અમદાવાદ: કેન્સરથી પત્નીનું મોત, પતિએ તમાકુ છોડવાની પડીકીઓ વહેંચી આપી શ્રદ્ધાંજલિ

News18 Gujarati
Updated: July 20, 2018, 8:48 AM IST
અમદાવાદ: કેન્સરથી પત્નીનું મોત, પતિએ તમાકુ છોડવાની પડીકીઓ વહેંચી આપી શ્રદ્ધાંજલિ

  • Share this:
તમાકુ, પાન, મસાલા અને સિગરેટ બીડીના વ્યસનને કારણે બહુ મોટી સંખ્યામાં લોકો કેન્સરનો શિકાર થાય છે. ત્યારે કેન્સરનો રોગ માણસને ભરખી જાય છે. અમદાવાદમાં એક કેન્સરના દર્દીના પરિવાર દ્વારા દર્દીના મોત બાદ અનોખી રીતે દર્દીનુ બેસણું કર્યું. દર્દીના પરિવારે સમાજને તમાકુથી દૂર કરવા માટે મુહિમ શરુ કરી અને મહિલાઓને તમાકુના વ્યસનથી દૂર રહેવા અપીલ કરી.

આજ સુધી આપે અનેક વ્યક્તિના બેસણાં જોયા હશે. સામાન્ય રીતે કોઈપણ વ્યક્તિના મૃત્યુ બાદ પરિવાર દ્વારા શોક સભાનું કે બેસણાનું આયોજન કરવામાં આવે છે. પરંતુ અમદાવાદના આસારવા વિસ્તારના એક મહિલાનું કેન્સરના કારણે મૃત્યુ થયા બાદ પરિવારજનો દવારા અનોખી રીતે મહિલાને શોકાંજલિ આપી. જ્યા તમાકુનું વ્યસન છોડીને અન્ય લોકો પણ તમાકુથી દૂર રહે તેના માટે તમાકુનું વ્યસન છોડવા માટે દવાયુક્ત પડીકીઓ આપવા આવી.

સામાજિક કાર્યકર સરફરાઝ મન્સૂરીએ કહ્યું કે, નારણભાઇના વાઈફનું ગાળાના કેન્સરના કારણે મૃત્યુ થયું, એ ગુટખાની પડીકી ખાતા હતા, જેના કારણે એમને મોઢાનું કેન્સર થયું. જ્યારે એમનું તમાકુથી અવસાન થયું તો નારણભાઇ તરત પહેલા મને ફોન કર્યો કે સાહેબ મારા વાઈફ જે તમાકુથી મરી ગયા અને આમારી ઈચ્છા છે કે આવો કિસ્સો બીજોના બને, જેથી સમાજમાં એક ઉદાહરણ આપીયે તો આમારે ત્યાં બેસણામાં તમે આવો અને લોકોને વ્સસન મુક્તિ માટે સમજાવો. આખા દેશમાં આજે આ પ્રથમ વખત એવું બન્યું છે કે, બેસણાની અંદર લોકોને તમાકુ માટે સમજાવવામાં આવ્યા અને લોકો તૈયાર થયા છે તમાકુ છોડવા.

નારાયણભાઈની પત્નીનું કેન્સરની સારવાર દરમ્યાન મોત થતા નારાયણ ભાઈએ તમાકુનો બહિષ્કાર કર્યો અને બીજા લોકો પણ તમાકુથી દૂર રહે તે માટે જાગૃતિ અભિયાન શરુ કર્યું. સાથે સાથે મહિલાઓમાં તમાકુનું વ્યસન વધ્યું હોવાના કારણે મહિલાઓ તમાકુથી દૂર રહે તે માટે બેસણામાં વ્યસન મુક્તિ અને કેન્સર જાગૃતિ બેસણું કર્યું.

નારાયણભાઈએ કહ્યું કે, અમારા સમાજમાં બહેનોને વધારે પડતું ગુટખા ખાવાનું વ્યસન છે, એટલે અમે બહેનો માટે ખાસ પ્રોગ્રામ કર્યો ભાઈઓને તો આપણે હરતા ફરતા સમજાવી શકીએ છીએ પણ બહેનોને અહીંયા બોલાવીને બેસણામાં મેસેજ આપવા માંગીએ છીએ કે આ વ્યસનથી મુક્ત થઇ જાઓ.

તમાકુના વ્યસનના કારણે મોટાભાગના કેન્સરના દર્દી મોતના ખપ્પરમાં ફસાઈ જાય છે. તેમાં તમાકુ માત્ર એક વ્યક્તિને નહિ પરંતુ સમગ્ર પરિવારને પરેશાન કરે છે ત્યારે અમદાવાદના અસારવામાં થયેલ આ અનોખા પ્રયોગથી સમાજની કેન્સર સામેની જંગમાં મોટી રાહત થશે અને લોકો તમાકુની બદીથી દૂર પણ થશે.સ્ટોરી - હિમાંશુ વોરા
First published: July 20, 2018, 8:27 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading