વાહ! અમદાવાદ વસ્ત્રાપુરની સોસાયટીનાં રહીશોએ CM ફંડમાં 2 લાખ 1 હજારનું દાન કર્યું


Updated: April 2, 2020, 2:38 PM IST
વાહ! અમદાવાદ વસ્ત્રાપુરની સોસાયટીનાં રહીશોએ CM ફંડમાં 2 લાખ 1 હજારનું દાન કર્યું
સંગઢન સોસાયટી

સંગઠન સોસાયટીના રહીશોએ સ્વીકારી અને ફંડ એકત્ર કરી મુખ્યમંત્રી રાહત ફંડમાં દાન કરીને આત્મસંતોષ મેળવ્યો છે.

  • Share this:
અમદાવાદ: રાજ્ય અને દેશનાં મોટા મોટા લોકો કોરોના વાયરસનાં કેર સામે સરકારની મદદે આવ્યા છે. સેલેબ્સથી માંડીને સામાન્ય માણસ પણ ગુજરાત અને કેન્દ્ર સરકારને પોતાનાથી બનતો ફાળો આપીને વિકટ પરિસ્થિતિમાં મદદ કરી રહ્યાં છે. અત્યાર સુધી મહામારી સામે લડવા માટે કોઇ એક વ્યક્તિ કે પરિવારનાં ફાળા અંગે સાંભળ્યું છે પરંતુ અત્યાર સુધી કોઇ એક સોસાયટી ભેગી થઇને ફાળો આપ્યો હોય તેવું સાંભળ્યું છે? અમદાવાદનાં વસ્ત્રાપુરમાં આવેલી સંગઢન સોસાયેટીએ આવું ભગીરથ કામ કર્યું છે. તેમણે ભેગા મળીને બે લાખ અને એક હજાર રૂપિયાનું દાન કર્યું છે.

સંગઠન સોસાયટીનાં લોકોએ ન્યૂઝ18ગુજરાતીની ટીમ સાથે વાત કરતા જણાવ્યું કે, કોરોનાના વિકટ સમયમાં સરકારને સહયોગ આપવો અમારી ફરજ છે.  કોરોનાની મહામારીમાં લોકો સુધી મદદ પહોંચી રહે તથા મેડીકલમાં પણ મદદ મળી રહે તે માટે સીએમ રીલિઝ ફંડમાં મદદ આપવાનું નક્કી કર્યું છે.

સોસાટીનાં લોકોએ જણાવ્યું કે, સોસાયટીનાં 40 મકાનો પૈકી રૂપિયા એકત્ર કરવામાં આવ્યા અને તે રકમ 2 લાખને પણ વટાવી ગઈ. સોસાયટી એકત્ર કરેલ 2 લાખ 1 હજાર નું ફંડ મુખ્યમંત્રી રાહત ફંડમાં દાન આપ્યું છે જેનાથી અમે કંઇક સારૂં કર્યાની લાગણી થઇ છે.

આ પણ વાંચો - રાજકોટ : રાજ્યનો કોરોના વાયરસનો પ્રથમ દર્દી સ્વસ્થ થઈને ઘરે પહોંચ્યો, માતાને ભેટીને રડી પડ્યો

ઉલ્લેખનીય છે કે, હાલની વિકટ પરિસ્થિતિમાં સરકારે પણ અપીલ કરી હતી જે સંગઠન સોસાયટીના રહીશોએ સ્વીકારી અને ફંડ એકત્ર કરી મુખ્યમંત્રી રાહત ફંડમાં દાન કરીને આત્મસંતોષ મેળવ્યો છે.
First published: April 2, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading