Home /News /madhya-gujarat /

અમદાવાદ પશ્ચિમ: લહેરાયો ભગવો, ભાજપનાં કિરીટ સોલંકીની જીત

અમદાવાદ પશ્ચિમ: લહેરાયો ભગવો, ભાજપનાં કિરીટ સોલંકીની જીત

અનુસૂચિત જાતિ માટે અનામત આ બેઠક ઉપર ભાજપ તરફથી સીટિંગ સાંસદ ડૉ. કિરીટ સોલંકી જંગી બહુમતીથી જીત મેળવી છે

અનુસૂચિત જાતિ માટે અનામત આ બેઠક ઉપર ભાજપ તરફથી સીટિંગ સાંસદ ડૉ. કિરીટ સોલંકી જંગી બહુમતીથી જીત મેળવી છે

    ન્યૂઝ18 ગુજરાતી: અમદાવાદ પશ્ચિમ બેઠકનાં EVM ખુલી ગયા છે અને મતગણતરી શરૂ થઇ ગઇ છે. આ સાથે જ શરૂઆતી વલણ પણ સામે આવી ગયા છે. અમદાવાદની પશ્ચિમ બેઠક પરથી ભાજપનાં કિરીટ સોલંકી બીજા રાઉન્ડમાં 40,000  વધુ મતોથી આગળ ચાલી રહ્યાં છે.

    અમદાવાદ પશ્ચિમની બેઠક અસ્તિત્વમાં આવ્યા પછી અને ૨૦૦૯માં લોકસભાના મત વિસ્તારની સીમાઓ ફરીથી નક્કી કરવામાં આવ્યા બાદ અહીં ભાજપ જ વિજયી થયો છે. ૨૦૦૯ કરતાં ૨૦૧૪માં ભાજપના સાંસદકિરીટ સોલંકીની લીડમાં પણ જંગી વધારો નોંધાયો હતો. ત્યારે 2019માં પણ ભાજપને જંગી જીતની આ બેઠક પર આશા છે.

    વર્તમાન સાંસદનું રિપોર્ટ કાર્ડ :
    અમદાવાદ પશ્ચિમના મતદાતાઓ પાસે ખાસ કોઈ પરફોર્મન્સ ન આપી શકેલા બે ઉમેદવારોમાંથી એકની પસંદગી કરવાનો વિકલ્પ છે. વર્તમાન સાંસદ ડૉ. કિરીટ સોલંકીએ ઘણાં કામ કર્યા હોવાનો દાવો કર્યો છે.

    કોની વચ્ચે છે જંગ?
    અનુસૂચિત જાતિ માટે અનામત આ બેઠક ઉપર ભાજપ તરફથી સીટિંગ સાંસદ ડૉ. કિરીટ સોલંકી જયારે કોંગ્રેસ દ્વારા રાજુ પરમારને ટિકિટ આપવામાં આવી છે. કિરીટ સોલંકી છેલ્લી બે ટર્મથી આ બેઠક પર જીત મેળવી રહ્યાં છે. ભાજપનાં
    કિરીટ સોલંકીની વાત કરીએ તો તેઓ MBBS સુધી ભણેલા છે અને તેમની સંપત્તિ 6.76 કરોડ રૂપિયા છે. જ્યારે કોંગ્રેસનાં રાજુ પરમાર BA સુધી ભણેલા છે. અને તેમની સંપત્તિ 23.02 કરોડ રૂપિયા છે.



    અનુમાન:
    ભાજપના ઉમેદવાર અહીંથી બે ટર્મથી ચૂંટાયા છે પરંતુ આ વિસ્તારની પ્રજાના બહુ કામ થયા નથી તેવું મતદારો માને છે. આ બાબત સત્તા વિરુદ્ધ જઈ શકે છે. આ લોકસભાની આ બેઠકના વિસ્તારમાં આવતી વિધાનસભાની સાતમાંથી
    ત્રણ બેઠકો કોંગ્રેસ પાસે તો ચાર ઉપર ભાજપના ઉમેદવારો જીત્યા છે. એલિસબ્રિજમાં છેલ્લી બે ટર્મથી ભાજપના ઉમેદવાર જંગી બહુમતીથી ચૂંટાઈ રહ્યા છે. છતાંય અશાંત ધારાના વિસ્તારમાંના કામોને કારણે સ્થાનિક જૈન પ્રજા નારાજ છે.

    આજ રીતે મણિનગરની બેઠક અને અસારવાની બેઠક પણ ભાજપના જ હાથમાં છે. અમરાઈવાડીના હસમુખ પટેલ પણ ભાજપમાંથી ચૂંટાયેલા છે. આ ચાર સભ્યની તાકાત તેમની પડખે છે. પરંતુ એન્ટી ઇન્કમ્બન્સી અને દરિયાપુરમાંથી
    જીતેલા કોન્ગ્રેસના ગ્યાસુદ્દીન શેખ, જમાલપુર-ખાડિયાની બેઠક પરથી વિજેતા બનેલા ઇમરાન ખેડાવાલા અને દાણીલીમડાના શૈલેશ પરમાર કોંગ્રેસના ઉમેદવાર રાજુભાઈ પરમાર માટે ઉપયોગી બની શકે છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Ahmedabad West Seat, Gujarat 26 Seats, Lok sabha election 2019, Loss, Seat, Verdict2019WithNews18, Win, અમદાવાદ, કોંગ્રેસ, ભાજપ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन