અમદાવાદ પશ્ચિમના સાંસદ ડૉ.કિરીટ સોલંકી કોરોના પોઝિટિવ, ટ્વિટ કરી આપી જાણકારી

News18 Gujarati
Updated: August 27, 2020, 10:22 PM IST
અમદાવાદ પશ્ચિમના સાંસદ ડૉ.કિરીટ સોલંકી કોરોના પોઝિટિવ, ટ્વિટ કરી આપી જાણકારી
અમદાવાદ પશ્ચિમના સાંસદ ડૉ.કિરીટ સોલંકી કોરોના પોઝિટિવ, ટ્વિટ કરી આપી જાણકારી

જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે અને તેમને વિનંતી છે કે મેડિકલ સલાહ લે - સાંસદ ડૉ.કિરીટ સોલંકી

  • Share this:
અમદાવાદ : રાજ્યમાં (Gujarat)કોરોના વાયરસના (Coronavirus)ના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદ પશ્ચિમના સાંસદ ડૉ.કિરીટ સોલંકી કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમણે ટ્વિટ કરીને આ જાણકારી આપી હતી.

ડૉ.કિરીટ સોલંકીએ ટ્વિટ કર્યું હતું કે 20 ઓગસ્ટ 2020થી મને હળવો તાવ અને ઉધરસ રહેતી હતી, ત્યારથી હું આઈસોલેશનમાં રહ્યો છું. મેં આજે કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો જે પોઝિટિવ છે. હળવા લક્ષણોના કારણે ડોક્ટરોએ સ્ટ્રિક્ટ હોમ ક્વૉરન્ટાઇનની સલાહ આપવાથી ઘરમાં છું. આ દરમિયાન જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે અને તેમને વિનંતી છે કે મેડિકલ સલાહ લે.

આ પણ વાંચો - રાજ્યમાં કોરોનાના નવા 1190 કેસ નોંધાયા, 24 કલાકમાં 17 દર્દીઓના મોત

સાંસદ ડૉ.કિરીટ સોલંકી પહેલા ગુજરાતના સૌથી યુવા ધારાસભ્ય હર્ષ સંઘવી (Harsh Sanghvi) કોરોના પોઝિટિવ (Corona Positive) આવ્યો હતો . તેઓએ જાતે જ ટ્વીટ કરીને આ અંગેની જાણકારી આપી છે. હર્ષ સંઘવી સુરતની મજુરા બેઠક (Surat Majura Constituency) પરથી ભાજપના ધારાસભ્ય (BJP MLA) છે. હર્ષ સંઘવીએ આજે સવારે ટ્વીટ કરીને તેમના સંપર્કમાં આવેલા લોકોને કોરોના ટેસ્ટ (Corona Test)કરાવવાની સલાહ આપી છે. હર્ષ સંઘવી છેલ્લા ઘણા દિવસોથી 'કોરોના વૉરિયર' તરીકે કામ કરી રહ્યા છે. આ દરમિયાન તેઓ ખૂદ પોઝિટિવ આવતા લોકોને તેમના સ્વાસ્થ્યની ચિંતા થઈ રહી છે તેમજ લોકો યુવા ધારાસભ્ય ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે.

આ પહેલા સુરેન્દ્રનગર જિલ્લા (Surendranagar District)ના ભાજપના મહામંત્રીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ (Corona Positive) આવ્યો હતો. તાજેતરમાં ગુજરાત ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની રેલીમાં તેઓ હાજર રહ્યા હતા. જિલ્લા ભાજપા મહામંત્રી જગદીશ મકવાણા (Jagdish Makwana)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા જિલ્લાના ભાજપના કાર્યકરો (BJP Workers) અને નેતાઓમાં ફફડાટ ફેલાયો છે.
Published by: Ashish Goyal
First published: August 27, 2020, 10:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading