આજથી ફેન્સી કે અનધિકૃત નંબર પ્લેટ સામે ખાસ ડ્રાઇવ, નવા નિયમ પ્રમાણે દંડ વસૂલ કરાશે

News18 Gujarati
Updated: November 23, 2019, 8:03 AM IST
આજથી ફેન્સી કે અનધિકૃત નંબર પ્લેટ સામે ખાસ ડ્રાઇવ, નવા નિયમ પ્રમાણે દંડ વસૂલ કરાશે
અમદાવાદ ટ્રાફિક પોલીસ (ફાઇલ તસવીર)

કોઈ વાહન ચાલક નિયમ ભંગ કરતા પકડાશે તો તેની સામે નવા મોટર વ્હીકલ એક્ટ પ્રમાણે દંડ વસૂલ કરવામાં આવશે.

  • Share this:
અમદાવાદ : અમદાવાદમાં આજથી (તા. 23-11-2019) સાત દિવસ સુધી ફેન્સી કે અનધિકૃત નંબર પ્લેટ સાથે વાહન હંકારતા લોકો સામે ટ્રાફિક પોલીસ કાર્યવાહી કરશે. આ માટે આજથી સવારના સાડા આઠ વાગ્યાથી રાતના દસ વાગ્યા સુધી ટ્રાફિક પોલીસ ખાસ ઝૂંબેશ ચલાવશે. આ દરમિયાન જો કોઈ નિયમ ભંગ કરતા પકડાશે તો તેની સામે નવા મોટર વ્હીકલ એક્ટ પ્રમાણે દંડ વસૂલ કરવામાં આવશે. આ માહિતી નાયબ પોલીસ કમિશ્નર પશ્ચિમ (ટ્રાફિક) અમદાવાદની યાદીમાં જણાવવામાં આવી છે.

નવા કાયદા પ્રમાણે દંડ વસૂલાશે

અખબારી યાદીમાં જણાવાયું છે કે, અમદાવાદ શહેરમાં હજી ઘણા વાહન ચાલકો પોતાના વાહનની નંબર પ્લેટ ફેન્સી તમજ અનધિકૃત લગાવી વાહન ચલાવે છે. જેથી આવી ફેન્સી તેમજ અનધિકૃત નંબર પ્લેટ લગાવેલા વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવા તા.23/11/19 ના કલાક 8/30 થી તા. 30/11/19 ના કલાક 22/00 સુધી સ્પેશલ ડ્રાઇવ રાખવામાં આવી છે. જેમાં હાલમાં એમ.વી.એક્ટના નવા સુધારા કલમ-192 મુજબ જેમાં ટુ-વ્હીલર દંડ રૂપિયા- 300/-, થ્રી-વ્હીલર દંડ રૂપિયા- 400/-, ફોર-વ્હીલર દંડ રૂપિયા-500/- તથા અન્યના દંડ રૂપિયા-1000/- ની જોગવાઇ કરેલી છે.નંબર પ્લેટ સાથે છેડછાડ કરનાર લોકો પણ દંડાશે

ટ્રાફિક પોલીસની યાદીના જણાવ્યા પ્રમાણે, ઘણા વાહન ચાલકો વાહનના રજીસ્ટ્રેશન નંબર પરથી વાહનની ઓળખ ન થાય તે માટે જાણી જોઈને પોતાના વાહનનો આર.ટી.ઓ. રજીસ્ટ્રંશન નંબર પ્રથમ દ્રષ્ટીએ સ્પષ્ટ જાણી ન શકાય અથવા વાહનનો રજીસ્ટ્રેશન નંબરની ઓળખ છૂપાવવા માટે નંબર પ્લટેના લખેલા આંકડામાં છેડછાડ (દા.ત.- ‘‘0’’, ‘‘3’’ નો ‘‘8’’ તથા ‘‘5’’નો ‘‘6’’ વિગેરે) કરતા હોય છે. આવું કૃત્યુ ઇ.પી.કો. કલમ-415 ની વ્યાખ્યા મુજબ ગુનો બનતો હોય તો તેવા વાહન ચાલકો વિરુદ્ધ ઇ.પી.કો. કલમ-417 (છેતરપીંડી) મુજબ કાયદેસરની કાર્યાવહી કરવામાં આવશે.

આ સાથે જણાવવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિ ટ્રાફિક ડ્રાઇવ દરમિયાન પોલીસ સાથે બિનજરૂરી ઘર્ષણ કરે અથવા કાયદાનો ભંગ કરે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.
First published: November 23, 2019
વધુ વાંચો
अगली ख़बर