અમદાવાદ: પૂર્વ વિસ્તારમાં માત્ર ગેસના બાટલા ચોરતો હિસ્ટ્રીશીટર 'બાટલો' ઝડપાયો

અમદાવાદ: પૂર્વ વિસ્તારમાં માત્ર ગેસના બાટલા ચોરતો હિસ્ટ્રીશીટર 'બાટલો' ઝડપાયો
પોલીસના હાથે ઝડપાયેલો 'બાટલો'.

સાબિરને લોકો પૂર્વ વિસ્તારમાં બાટલો નામથી ઓળખતા હતો. કારણ કે તે અનેક વિસ્તારોમાં માત્ર ગેસના બાટલાની જ ચોરી કરતો.

  • Share this:
અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાં 30થી વધુ જગ્યાએ ગેસના બાટલા (Gas bottle)ઓની ચોરી કરનાર આરોપી આખરે ઝડપાયો છે. આરોપી મૂળ હિસ્ટ્રીશીટર (History Sheeter) છે, જેણે પોલીસના નાકે દમ લાવી દીધો હતો. આરોપીને ચોરીમાં મદદ કરનાર એક સગીર સામે પણ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. શહેરમાં ચોરીનું પ્રમાણ વધતા પૂર્વ વિસ્તારની પોલીસ સતત પેટ્રોલિંગમાં હતી. આ ચોરીઓને નાથવા પોલીસ ચોર પકડવા અલગ અલગ ટીમ બનાવી કામગીરી કરતી હતી. વટવા પોલીસ (Vatava police)ની ટીમે બાતમી આધારે સાબિર ઉર્ફે બાટલો રંગરેજની ધરપકડ કરી છે.

સાબિરને લોકો પૂર્વ વિસ્તારમાં બાટલો નામથી ઓળખતા હતો. કારણ કે તે અનેક વિસ્તારોમાં માત્ર ગેસના બાટલાની જ ચોરી કરતો. એક સગીર સાથે મળીને તે ચોરી કરવા નીકળતો હતો. સગીર વાહન પર સાબિર ઉર્ફે બાટલાને લઈને જતો હતો અને આસપાસમાં ધ્યાન રાખતો હતો. આ દરમિયાન સાબિર ગણતરીની મિનિટોમાં ગેસનો બાટલો ચોરીને વાહન પર ફરાર થઈ જતો હતો. જે બાદમાં તે મૂળ કિંમતથી ઓછી કિંમતમાં આ ગેસના બાટલા વેચી દેતો હતો.આ પણ વાંચો: અમદાવાદ: દંપતીની હત્યા કરનારા આરોપીઓ અગાઉ નવરંગપુરામાંથી ઊભી પૂછડીએ ભાગ્યા હતા, જુઓ સીસીટીવી

આરોપી પાસેથી પોલીસે ગેસના 15 બાટલા, એક એલસીડી ટીવી, એરકુલર, વેલ્ડિંગ મશીન અને ડ્રીલ મશીન સાથે ત્રણ મોબાઈલ ફોન મળી 1.24 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપીએ વટવા, ઇસનપુર, નારોલ દાણીલીમડા જેવા વિસ્તારોમાંથી બે વર્ષ દરમિયાનમાં આ ચોરીઓને અંજામ આપ્યો છે. આરોપી અગાઉ પણ પોલીસ પકડમાં આવ્યો હતો અને પાસામાં પણ ધકેલાયો હતો. પરંતુ બહાર આવીને પોતાના વિસ્તાર ચોરીઓને અંજામ આપવાનું શરૂ કરી દીધું હતું.

આ પણ વાંચો: પાલનપુર: ધર્મના ભાઈએ જ સગીર બહેન પર આચર્યું દુષ્કર્મ, સગીરાની સંમતી વગર કરાવ્યો ગર્ભપાતઆ પણ વાંચો: અમદાવાદમાં પતિ પત્ની ઔર વો: સાંભળીને જ રુંવાડા ઊભા થઈ જાય તેવો અમાનુષી અત્યાચારનો કિસ્સો

આરોપી આ ચોરીનો મુદ્દામાલ વેચી પોતાના મોજશોખ પૂરા કરતો હતો. એટલું જ નહીં, આ મુદ્દામાલ વેચીને તે પરિવારના શોખ પણ પૂરા કરાવતો હતો. આગામી સમયમાં આરોપી સામે પાસા સહિતની કાર્યવાહી પણ કરાશે. બાટલાના સાથે કોઈ સાગરીત કે પરિવારના સભ્યો જો સંડોવાયેલા હશે તો તેમની સામે પણ પોલીસ કાર્યવાહી કરશે.
Published by:Vinod Zankhaliya
First published:March 16, 2021, 14:51 pm

ટૉપ ન્યૂઝ