liveLIVE NOW

Gujarat curfew Live: કોરોના કેસ પર નિયંત્રણ લાવવા કેન્દ્રથી આવેલ ટીમ વડોદરા રવાના

 • News18 Gujarati
 • | November 21, 2020, 16:39 pm
  facebookTwitter
  LAST UPDATED Sat Nov 21 2020

  AUTO-REFRESH

  Highlights

  16:39 (IST)

  કેન્દ્રથી આવેલ ટીમ વડોદરા જવા રવાના. રિવરફ્રન્ટ હાઉસ ખાતે એક કલાક સમીક્ષા બેઠક કરી. એએમસીએ શરૂ કરેલ સેવાઓ ધન્વતંરી સેવા , સંજીવની વાન, 104 વાન અને વડીલ સુખાકારી સેવાનું પણ નિરીક્ષણ કર્યું. 

  15:25 (IST)
    દક્ષિણ ગુજરાત અને વડોદરા સહિતના વિસ્તારથી આવતા મુસાફરોને ખાનગી બસો દ્વારા એક્સપ્રેસ હાઈવે પાસે ઉતારી દેવામાં આવ્યા છે. જેના કારણે તેમને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. તો બીજી તરફ ખાનગી વાહનો લઇને આવી રહેલા લોકોને શહેરમાં પ્રવેશ આપવામાં ન આવતાં તેમને પરત ફરવાનો વારો આવ્યો છે.

  15:14 (IST)
    અમદાવાદ રેલવે સ્ટેશન અને અમદાવાદ એરપોર્ટ પર આવતા-જતા પ્રવાસીઓને નિયત ટિકિટ અને આઈડી પ્રૂફ બતાવ્યા બાદ કર્ફ્યૂના બે દિવસમાં અમદાવાદ શહેરમાં પ્રવેશ આપવામાં આવશે. અમદાવાદ રેલવે સ્ટેશન ઉતરનારા મુસાફરો માટે ખાસ સિટી બસની વ્યવસ્થા પણ કરાઈ છે. 

  14:36 (IST)
    શહેરમાં કોરોના કેસ વધતા સરકાર મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં વધુ ૩૦૦ ડોક્ટર ટીમ ઉતારવામાં આવશે. રાજ્યના અલગ અલગ શહેરમાંથી ડોક્ટર આવશે અને તેમને એસ. વી. પી, સિવિલ અને સોલા સિવિલમાં જવાબદારી સોંપાશે. 

   

  13:50 (IST)
    અમદાવાદ શહેરમાં કરફ્યૂ ભંગ કરી બહાર નીકળતા લોકો સામે પોલીસ દંડાત્મક કાર્યવાહી કરી છે. ઉપરાંત શહેરના જેટલા પણ એન્ટ્રી પોઈન્ટ છે એના પર પોલીસ બંદોબસ્ત અને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. બહારથી આવતી ગાડીઓને ચેક કરી પૂછપરછ કરી અંદર આવવા દેવામાં આવી રહી છે.

  13:43 (IST)

  નવસારીના પાડોશી શહેર સુરતમાં કોરોના સંક્રમણ ને લઈને તંત્ર ફરીવાર એલર્ટ મોડ પર આવ્યું છે. ત્યારે સુરત નવસારી એન્ટ્રી એક્ઝિટ પોઇન્ટ પર વહીવટી તંત્ર દ્વારા કોઈપણ પ્રકારનું ચેકીંગ હાથ નથી ધરવામાં આવ્યું. માત્ર મરોલી પાસે સુરત પોલીસ કર્મચારીઓ વાહન ચાલકો પાસે માસ્કના નિયમનું પાલન કરાવતા દ્રશ્યો સામે આવ્યા છે પરંતુ નવસારી પોલીસ આ બાબતે હજુ પણ સજાગ નથી.

  દિવાળી પહેલાની ખરીદી અને રજાઓના દિવસો દરમિયાન ગુજરાતમાં કોરોનાનો જાણે વિસ્ફોટ થયો હોય તેમ કેસ સામે આવી રહ્યાં છે. વધતા કોરોનાના કેસને નિયંત્રણમાં લેવા માટે અમદાવાદમાં શુક્રવારે રાતના નવ વાગ્યાથી સોમવારે સવારે 6 કલાક સુધીનો કરફ્યુ લાદવામાં આવ્યો છે. આ સાથે રાજકોટ, વડોદરા અને સુરતમાં પણ પરિસ્થિતિ વણસે નહીં તે માટે શનિવારે રાતના નવ વાગ્યાથી સવારે છ વાગ્યા સુધીનો રાત્રિ કરફ્યુ અમલમાં મૂકવાનો નિર્ણય કર્યો છે.

  મુખ્યમંત્રી વિજય રૂપાણીના વડપણ હેઠળ મળેલી બેઠકમાં આ નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ બેઠકમાં મુખ્ય સચિવ અનિલ મુકીમ ઉપરાંત અમદાવાદનો કોરોનાનો હવાલો સંભાળતા અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તા, અમદાવાદના પોલીસ કમિશનર આરોગ્ય સચિવ ડૉ.જયંતિ રવિ સહિતના અધિકારીઓ સાથે ચર્ચા કરીને ઉપર મુજબના નિર્ણયો લેવામાં આવ્યા.

  ટૉપ ન્યૂઝ