અમદાવાદ : પ્રથમ દિવસે રૂ. 7 લાખનો દંડ વસૂલાયો, હેલ્મેટ ન પહેરવા બદલ 622 લોકો દંડાયા

News18 Gujarati
Updated: September 17, 2019, 12:53 PM IST
અમદાવાદ : પ્રથમ દિવસે રૂ. 7 લાખનો દંડ વસૂલાયો, હેલ્મેટ ન પહેરવા બદલ 622 લોકો દંડાયા
તસવીર @AhmedabadPolice

અલગ અલગ પ્રકારના 1900 થી વધુ કેસ કરાયા, રોડ-રસ્તા સુધાર્યા બાદ દંડની રકમ વસૂલ કરવાની લોક માંગ.

  • Share this:
હર્મેશ સુખડિયા, અમદાવાદ : સોમવારથી રાજ્યમાં ટ્રાફિકના નવા નિયમો અમલી બની ગયા છે. જેમાં રાજ્યભરમાં ટ્રાફિક નિયમો ન પાળનારાઓ સામે ટ્રાફિક પોલીસે હળવી કામગીરી કરી હતી. પોલીસે લોકો ભયમાં ન મૂકાય તે રીતે રૂટિન કામગીરી કરી હતી. નવા દંડની જોગવાઇના અમલીકરણના પહેલા દિવસે ટ્રાફિક પોલીસે કુલ અલગ અલગ પ્રકારના 1900 કેસ કરી સાત લાખથી વધુનો દંડ વસૂલ્યો હતો.

ટ્રાફિકના નિયમો ન પાળનારા લોકો સામે ટ્રાફિક પોલીસે કાર્યવાહી શરૂ કરતા ક્યાંક આ નિયમોને લઈને નારાજગી પણ જોવા મળી હતી. અમદાવાદ ખાતે પોલીસે પ્રથમ દિવસે રૂ. 7 લાખ 2 હજારનો દંડ વસૂલ્યો હતો. ટ્રાફિક પોલીસના કહેવા પ્રમાણે દિવસ દરમિયાન અલગ અલગ પ્રકારના 1900 પોલીસે કેસ કરવામાં આવ્યા હતા. આ કેસમાં મુખ્યત્વે ટ્રાફિક સાઈન ભંગના 49 કેસ, ગેરકાયદે પાર્કિંગના 398 કેસ, હેલ્મેટ ન પહેરવાના 622 કેસ, સીટ બેલ્ટ ન બાંધ્યા હોય તેવા 226 કેસ, ડાર્ક ફિલ્મના 48 કેસ, ત્રણ સવારી 362 કેસ, લાઇસન્સ વગરના 50 કેસ કરાયા હતા.

આ પણ વાંચો : વડોદરામાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર 23 પોલીસકર્મીને મેમો ફટકાર્યો

નવા નિયમો અમલી બન્યા છે ત્યારે સરકારી કર્મીઓ નિયમો પાળવામાં પાછળ રહ્યા હોવાનું પણ સામે આવ્યું છે. ટ્રાફિક પોલીસ વિભાગમાં નોંધાયેલા આંકડા પ્રમાણે તા.7થી14 સપ્ટેમ્બર સુધીમાં 124 સરકારી કર્મીઓ દંડાયા હતા. સરકારી કર્મીઓ પાસેથી 13,100 રૂપિયાનો દંડ વસૂલાયો હતો. ટ્રાફિક વિભાગે જણાવ્યું હતું કે આગામી સમયમાં પણ હળવી રીતે લોકો પાસેથી ટ્રાફિક નિયમ ભંગ બદલ દંડની વસૂલાતની કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.

આ પણ વાંચો : ટ્રાફિક દંડ સામે વકીલોની રજૂઆત 'કામના કલાકો દરમિયાન ચેકિંગ ન કરો'
First published: September 17, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading