અમદાવાદ: કોના વાંકે નથી બની રહ્યુ બસપોર્ટ પાર્ટ-2? કેમ નથી થતો પ્લાન પાસ?

News18 Gujarati
Updated: June 15, 2018, 8:52 PM IST
અમદાવાદ: કોના વાંકે નથી બની રહ્યુ બસપોર્ટ પાર્ટ-2? કેમ નથી થતો પ્લાન પાસ?

  • Share this:
અમદાવાદમાં ગીતા મંદિર જુના બસ સ્ટેશન પર એરપોર્ટ જેવુ બસપોર્ટ બનાવા માટે કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો. બંને બસપોર્ટ એક સાથે તૈયાર કરવાના હતા, પરંતુ 6 વર્ષ વધુનો સમય વિતવા છતા પણ બસપોર્ટ પાર્ટ-2નું કામ હજુ સુધી શરુ થયુ નથી. તો કોના વાંકે નથી બની રહ્યુ બસપોર્ટ પાર્ટ-ટુ.

અમદાવાદના ગીતા મંદિર પર આવેલ જુના બસ સ્ટેશનને એરપોર્ટ જેવુ બસપોર્ટ બનાવવા માટે 6 વર્ષ પહેલા અપાયો હતો કોન્ટ્રાક્ટ. 2012માં બંને તરફ બસપોર્ટ બનાવવા માટેનુ કામ શરુ કરવાનુ હતુ. તેમ છતાં એક તરફ જ
બસપોર્ટ તૈયાર કરાયુ, અને જૂના બસ સ્ટેશનને નવુ બસપોર્ટ બને તે પહેલા જ તોડી નાંખ્યુ. 6 વર્ષ વીતી ગયા બાદ પણ બસપોર્ટ પાર્ટ ટુનું કામ હજુ સુધી શરૂ થયુ નથી. ત્યારે અનેક સવાલો થાય છે કે, શુ બસપોર્ટ પાર્ટ ટુનો પ્લાન મૂકવા માટે કોન્ટ્રાકટ કંપનીને કહેવામાં નથી આવ્યુ. શુ તંત્રના અધિકારીઓ જાણતા હતા કે, બીજી તરફ પ્લાન મુકશે તો અનેક વિધ્નોની શરુઆત થઇ જશે અને પ્લાન પાસ થવામાં વર્ષો લાગી જશે.

હબટાઉન કંપની દ્વારા બસપોર્ટ પાર્ટ ટુ બનાવવા માટે અમદાવાદ મ્યનિસિપલ કોર્પોરેશનમાં પ્લાન પાસ કરાવવા માટે ફાઈલ મોકલાઇ હતી. ત્યારે પ્લાન વિરુધ્ધ સૌથી મોટુ વિધ્ન હતુ એસટી નિગમ દ્વારા 99 વર્ષના ભાડાપટે જમીન કોન્ટ્રાકટ કંપનીને અપાતા ફોર્મ નંબર 6 પ્લસ 8માં માલિકી હકનો મુદ્દો સામે આવ્યો. જો કે જુના બસસ્ટેશનની જમીન રક્તપિતયા હોસ્પિટલ દ્વારા એસટી નિગમને 1 રૂપિયાના ટોકન ભાવે સેવાકિય પ્રવૃતિ માટે આપવામાં આવી હતી. જે જમીનને લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટ કંપનીએ મુકેલ પ્લાન પાસ ન થયો, અને કાગળો તૈયાર કરતા વર્ષો વિતી ગયા. તો બીજી બાજુ જુના એસટી બસસ્ટેશનનો 39 લાખનો ટેક્ષ ભરવાનો હજુ પણ બાકી છે, ત્યારે આ ટેક્ષ ક્યારે ભરાશે અને ક્યારે બસપોર્ટનુ કામ શરુ થશે તેનો જવાબ તંત્ર પાસે પણ નથી.

અમદાવાદ બસપોર્ટ ગીતા મંદિર ખાતે રોજના લાખોની સંખ્યામાં પ્રવાસીઓની અવર-જવર થય રહી છે, અને 2500થી વધારે બસની અવર-જવર થઈ રહી છે, પરંતુ હાલ તો 25 જેટલા જ પ્લેટફોર્મ છે. જેના કારણે બસપોર્ટ પર પ્રવાસીઓનો તો ટ્રાફિક થાય છે, પરંતુ બસનો પણ ટ્રાફિક થાય છે, અને બસ ક્યા પાર્કિંગ કરવી તે સવાલ થાય છે. ઓછી ક્ષમતા વાળા બસપોર્ટ પર વધુ પ્રવાસીની અવર-જવર થઈ રહી હોવાના કારણે પ્રવાસીઓને પણ સારી સુવિધા મળતી નથી.

સ્ટોરી - વિભુ પટેલ
First published: June 15, 2018
વધુ વાંચો
अगली ख़बर