વર્ષો બાદ સ્કૂલ ફ્રેન્ડ્સ મ્ળ્યા, નોકરીની લાલચ આપી 17 લાખ રુપિયા ખંખેર્યા, જાણો અમદાવાદના મિત્રોનો કિસ્સો


Updated: October 17, 2020, 12:19 PM IST
વર્ષો બાદ સ્કૂલ ફ્રેન્ડ્સ મ્ળ્યા, નોકરીની લાલચ આપી 17 લાખ રુપિયા ખંખેર્યા, જાણો અમદાવાદના મિત્રોનો કિસ્સો
મિત્રને એરક્રાફ્ટ એન્જીનિયર અને પિતા આઈબીમા હોવાની ઓળખાણથી કાર્ગો ઓફિસરની લાલચ આપીને 17 લાખ ખંખેરી લીધા.

મિત્રને એરક્રાફ્ટ એન્જીનિયર અને પિતા આઈબીમા હોવાની ઓળખાણથી કાર્ગો ઓફિસરની લાલચ આપીને 17 લાખ ખંખેરી લીધા.

  • Share this:
અમદાવાદ : અનેક એવી કહાનીઓ સાંભળવા મળી હશે કે સ્કૂલમાં ભણ્યા બાદ નોકરીએ લાગતા મિત્રો વિખુટા પડયા હોય. પણ બાદમાં સોશિયલ મીડિયા  (Social Media) થકી ફરી એજ મિત્રો સ્કૂલમાં હતા તેમ ભેગા થતા હોય છે. આવી જ વાતને લગતી એક કહાની સામે આવી છે. સ્કૂલમાંથી (School friend)છૂટા પડયા બાદ બે મિત્રો સોશિયલ મીડિયા પર મળ્યા અને બાદમાં એકબીજા સાથે સંપર્ક કરવા લાગ્યા હતા. ફરી એક વાર મિત્રતા બંધાઈ અને ઠગ (fraud) મિત્રએ તેનો લાભ લઈને તેના જ મિત્રને એરક્રાફ્ટ એન્જીનિયર અને પિતા આઈબીમા હોવાની ઓળખાણથી કાર્ગો ઓફિસરની લાલચ આપીને 17 લાખ ખંખેરી લીધા. આ યુવક તેના મિત્રએ કરેલી ઠગાઈનો ભોગ બન્યો અને તપાસ કરી તો જૂની એક સ્કૂલ મિત્રના પતિને પણ આવી લાલચો આપીને આ મિત્રએ ઠગાઈ કરી હોવાનું સામે આવ્યું. જેથી તમામ લોકોની પોલીસે ફરિયાદ નોંધી હવે મિત્રતામાં દગો કરી પૈસા ચાઉં કરનાર ઠગબાજને પોલીસેે ઝડપી પાડ્યો છે. જેમાં આરોપીએ ખુલાસો કર્યો છે કે, તેને ઇન્સ્ટાગ્રામ પર  એક યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. તેને શોપિંગ કરાવાવમાં આ લોખો રૂપિયા વાપરી નાંખ્યા છે.

જશોદાનગર ખાતે રહેતા મેહુલ વંડીકર વડોદરામાં એન્જીનીયર તરીકે એક કંપનીમાં કામ કરે છે. તેઓ જ્યારે અમરાઈવાડી ખાતે એક સ્કૂલમાં અભ્યાસ કરતા હતા ત્યારે તેમની સાથે હર્ષદ પાટીલ નામનો વિદ્યાર્થી પણ ભણતો હતો. જોકે સ્કૂલ પુરી થયા બાદ તે બંને મળ્યા ન હતા. પણ વર્ષ 2019માં મેહુલભાઈનો ફરી તેમના વિદ્યાર્થી મિત્ર એવા હર્ષદ સાથે ફેસબુક થકી સંપર્ક થયો હતો. બાદમાં બને મિત્રો એકબીજા સાથે વાત કરતા હતા ત્યારે હર્ષદે જણાવ્યું કે, તે એરપોર્ટ ખાતે એર ટ્રાફિક કન્ટ્રોલર તરીકે નોકરી કરે છે. હર્ષદે મેહુલભાઈને દિલાસો આપ્યો કે, તેઓ ઈન્ડિગો એરમાં એરક્રાફ્ટ એન્જીનિયર તરીકે નોકરી અપાવશે. હર્ષદે તો એવી પણ ડંફાશ મારી કે, તેના પિતાજી આઈ.બી. માં મોટી પોસ્ટ પર હોવાથી તેમની ઊંચી ઓળખાણથી કાર્ગો ઓફિસર તરીકે સેટિંગ કરાવી આપશે. મેહુલભાઈને આ વાતોમાં રસ પડતા જ હર્ષદે તેનો ફાયદો ઉઠાવી ફોર્મ ભરવાના અને મેડિકલના તથા અમુક સર્ટિફિકેટના એમ કરી પહેલા 6 લાખ અને બાદમાં ટુકડે ટુકડે 11 લાખ એમ કુલ 17 લાખ પડાવી લીધા હતા.

નવરાત્રી દરમિયાન અંબાજી મંદિર ખુલ્લું રહેશે, આરતીમાં ભક્તોને પ્રવેશ નહીં મળે

અરબી સમુદ્રમાં વેલમાર્ક લો પ્રેશર સક્રિય થતા બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું, ભારે વરસાદની આગાહી

બાદમાં લોકડાઉન આવતા તે સમયનો ફાયદો ઉઠાવી હર્ષદે મેહુલભાઈને જણાવ્યું કે, હાલ કંપનીનું તમામ કામ બંધ છે અને  લોકડાઉન ખુલ્યા બાદ ધીમે ધીમે નોકરી ચાલુ થશે. બાદમાં હર્ષદ તેના મિત્ર મેહુલભાઈને વિમાન મારફતે કોલકતા લઈ ગયો હતો. ત્યાં અમુક ડોક્યુમેન્ટ પર સહીઓ  કરવાનું કહીને લઈ ગયો હતો પણ ત્યાં પહોંચતા જ એચ.ઓ.ડી સાહેબ નથી તેમ કહી ડોક્યુમેન્ટ તેને આપીને મેહુલભાઈ ને અમદાવાદ નીકળી જવાનું કહ્યું હતું. હર્ષદ બીજા દિવસે આ કામ પતાવીને આવશે તેમ કહી મેહુલભાઈને પરત મોકલી દીધા હતા.
જોકે, બાદમાં દુબઈ ખાતે સર્ટિફિકેટ બનાવવાના હોવાનું કહી તેણે ફરી 50 હજાર પડાવ્યા હતા. જોકે બાદમાં પણ નોકરીનું ઠેકાણું ન પડતા મેહુલભાઇએ 17 લાખ પરત માંગ્યા હતા. જેથી આ હર્ષદે કહ્યું કે, આ બધું લખીને આપવું પડશે. બાદમાં મેહુલભાઈએ તપાસ કરી તો હર્ષદ ફ્રોડ કરતો હોવાનું સામે આવ્યું હતું.

હર્ષદે તેની સાથે ભણતી હેતલ ખાપેકરના પતિને પણ નોકરીની લાલચ આપીને 1.50 લાખ પડાવ્યા હતા.  વધુ તપાસ કરતા હર્ષદે તેમના ફ્લેટમાં રહેતા એક વ્યક્તિના પણ 78 હજાર નોકરીની લાલચ આપીને પડાવ્યા હોવાનું સામે આવતા મેહુલભાઈએ આ અંગે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે તપાસ શરૂ કરી છે.
Published by: Kaushal Pancholi
First published: October 17, 2020, 7:12 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading