએ આ યુવતીને ફટકારી હતી.

બાપુનગરમાં રહેતી 35 વર્ષીય મહિલા તેના પ્રેમી સાથે દોઢ વર્ષથી ભાડે રહે છે. પ્રેમી રીક્ષા ચલાવવાનું કામ કરે છે. એક દિવસ પ્રેમી યુવકની પત્ની અને તેનો દીકરો તેની પાસે આવ્યા હતા. આ સમયે પ્રેમી યુવકની પત્નીએ પ્રેમિકાને કહ્યુ હતુ કે, 'તું તારા પતિને છોડી દે, હું એકલી ઘર ચલાવી શકું તેમ નથી.' આ મામલે આખરે યુવકની પત્નીએ કંટાળી તેના પુત્ર સાથે મળી આ યુવતીને માર માર્યો હતો.

પોતાના પ્રેમીની પત્ની અને તેના દીકરાએ માર માર્યા બાદ યુવતીને પોલીસને જાણ કરી હતી. જે બાદ બાપુનગર પોલીસે ઘટનાસ્થળે પહોંચી આઇપીસી કલમ 323, 324,114, 294(ખ) મુજબ ગુનો નોંધી માતા પુત્રની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.
First published: November 23, 2019
વધુ વાંચો
अगली ख़बर