અમદાવાદ : શેરમાર્કેટનું ગેરકાયદે સોફ્ટવેર રાખનારા વાસુ પટેલ અને કરણ ઠક્કર ઝડપાયા

અમદાવાદ : શેરમાર્કેટનું ગેરકાયદે સોફ્ટવેર રાખનારા વાસુ પટેલ અને કરણ ઠક્કર ઝડપાયા
શહેરના વાડજ પોલીસે બે યુવાનની ધરપકડ કરી છે. આ બંને યુવાન શેરમાર્કેટમાં સોદા પાડવા માટે ગેરકાયદે સોફ્ટવેર રાખતા હતા

સ્ટોક એક્સેન્જ બોર્ડમાં SOFFICE અને ગોલ્ડમાઈન સોફ્ટવેરનો ઉપયોગ કરવાની સત્તા માત્રને માત્ર સ્ટોક એક્સેન્જ બોર્ડને જ હોય છે. તે છતા ઝડપાયેલા બંને આરોપીઓ આ સોફ્ટવેરનો ઉપયોગ કરી સોદા કરતા હતા

  • Share this:
અમદાવાદ : શહેરના વાડજ પોલીસે બે યુવાનની ધરપકડ કરી છે. આ બંને યુવાન શેરમાર્કેટમાં સોદા પાડવા માટે ગેરકાયદે સોફ્ટવેર રાખતા હતા. વાડજ પોલીસે વાસુ પટેલ અને કરણ ઠક્કર નામના બે વ્યક્તિઓની વાડજ વિસ્તારમાંથી ધરપકડ કરીને લેપટોપ તથા મોબાઈલ સહીતનો મુદ્દામાલ કબજે કર્યો છે.

પોલીસની પકડમાં રહેલા આ બંને યુવાનો દેખાવમાં તો ઘણાં માસુમ અને સરળ દેખાઈ આવે છે. પરંતુ તેમણે જે કારસ્તાન કર્યું છે તે ભારતીય અર્થતંત્રને ઘણું મોટું નુકસાન પહોંચાડવાનું કર્યું છે. સ્ટોક એક્સેન્જ બોર્ડમાં SOFFICE અને ગોલ્ડમાઈન સોફ્ટવેરનો ઉપયોગ કરવાની સત્તા માત્રને માત્ર સ્ટોક એક્સેન્જ બોર્ડને જ હોય છે. તે છતા ઝડપાયેલા બંને આરોપીઓ આ સોફ્ટવેરનો ઉપયોગ કરી સોદા કરતા હતા. આરોપીઓ પાસે આ સોફ્ટવેર કેવી રીતે આવ્યું તે હાલ તપાસનો વિષય બનીને રહી ગયો છે.આ પણ વાંચો - રાજકોટ : પારડી ગામે પીવાના પાણીના પ્રશ્ને સર્જાઈ પારાયણ, મંત્રીએ ભાગવું પડ્યું!

વાડજ પોલીસના સંકજામાં આવેલા વાસુ પટેલ અને ઠક્કર બંધુઓની ઓફીસ પણ શેર માર્કેટની જ હતી. પરંતુ તે ઓફીસની અંદર ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હતી. વાસુ ભાઈ પટેલ તથા કરણ ઠક્કર બને મળીને ઓનલાઈન સોદા લખાવતા હતા અને તેની કપાત પણ જાતે જ કરતા હતા.

ઉલેખનીય છે કે શેરબજારની ઓફીસમાં રોજ બરોજના જે કોઈ સોદા થતા હોય છે તે સોદા સ્ટોક એક્સચેન્જ અથવા અન્ય કોઈ અધિકૃત એજન્સી થકી થતા હોય છે. પરંતુ વાડજ પોલીસે પકડેલા પટેલ અને ઠક્કર બંધુઓ શેર માર્કેટના નામે ડબ્બા ટ્રેડીંગ કરતા હોવાનું સામે આવ્યું હતું. ત્યારે હાલ પોલીસે બને યુવાનોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ આવનારા સમયમાં સેબીને પણ સમગ્ર બનાવની જાણ લેખિતમાં કરશે.
Published by:Ashish Goyal
First published:January 23, 2021, 17:09 pm

ટૉપ ન્યૂઝ