અમદાવાદ: વસ્ત્રાપુર લૂંટનો ભેદ ઉકેલાયો, નશા માટે તમંચો બતાવી લૂંટ કરનાર કિશોર સહિત બેની ધરપકડ


Updated: September 30, 2020, 6:31 PM IST
અમદાવાદ: વસ્ત્રાપુર લૂંટનો ભેદ ઉકેલાયો, નશા માટે તમંચો બતાવી લૂંટ કરનાર કિશોર સહિત બેની ધરપકડ
શહેરમાં લૂંટારુ બેફામ બન્યા હોય તેમ એક જ દિવસમાં વસ્ત્રાપુર વિસ્તારમાં બે અલગ અલગ લૂંટના બનાવ સામે આવ્યા હતા

શહેરમાં લૂંટારુ બેફામ બન્યા હોય તેમ એક જ દિવસમાં વસ્ત્રાપુર વિસ્તારમાં બે અલગ અલગ લૂંટના બનાવ સામે આવ્યા હતા

  • Share this:
અમદાવાદ: વસ્ત્રાપુર વિસ્તારમાં એક જ દિવસે લૂંટારુ એ બે અલગ અલગ જગ્યાએ લૂંટની ઘટનામાં મુખ્ય આરોપીઓને ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યા છે. નશાની ટેવ ધરાવતા આરોપીઓ લૂંટના ગુનાને અંજામ આપતા હોવાનું સામે આવ્યું છે.

શહેરમાં લૂંટારુ બેફામ બન્યા હોય તેમ એક જ દિવસમાં વસ્ત્રાપુર વિસ્તારમાં બે અલગ અલગ લૂંટના બનાવ સામે આવ્યા હતા. જેમાં લૂંટ કરવા આવેલ મુખ્ય આરોપી સુરેશ ઉર્ફે રઘુ પ્રજાપતિ અને કાયદાના સંઘર્ષ રહેલ સગીર પાસેથી દેશી તમંચા સાથે પકડી લઈ ગુનાનો ભેદ ઉકેલાયો છે.

થલતેજ પાસે બાઈક ચાલકને રોકીને અને આલ્ફા મોલ પાસે યુવકને લૂંટી લઈ ફરાર થઈ ગયા હતા. જેમાં આરોપીઓ પોતાના મિત્ર નિમેષ નમ્હાનું ટુ વ્હીલર લઈ લૂંટના ગુનાને અંજામ આપ્યું હતું. જેમાં અગાઉ વસ્ત્રાપુર પોલીસે લૂંટ ગુના વપરાયેલ વાહનના માલિક ધરપકડ કરી છે. લૂંટનો આરોપી સુરેશ ઉર્ફે રઘુ પ્રજાપતિ નશાની ટેવ ધરાવતો હોવાથી પૈસા મેળવવા લૂંટ કરતો હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો - અમદાવાદ: વસ્ત્રાપુરમાં રાત્રે નાસ્તો કરવા ગયા હતા, દેશી કટ્ટો લમણે મુકી યુવક-યુવતીને લૂંટી લીધા

આ પણ વાંચો - અમદાવાદ: ભાઈના મિત્રના કાકાની મદદ લેવી પડી ભારે, મદદના બહાને ગુજાર્યો બળાત્કાર

જો કે વસ્ત્રાપુર થયેલ બે લૂંટ સિવાય અન્ય બે લૂંટ કરી હોવાની કબૂલાત કરી છે, જેમાં દોઢ માસ પહેલા ઇન્કમટેક્ષ અંડર બ્રિજ પાસે વાહન ચાલક રોકી પર્સ લૂંટી લીધું હતું. ત્યાર બાદ મેમનગર એક યુવકને રોકી મોબાઈલ ફોન લૂંટી લીધો હતો.

આમ દેશી તમંચાથી આરોપીઓ એકલ-દોકલ લોકોને ડરાવી લૂંટ ચલાવતો હોવાનું સામે આવ્યું છે, સાથે જ ઉદયપુરમાં વાહન ચોરીમાં ગુન્હામાં પકડાઈ ચુક્યો છે. આ મામલે ક્રાઈમ બ્રાન્ચના acp ડી.પી ચુડાસમાનું કેહવું છે કે, આરોપીઓ નશા કરે છે અને રૂપિયા માટે આ પ્રકારની ઘટનાને અંજામ આપતા હતા.
Published by: kiran mehta
First published: September 30, 2020, 6:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading