અમદાવાદમાં વિઝા એક્સ્ટેનશનની ઓનલાઇન અરજીમાં છેતરપિંડીનો ગજબ કિસ્સો, વાંચીને તમારૂં મગજ પણ ચકરાવે ચઢશે


Updated: August 17, 2020, 12:18 PM IST
અમદાવાદમાં વિઝા એક્સ્ટેનશનની ઓનલાઇન અરજીમાં છેતરપિંડીનો ગજબ કિસ્સો, વાંચીને તમારૂં મગજ પણ ચકરાવે ચઢશે
આ ફ્રોડ હોવાથી અધિકારીએ ગુજરાત યુનિ. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

આ ફ્રોડ હોવાથી અધિકારીએ ગુજરાત યુનિ. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

  • Share this:
અમદાવાદ: પોર્ટુગલના પાસપોર્ટ પર મુંબઈ અરાઈવલ ઇમિગ્રેશનના ખોટા સ્ટેમ્પ મારી ગુજરાતમાં રહેતા એક વ્યક્તિએ ગજબ યુક્તિ વાપરીને છેતરપીંડી આચરવા જતો જ હતો ત્યાં તે ઝડપાઇ ગયો હોવાનું સામે આવ્યું છે. આ વ્યક્તિના પાસપોર્ટમાં તેનું નામ ફર્નાન્ડિઝ અલડ્રીન અગ્નેલો હતું પણ જ્યારે તેણે પાસપોર્ટ એકસ્ટેન્ડ કરવાની ઓનલાઈન અરજી કરતા તેનો આ ભાંડો ફૂટી ગયો હતો. અને આ વ્યક્તિનું નામ ધાર્મિક પટેલ હોવાનું સામે આવ્યું હતું. ઇમિગ્રેશન ઓફિસરે તપાસ કરતા લંડનથી ઇમરજન્સી સર્ટિફિકેટના ટ્રાવેલ ડોક્યુમેન્ટ પણ મળ્યા હતા. જેથી આ ફ્રોડ હોવાથી અધિકારીએ ગુજરાત યુનિ. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

નવા નરોડામાં રહેતા ચંદ્રમણી ત્રિવેન્દ્ર આંબાવાડી ખાતે FRROની ઓફિસમાં ઇમિગ્રેશન ઓફિસર તરીકે ફરજ બજાવે છે. વિઝા રજિસ્ટ્રેશન અને એક્સ્ટેનશનની આવતી ઓનલાઈન અરજીઓનું વેરિફિકેશન કરવાની ફરજ તેઓ નિભાવે છે. ગત 10મીના રોજ તેઓને ઓનલાઈન ફર્નાન્ડિઝ અલડ્રીન અગ્નેલો નામના વ્યક્તિની વિઝા એક્સ્ટેનશનની અરજી આવી હતી. આ અરજદારે પાસપોર્ટનો બાયોપેઝ, ભારતીય ટુરિસ્ટ વિઝાના ડોક્યુમેન્ટ અને મુંબઈ અરાઈવલ ઇમિગ્રેશનના સિક્કા મારેલા હોય તે ડોક્યુમેન્ટ અપલોડ કર્યા હતા.

જોકે તેઓને મુંબઈ અરાઈવલ ઇમિગ્રેશનના સ્ટેમ્પ બાબતે શંકા ઉપજી હતી. જેથી મુંબઈ એરપોર્ટ ઓફ ઇમિગ્રેશન વિભાગને જાણ કરી તો આ નામનો વ્યક્તિ 20 જાન્યુઆરી 2020માં આવ્યો જ ન હોવાનું આ ઇમિગ્રેશન ઓફિસરને જાણવા મળ્યું હતું. જેથી ખરાઈ કરવા માટે આ ફર્નાન્ડિઝ અલડ્રીન અગ્નેલોને FRRO ઓફિસે બોલાવતા તે 14મી ઓગસ્ટના રોજ આવ્યો હતો. તેનો પાસપોર્ટ તપાસતા તેનો પોર્ટુગલના પાસપોર્ટ પર મુંબઈ અરાઈવલ ઇમિગ્રેશનના સ્ટેમ્પ ખોટા હોવાનું જણાયું હતું.

આ પણ વાંચો - અમદાવાદનાં પોપ્યુલર બિલ્ડર્સની પુત્રવધૂએ પતિ અને સાસરિયા સામે કરી માનસિક અને શારીરિક ત્રાસની ફરિયાદ

જેથી તેની વધુ પૂછપરછ કરતા તેનું નામ ધાર્મિક રમેશભાઈ પટેલ હોવાનું સામે આવ્યું હતું. તે મૂળ આણંદ વિદ્યાનગરનો હોવાનું સામે આવ્યું. ઇમિગ્રેશન અધિકારીએ ઓનલાઈન તપાસ કરતા ઇમરજન્સી સર્ટિફિકેટનું ટ્રાવેલ ડોક્યુમેન્ટ મળ્યું હતું. મુંબઈ અરાઈવલ ઇમિગ્રેશનના સર્ટિફિકેટ લંડનથી ઇસ્યુ કરાયું હતું અને તે 13 જાન્યુઆરીએ ઇસ્યુ કર્યું હતું અને 12 જુલાઈના રોજ એક્સપાયર થતું હતું. વિઝા એકસ્ટેન્ડ કરવા માટે ઓનલાઈન અરજી કરતા આ કૌભાંડ સામે આવ્યું હતું.

આ પણ જુઓ - 

જેથી આ ઇમિગ્રેશન અધિકારીએ ગુજરાત યુનિ. પોલીસને જાણ કરતા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. ગુજરાત યુનિ. પોલીસ સ્ટેશનના સિનિયર પીઆઇ વી. જે. જાડેજાએ જણાવ્યું કે, આ બાબતની ફરિયાદ નોંધવામાં આવી છે. ઠગાઈની અને પાસપોર્ટ એકટની કલમો હેઠળ આ વ્યક્તિ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
Published by: Kaushal Pancholi
First published: August 17, 2020, 8:34 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading