અમદાવાદ : એક યુવતી અને બે પોલીસકર્મીનો પ્રણય ત્રિકોણ, બળાત્કાર ગુજારનાર પોલીસકર્મી સામે ફરિયાદ

અમદાવાદ : એક યુવતી અને બે પોલીસકર્મીનો પ્રણય ત્રિકોણ, બળાત્કાર ગુજારનાર પોલીસકર્મી સામે ફરિયાદ
પ્રતિકાત્મક તસવીર

યુવતી પોલીસ સ્ટેશનમાં અરજી આપવા આવી હતી ત્યારે એક પોલીસકર્મીના સંપર્કમાં આવી હતી, આ કર્મી થકી તે આરોપી પોલીસકર્મીના સંપર્કમાં આવી હતી.

  • Share this:
અમદાવાદ : જેના માથે લોક સુરક્ષાની જવાબદારી છે એવા જ પોલીસ કર્મચારી (Gujarat Police) વિરૂદ્ધ બળાત્કારની ફરિયાદ (Rape Complaint) નોંધાતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે. લગ્નની લાલચ આપી પોલીસ કોન્સ્ટેબલ (Police Constable) છેલ્લા દોઢ વર્ષથી યુવતી સાથે દુષ્કર્મ કરતો રહ્યો હતો. પરંતુ જ્યારે વાત લગ્ન કરવા પર અટકી ત્યારે બળાત્કારી પોલીસકર્મીનો અસલી ચહેરો સામે આવ્યો અને યુવતીને મારી નાખવાની મારી નાખવાની ધમકી આપી છે. જે અંગે ગુનો નોંધાતા એરપોર્ટ પોલીસે (Airport Police) વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદના એરપોર્ટ પોલીસ મથકે 24 વર્ષની યુવતીએ ફરિયાદ નોંધાવી છે કે સરદારનગર પોલીસ મથકમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલ મહેશ ગાભાભાઈ વાઘેલાએ યુવતી સાથે દોઢ વર્ષ સંબંધ રાખ્યો અને બાદમાં લગ્ન કરવાનો ઈનકાર કર્યો હતો. કોન્સ્ટેબલે યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્નના બહાને અલગ અલગ ગેસ્ટહાઉસ અને ભાડાના મકાનમાં લઈ જઈ મરજી વિરુધ્ધ બળાત્કાર ગુજાર્યો હતો. જોકે, 16 જૂનના રોજ છેલ્લી વખતે બંને મળ્યા હતા અને પોલીસકર્મી મહેશે લગ્ન કરવાની ના પાડતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. આખરે આજે ફરિયાદ નોંધાતા પોલીસે બળાત્કાર, મારી નાખવાની ધમકી આપવા અંગે ફરિયાદ નોંધી પોલીસકર્મીની ધરપકડ માટેની કાર્યવાહી હાથ ધરી છે.બળાત્કારની ફરિયાદ પહેલા બંનેની વચ્ચે મુલાકાતની વાત કરીએ તો તેમા વધુ એક પોલીસકર્મીની સંડોવણી સામે આવી છે. બે વર્ષ પહેલા પીડિત યુવતી માધુપુરા પોલીસ મથકે એક અરજી કરવા ગઈ હતી અને ત્યાં તેનો પરિચય પંકજ નામના એક પોલીસકર્મી સાથે પરિચય થયો હતો. પંકજ થકી મહેશ વાઘેલા આ યુવતીના પરિચયમાં આવ્યો હતો અને પ્રણય ત્રીકોણ રચાયો હતો. જોકે, પંકજ પહેલાથી જ પરિણીત હતો. જોકે, મહેશની પત્નીનું નિધન થઈ ચુક્યું છે અને તેને બે દીકરી હોવાથી તે યુવતી સાથે લગ્ન કરી સંસાર વસાવવા માંગતો હતો. પરંતુ મહેશના પરિવારે લગ્નની મંજૂરી ન આપતા બંનેના લગ્ન ન થયાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.

આ પણ વાંચો  : ડ્રગ્સ માફિયાઓને પતંજલિની સફળતાથી મરચાં લાગ્યા, આતંકી હોય તેમ FIR કરાવી : બાબા રામદેવ

 

આ પણ વાંચો : 'તને બીજી પત્ની તરીકે રાખીશ' કહીને શરીર સંબંધ બાંધ્યો, યુવક ફરી જતાં મહિલાએ ફરિયાદ આપી

બળાત્કારની ફરિયાદ નોંધાવનાર યુવતી એક નહીં, પરંતુ બે બે પોલીસકર્મીનો ભોગ બની છે. જોકે, મહેશે તેને લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજાર્યો હતો. ઉપરાંત જ્યારે લગ્ન માટે વાત કરી તો યુવતીને મારી નાખવાની ધમકી આપી હતી. જેથી 15 દિવસ પહેલા અરજી અને બાદમાં ફરિયાદ નોંધાઈ છે.
First published:July 01, 2020, 16:08 pm