અમદાવાદઃ શિયાળાની ઊંઘ મોત નોતરી શકે છે, વાંચો આ પ્રોફેસરના મોતનો કિસ્સો


Updated: January 11, 2020, 8:35 PM IST
અમદાવાદઃ શિયાળાની ઊંઘ મોત નોતરી શકે છે, વાંચો આ પ્રોફેસરના મોતનો કિસ્સો
પ્રતિકાત્મક તસવીર

નડિયાદની માનવ મંદિર સોસાયટી ખાતે રહેતા અમીત પંડ્યા નડિયાદ કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ નિભાવતા હતા. તેઓને ગઇકાલે શુક્રવારે કામ હોવાથી તેઓ વડોદરા ગયા હતા

  • Share this:
અમદાવાદ: શિયાળામાં (winter) વહેલી સવાર સુધી ઠંડક પ્રસરતી હોવાથી મીઠી નિંદર આવતી હોય છે. ત્યારે એક એવો કિસ્સો સામે આવ્યો છે. જેનાથી મીઠી નીંદર માણવા વાળાએ ચેતવું પડશે. એક પ્રોફેસર (Professor) ટ્રેનમાં (Train) અપડાઉન કરતા હતા અને ઊંઘ આવી જતા તેઓ સ્ટેશન ચુકી ગયા હતા. આગલા સ્ટેશને ઉતાવળમાં ઉતરતા તેઓ પટકાયા અને મોત નીપજ્યું હતું. ઉલ્લેખનીય છે કે ગંભીર હાલતમાં પ્રોફેસરને એલજી હોસ્પિટલમાં (L.G. Hospital) દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત નિપજ્યું છે. આ અંગે પોલીસે (police) અકસ્માત મોતનો (Accident) ગુનો નોંધી તપાસ આદરી છે.

નડિયાદની માનવ મંદિર સોસાયટી ખાતે રહેતા અમીત પંડ્યા નડિયાદ કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ નિભાવતા હતા. તેઓને ગઇકાલે શુક્રવારે કામ હોવાથી તેઓ વડોદરા ગયા હતા. આજે નિત્યક્રમ મુજબ વહેલી સવારે કોલેજ પહોંચવાનું હોવાથી તેઓ વડોદરાથી ટ્રેન મારફતે નડિયાદ જવા નીકળ્યા હતા.

આ પણ વાંચોઃ-અમદાવાદના કિશનને મળી અમેરિકાની 'યશોદા', વાંચો રસપ્રદ કહાની

જોકે, મીઠી નિંદર આવી જતા તેઓ મણિનગર સ્ટેશન આવ્યું ત્યારે ઉઠ્યા હતા. ઉઠતા જ તેમને સામેના પ્લેટફોર્મ પર નડિયાદ તરફ જતી ટ્રેન જોઇ હતી. જેથી ઝડપથી ઉતરી બીજી ટ્રેનમાં બેસવા માટે તેઓ ઉતાવળે ટ્રેનમાંથી ઉતરવા ગયા હતા. આ જ સમયે તેઓ નીચે પટકાયા હતા અને તેમને શરિરે ગંભીર ઇજા થઇ હતી. જેથી સામાજીક કાર્યકર હર્ષદ પટેલ સહિતના લોકો તેમને એલ.જી.હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ પ્રેમલગ્ન કરનાર પુત્રીનું પીયર પક્ષના લોકોએ જ કર્યું અપહરણ અને પછી...

આ પણ વાંચોઃ-સુરતઃ પત્નીના કોલગર્લ દર્શાવા ફોટો તેના પતિને મોકલ્યા અને પછી..આ અંગે કોલેજના અન્ય પ્રોફેસરોને જાણ થતા તેઓ પણ હોસ્પિટલ આવી પહોંચ્યા હતા. પ્રોફેસરોના જણાવ્યા અનુસાર, મૃતક કોલેજના હોનહાર અને બધાના માનિતા પ્રોફેસર હતા. તેઓ વિદેશમાં પણ કેટલાક લેક્ચર આપી ચુક્યા છે અને ઘરના મોભી હતા.
First published: January 11, 2020, 7:25 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading