અમદાવાદઃ યોગી આદિત્યનાથ અને રૂપાણીના કાફલાની ગાડીનો સામસામે અકસ્માત

Sanjay Joshi | News18 Gujarati
Updated: December 26, 2017, 5:47 PM IST
અમદાવાદઃ યોગી આદિત્યનાથ અને રૂપાણીના કાફલાની ગાડીનો સામસામે અકસ્માત
અ્મદાવાદના ઇન્દિરા બ્રિજ પાસે યુપી CM યોગી આદિત્યનાથના ગાડી-કાફલાને નડ્યો અકસ્માત

અમદાવાદઃ ઈન્દિરા બ્રિજ પાસેથી પસાર થતી વખતે યુપી CM યોગી આદિત્યનાથની  ગાડીનો કાફલો અને ગુજ. CM રૂપાણીની ગાડીનો કાફલો સામસામે આવી જતાં અકસ્માતની ઘટના બની હતી.

  • Share this:
અમદાવાદઃ ઈન્દિરા બ્રિજ પાસેથી પસાર થતી વખતે યુપી CM યોગી આદિત્યનાથની  ગાડીનો કાફલો અને CM રૂપાણીની ગાડીનો કાફલો સામસામે આવી જતાં અકસ્માતની ઘટના બની હોવાની માહિતી મળી છે.

વધુ વિગત જાણવા મળ્યા મુજબ, અમદાવાદના ઈન્દિરા બ્રિજ પાસેથી પસાર થઈ રહેલા CM યોગી આદિત્યનાથના ગાડી-કાફલાએ અચાનક ઇમર્જન્સી બ્રેક મારતાં ચાર ગાડીઓ એકબીજા સાથે અથડાઈ હતી.

ગાડીઓએ અચાનક બ્રેક મારતાં યુપી CM યોગી અને CM રૂપાણીનો ગાડી-કાફલો સામસામે આવતાં અકસ્માતની ઘટના બની હતી. અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર નથી.

ઉલ્લેખનીય છે કે ગુજરાતના CM અને બીજા નેતાઓના શપથ વિધિમાં આવેલા યુપીના CM યોગી આદિત્યનાથના ગાડીના કાફલાને નડ્યો હતો અકસ્માત.
First published: December 26, 2017, 3:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading