અમદાવાદમાં વિજય ચાર રસ્તા પર મેટ્રોનો સ્લેબ તૂટ્યાના સમાચાર તમારી પાસે પણ આવ્યાં છે? તો જાણો હકીકત

અમદાવાદમાં વિજય ચાર રસ્તા પર મેટ્રોનો સ્લેબ તૂટ્યાના સમાચાર તમારી પાસે પણ આવ્યાં છે? તો જાણો હકીકત
અમદાવાદના વિજય ચાર રસ્તાથી કોર્મસ 6 રસ્તા પર જતા મેટ્રોનો સલેબ તૂટી ગયો છે. આવા સમાચાર સોશિયલ મીડિયામાં ફરતા થયા હતા.

અમદાવાદના વિજય ચાર રસ્તાથી કોર્મસ 6 રસ્તા પર જતા મેટ્રોનો સલેબ તૂટી ગયો છે. આવા સમાચાર સોશિયલ મીડિયામાં ફરતા થયા હતા.

  • Share this:
અમદાવાદમાં કોઈ મોટી ઘટના બની છે આવા કોઈ પણ સમાચાર તમારી પાસે આવે તો તેને ફોરવર્ડ કરતાં પહેલા સૌવાર વિચાર કરજો. સોમવારના દિવસે અમદાવાદના વિજય ચાર રસ્તાથી કોર્મસ 6 રસ્તા પર જતા મેટ્રોનો સલેબ તૂટી ગયો છે. આવા સમાચાર સોશિયલ મીડિયામાં ફરતા થતા તમામ મેટ્રો ટ્રેનના અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. તપાસ કરતા માલુમ થયુ કે, જે ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે તે ફોટો અમદાવાદ નહિ પરંતુ હરિયાણા ગુરગાંવના છે.

ગુરગાંવના સોહના રોડ પર આવેલા 6 કિલોમીટર લાંબો નિર્માણ પામી રહેલો ફ્લાય ઓવર બ્રિજ અચાનક જ પડી ગયો. આ ઘટના શનિવારે એટલે કે  22મી ઓગસ્ટે રાતે 9.30 વાગે બની હતી. બ્રિજ અચાનક જ પડી જવાથી મોટો અવાજ આવ્યો ત્યારે આસપાસ ની સોસાયટીમાં રહેતા લોકો ડરી ગયા હતા.  આ ઘટનામાં 2 લોકો ઘાયલ પણ થયા હતા.આ પણ વાંચો - રાજ્યમાં 26 ઓગસ્ટથી વરસાદનું જોર ઘટશે, જાણો- ફરી ક્યારે વરસાદની પધરામણી થશે?

અગાઉ પણ અમદાવાદમાં સિંહ ફરતો હોવાનો વીડિયો વાયરલ થયો હતો.
અમદાવાદમાં ઘાટલોડિયા બ્રિજ પાસે સિંહ ફરતો જોવા મળ્યો છે લૉકડાઉનના એપ્રિલ મહિનામાં આવો વીડિયો વાયરલ થતા લોકો ગભરાઈ ગયા હતા.

આ પણ જુઓ - કારણ કે વીડિયો જે બ્રિજનો હતો તે ઘાટલોડિયા બ્રિજ જેવો હતો પરંતુ ધ્યાનથી જોયા બાદ ખ્યાલ આવ્યો કે, વીડિયોમાં જે બોર્ડ છે તે ગુજરાતી ભાષામાં નથી તે બોર્ડ કનન્ડ ભાષામાં હતું. જેથી વીડિયો અમદાવાદનો નહીં પરંતુ અન્ય જગ્યાનો હોવાનું સામે આવ્યું હતું.

આ પણ વાંચો - ગુજરાતમાં શ્રીકાર વરસાદને કારણે 206 ડેમમાં 65.64 ટકા પાણી, મોસમનો 102.73% વરસાદ થયો
Published by:Kaushal Pancholi
First published:August 25, 2020, 12:11 pm

ટૉપ ન્યૂઝ