અમદાવાદ : કલાકાર પત્નીએ ભાઇ સાથે મળીને પતિને માર્યો માર, ફરિયાદ નોંધાઇ


Updated: January 27, 2020, 9:52 AM IST
અમદાવાદ : કલાકાર પત્નીએ ભાઇ સાથે મળીને પતિને માર્યો માર, ફરિયાદ નોંધાઇ
પ્રતિકાત્મક તસવીર

  • Share this:
અમદાવાદ : એક કલાકાર પત્નીએ અને તેના ભાઇ સાથે મળીને પોતાના પતિને જ માર માર્યો હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ છે. બંને પરિવાર વચ્ચે કોઇ બાબતે સમાધાન કરવાનું હતું પણ પતિ તે સમાધાન ન કરાવી શક્તા બંને વચ્ચે ઝઘડો થયો હતો અને બાદમાં મારામારી થઇ હતી. આખરે પતિએ પત્ની અને સાળા સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

વૈષ્ણવદેવી પાસે રહેતા ઋષિકેષ વ્યાસ મિરઝાપુર કોર્ટમાં વકીલાત કરે છે. દોઢક વર્ષ પહેલા પ્રિયંકા નામની યુવતી સાથે તેમણે લગ્ન કર્યા હતા. પ્રિયંકા કલાકાર હોવાથી તેને અનેક શો હોવાથી તે સાસરે પતિ સાથે રહેવાની જગ્યાએ પિયરમાં જ રહેતી હતી. 26મીએ પ્રિયંકાને કોઇ શો ન હોવાથી ઋષિકેશભાઇ તેના ઘરે ગયા હતા. બાદમાં તેને મળીને તેને સાસરે લઇ જવા માટે ગાડીમાં પ્રિયંકા સાથે નીકળ્યા હતા. બંને કારમાં હાટકેશ્વર બ્રીજ પાસે પહોંચ્યા ત્યારે પ્રિયંકાએ વાતચીત શરૂ કરી હતી અને કહ્યું કે આપણા બંનેના પરિવારજનો સમાધાન કરવાના હતા કેમ નથી સમાધન થતું. આટલું કહી પ્રિયંકાએ ઉંચા અવાજે વાત શરૂ કરતા ઋષિકેષભાઇએ તેને શાંતિથી વાત કરવાનું કહ્યું હતું.

આ પણ વાંચો : સુરત : મહિલા બુટલેગરની પોલીસ કર્મી સામે ફરિયાદ, લગ્નની લાલચ આપી અવારનવાર ગુજાર્યું દુષ્કર્મ

દરમિયાનમાં પ્રિયંકાએ તેના ભાઇ મિતને ફોન કરીને બોલાવી લીધો હતો. અને બાદમાં બંને ભાઇ બહેનોએ ઋષિકેષભાઇ સાથે મારામારી કરી હતી.
આ આક્ષેપ સાથે ઋષિકેષભાઇએ ખોખરા પોલીસસ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસી 323, 294બી, 114 મુજબ ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે.
First published: January 27, 2020
વધુ વાંચો
अगली ख़बर