Home /News /madhya-gujarat /પતિ, પત્ની ઔર વો: અમદાવાદના સુખી સંપન્ન દંપતીના લગ્ન જીવનમાં પરસ્ત્રીના પ્રવેશથી લાગી આગ!

પતિ, પત્ની ઔર વો: અમદાવાદના સુખી સંપન્ન દંપતીના લગ્ન જીવનમાં પરસ્ત્રીના પ્રવેશથી લાગી આગ!

પ્રતિકાત્મક તસવીર

પરસ્ત્રીના પ્રેમમાં પડેલા પતિની તેની પત્નીને ધમકી, 'ઘરમાં તારું રાજ નહીં ચાલે. ઘરમાં રહેવું હોય તો ચૂપચાપ રહેવાનું.'

અમદાવાદ: સુખી સંપન્ન લગ્ન જીવન (Marriage Life)માં પરસ્ત્રીનો પ્રવેશ થાય બાદ અનેક વખત ઘરકંકાસ થયો હોય અને મામલો પોલીસ સ્ટેશન (Police Station) સુધી પહોંચ્યો હોય તેવા અનેક કિસ્સા સામે આવતા રહે છે. આવો જ એક કિસ્સો અમદાવાદ શહેરના વેજલપુર (Vejalpur Area) વિસ્તાર પોલીસ સ્ટેશનમાં નોધાયો છે.

અહીં લગ્નના ત્રણ વર્ષ સુધી પતિ એ તેની પત્ની સાથે સારી રીતે વર્તન કર્યું હતું. જોકે, પતિને અન્ય એક યુવતી સાથે પ્રેમ થઇ જતાં તેણે નાની નાની વાતોમાં પત્ની સાથે ઝધડા કરવાનું શરૂ કર્યું હતું. એટલું જ નહીં, જ્યારે મહિલા તેના પતિને અન્ય યુવતી સાથે સંબંધ કાપી નાખવાનું કહેતી હતી ત્યારે ત્યારે તે "ઘરમાં તારું રાજ નહીં ચાલે. ઘરમાં રહેવું હોય તો ચૂપચાપ રહેવાનુ" એવું કહેતો હતો.

આ પણ વાંચો :  રત્નકલાકાર યુવક પત્નીને છોડીને સગા નાનાભાઈની પત્નીને લઈને ભાગી ગયો!

આજથી દોઢેક મહિના પહેલા પત્નીએ પતિ પાસે પૈસાની માંગણી કરતા જ તે ઉશ્કેરાઈ ગયો હતો અને તેને ઘરની બહાર કાઢી મૂકી હતી. ત્યારબાદ મહિલા તેના પિતાને ત્યાં રહેવા માટે આવી ગઈ હતી. જે બાદમાં વહેલી સવારે મહિલાનો પતિ તેના ઘરે આવ્યો હતો અને તેની સાથે ઝઘડો કરવા લાગ્યો હતો. ફરિયાદી મહિલાનો ભાઈ વચ્ચે પાડતા આરોપીએ તેના પેટના ભાગે ડિસમિસ મારી દીધું હતું.

વીડિયો જુઓ : સોમનાથના દર્શનના સમયમાં વધારો કરવા અપીલ

જે બાદમાં તેને તાત્કાલિક સારવાર માટે નજીકની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
First published:

Tags: Husband, Lover, Wife, અફેર, અમદાવાદ, ગુનો, પોલીસ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો