"અમદાવાદ કરશે મતદાન" અભિયાન રંગ લાવ્યું :  ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડઝમાં સ્થાન

"અમદાવાદ કરશે મતદાન" અભિયાન રંગ લાવ્યું :  ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડઝમાં સ્થાન
ફાઈલ તસવીર

અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ 21 ફેબ્રુઆરીના રોજ અચૂક નૈતિક મતદાન કરીએ અને અન્યોને પણ નૈતિક મતદાન કરવા પ્રેરિત કરવા આ અભિયાન ચલાવાયું.

  • Share this:
અમદાવાદ: ગુજરાતમાં આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી (Gujarat local body election) થવા જઈ રહી છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની (AMC eleciton) આગામી 21 ફેબ્રુઆરીના રોજ ચૂંટણી યોજાવાની છે ત્યારે અમદાવાદ જિલ્લા કલેકટર, ગુજરાત યુનિવર્સિટી સહિત સંસ્થાઓએ યોજલ મતદાન જાગૃતિ ઇસંકલ્પ "અમદાવાદ કરશે મતદાન" અભિયાન (Campaign) રંગ લાવ્યું છે. આ અભિયાનને પગલે રાષ્ટ્રીય મતદાતા દિવસે એક જ દિવસએ ૩૦૩૭૩ લોકોએ ઓનલાઈન જોડાઈ ઇ સંકલ્પ લેતા વર્લ્ડ રેકોર્ડ સર્જાયો છે. અને આ અભિયાનને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડઝમાં (India Book of Records) સ્થાન પ્રાપ્ત થયું છે.

અમદાવાદ જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ એક મતદાન જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું. જે અંતર્ગત અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ 21 ફેબ્રુઆરીના રોજ અચૂક નૈતિક મતદાન કરીએ અને અન્યોને પણ નૈતિક મતદાન કરવા પ્રેરિત કરવા આ અભિયાન ચલાવાયું.જે સંદર્ભે ગુગલ ફોર્મ સહિત સોશ્યલ મિડિયા અન્ય માધ્યમો દ્વારા કોવીડ ૧૯ની માર્ગદર્શિકાઓ સાથે સમ્રગ અમદાવાદ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી સંદર્ભે મતદાન જાગૃતિની ડ્રાઈવ ચલાવવામાં આવી. આ ડ્રાઈવમાં "અમદાવાદ કરશે મતદાન" ટેગ લાઈન હેઠળ સ્ટેટ વોટીંગ અવેરનેસ પ્રોગ્રામ (SVAP) અંતર્ગત ચલાવવામાં આવેલ હતી.

આ પણ વાંચોઃ-પતિ સંતાઈને પાછલા દરવાજાથી ઘરમાં ઘૂસ્યો, પત્ની પ્રેમી સાથે કઢંગી હાલતમાં ઝડપાઈ, બંનેની હત્યા

આ પણ વાંચોઃ-પરિણીત મહિલાને અનેક પુરુષો સાથે હતા આડા સંબંધો, પ્રેમીને જાણ થતાં જ પાડી દીધો 'ખેલ'

આ ડ્રાઈવમાં ગુજરાત યુનિવર્સિટી સહિત ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ, અમદાવાદ શહેરની તમામ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ સહિત અમદાવાદના નાગરિકો પણ જોડાયેલ હતા.

આ પણ વાંચોઃ-શરમજનક ઘટના! રાજકોટઃ 'તું શરીર સંબંધ બાંધવા નહિ દે તો...', નરાધમે ધો.12ની વિદ્યાર્થિનીનો ત્રણ ત્રણવાર પિંખ્યો દેહ

આ પણ વાંચોઃ-કુખ્યાત ગેંગસ્ટર અને ડ્રગ્સ પેડલર ઈબ્રાહિમ મુઝાવર ઝડપાયો, અંડરવર્લ્ડ ડોન દાઉદથી મોટો ડોન બનવાની છે ઈચ્છા

જે એક દિવસે 30373 લોકોએ જોડાઈ અચૂક મતદાન કરવાનો અને અન્ય લોકોને મતદાન કરવાના ઇ સંકલ્પ લીધા. આ અભિયાન માત્ર મતદાન જાગૃતિ અભિયાન બની ન રહેતા એક વિશ્વ વિક્રમ બન્યો. SVAPના મદદનીશ લાયઝન  અધિકારી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ  અને યુનિવર્સિટી ગ્રંથપાલ ગુજરાત યુનિવર્સિટી દ્વારા જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ (SVAP) પ્રવુતિ અંતર્ગત વિશ્વ રેકોર્ડ માટે અરજી કરવામાં આવેલ હતી.જે ૧૦ દિવસની  વિવિધ પ્રકિયા અને ડોક્યુમેન્ટસ સબનીશન વિવિધ બાબતોને જોતા India Book Of Records દ્વારા વિશ્વ રેકોર્ડમાં આ નવીન રેકોર્ડમાં સ્થાન આપવામાં આવ્યું છે. મહત્વનું છે કે મતદાન કરવું એ દરેક મતદાતાનો અધિકાર છે અને લોકશાહીના આ પર્વમાં સૌ કોઈ ઉત્સાહથી જોડાય અને અચૂક મતદાન કરે તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
Published by:ankit patel
First published:February 12, 2021, 23:37 pm

ટૉપ ન્યૂઝ