અમદાવાદ: 'મારા પતિ મને અવારનવાર 'સ્વાયપિંગ' માટે દબાણ કરતા હતા,' મહિલાની ફરિયાદ

અમદાવાદ: 'મારા પતિ મને અવારનવાર 'સ્વાયપિંગ' માટે દબાણ કરતા હતા,' મહિલાની ફરિયાદ
પ્રતીકાત્મક તસવીર

શહેરના પોશ વિસ્તારમાં રહેતી મહિલાનો આરોપ છે કે લગ્નના 14 વર્ષ સુધી તેના પતિએ તેને સારી રીતે રાખી હતી. વર્ષ 2017માં તેના પતિને અન્ય યુવતી સાથે સંબંધ હોવાનો ભાંડો ફૂટતા જ બંને વચ્ચે ઝઘડા શરૂ થયો હતા.

  • Share this:
અમદાવાદ: શહેરના પોશ વિસ્તારમાં ધનાઢ્ય પરિવારના ગૃહકંકાસનો મામલો સામે આવ્યો છે. ફરિયાદી મહિલાનો આરોપ છે કે તેના પતિ (Husband)ને અન્ય યુવતી સાથે સંબંધ (Extramarital Affairs) છે. એટલું જ નહીં, તેનો પતિ તેને અવારનવાર સ્વાયપિંગ (અદલા-બદલી) માટે દબાણ કરતો હતો. મહિલા ના પાડતી તો તેની સાથે ઝઘડો કરીને તેને ચારિત્ર્યહીન કહી ખરાબ ચાલ ચલગતવાળી કહેતો હતો. પતિ અને સાસુ-સસરાનો ત્રાસ સહન ન થતા અંતે મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

શહેરના પોશ વિસ્તારમાં રહેતી મહિલાનો આરોપ છે કે લગ્નના 14 વર્ષ સુધી તેના પતિએ તેને સારી રીતે રાખી હતી. વર્ષ 2017માં તેના પતિને અન્ય યુવતી સાથે સંબંધ હોવાનો ભાંડો ફૂટતા જ બંને વચ્ચે ઝઘડા શરૂ થયો હતા. બંને વચ્ચે મનમેળ ઓછી થવા લાગ્યો હતો. એટલું જ નહીં, ફરિયાદીનો પતિ તેણીને અન્ય એક વ્યક્તિ સાથે સ્વાયપિંગ માટે દબાણ કરતો હતો. મહિલાના પાડતી તો તેની સાથે ઝઘડો કરીને તેને ચારિત્ર્યહીન કહી ખરાબ ચાલ ચલગતવળી કહેતો હતો.આ પણ વાંચો:  રાજ્યમાં ફાયર સેફ્ટિની નવી વ્યવસ્થા ઘડવામાં આવી, 26મી જાન્યુઆરીથી લાગુ થશે : CM રૂપાણી

આ અંગેની જાણ ફરિયાદીએ તેના ભાઈને કરતા મહિલાના પતિએ ફરી આવી રીતે હેરાનગતી નહીં કરે તેવી બાંહેધરી આપી હતી. જોકે, પતિ સુધર્યો ન હતો અને અન્ય યુવતી સાથે સંબંધ રાખીને ઝઘડા કરતો હતો. એટલું જ નહીં, તેમના સાત વર્ષના પુત્રને શાળાએથી બારોબાર કાકા સસરાને ત્યાં લઈ ગયો હતો. મહિલા તેના પુત્રને લેવા માટે ગઈ તો ધમકી આપી હતી કે તું છૂટાછેડા આપે તો જ તારો દીકરો તને મળશે. મોડી રાત્રે મહિલાને તેનો દીકરો પરત આપ્યો હતો.

આ પણ વાંચો:  ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત! વધુ 1175 લોકો થયા સંક્રમિત, રિકવરી રેટ 92.33 ટકા થયો

ફરિયાદી મહિલા આ બાબતની જાણ તેના પિતાને કરતા પિતા, ભાઈ તેમજ અન્ય સગાઓએ મહિલાના પતિ અને સાસરિયા સાથે બેઠક કરીને પહેલા થયેલા ઝઘડાને ભૂલી જઈને ભવિષ્યમાં કોઈ ઝઘડો કરશે નહીં તે માટે સમાધાન કરી લખાણ કર્યું હતું. છતાં પણ તેના પતિએ અન્ય યુવતી સાથે સંબંધ ચાલુ રાખ્યા હતા. એટલું જ નહીં, તેના સાસુ-સસરા પણ મહિલાને છૂટાછેડા આપીને દીકરો લઈ પિયર જતા રહેવા માટે દબાણ કરતા હતા.

ફરિયાદી તેના રસોડામાં રસોઈ બનાવવા માટે જાય તો તેના સાસુ-સસરા તેને બહાર કાઢી મૂકતા હતા અને કહેતા કે અમે લાવેલી વસ્તુઓ ખાવા-પીવા નહીં મળે. ઘરના નોકરોને પણ તેની વાત સાંભળાવની ના કહી હતી. મહિલાને વારંવાર ઘર ખાલી કરવા માટે દબાણ કરતા હતા. જેથી મહિલા એ અંતે કંટાળીને પોલીસને જાણ કરતા વેસ્ટ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
Published by:Vinod Zankhaliya
First published:December 14, 2020, 10:17 am

ટૉપ ન્યૂઝ