રોંગ સાઇડ વાહન ચલાવો છો? તો થઇ શકે છે 3000 રૂ. સુધીનો દંડ, નહીં ભરો તો લાઇસન્સ રદ

News18 Gujarati
Updated: September 28, 2019, 2:58 PM IST
રોંગ સાઇડ વાહન ચલાવો છો? તો થઇ શકે છે 3000 રૂ. સુધીનો દંડ, નહીં ભરો તો લાઇસન્સ રદ
પ્રતિકાત્મક તસવીર

 શું તમને થોડુ ફરવું ન પડે એટલે રોંગ સાઇડ વાહન હંકારવાની ટેવ છે?

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : શું તમને થોડુ ફરવું ન પડે એટલે રોંગ સાઇડ વાહન હંકારવાની ટેવ છે? તો સતર્ક થઇ જજો, અમદાવાદ પોલીસ મસમોટો દંડ ફટકારશે. અમદાવાદમાં ટ્રાફિક પોલીસે નાગરિકોને જાગૃત કરવા માટે ખાસ ડ્રાઇવનું આયોજન કર્યું છે જે 30મી સપ્ટેમ્બર સુધી ચાલશે. આ ડ્રાઇવમાં પોલીસ રોંગ સાઇડ વાહન ચલાવનારા ચાલકો પર કડક કાર્યવાહી કરશે. નવા નિયમ મુજબ રોંગ સાઇડ વાહન હાંકનાર ટુ વ્હીલર અને થ્રી વ્હીલર ચાલકને 1500 રૂપિયા તેમજ ફોર વ્હીલર વ્હીકલ ચાલકને 3000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. જો આ ઝડપાયેલા ચાલકો દંડ નહીં કરે તો તેમનું ડ્રાઇવિંગ લાઇસન્સ પમ રદ થઇ શકે છે.

દંડ નહીં ભરો તો લાઇસન્સ રદ થઇ શકે છે

પોલીસ હવે મુખ્ય માર્ગોની સાથે નાની ગલીઓમાં ઉભી રહેશે જેથી પોલીસથી બચવા તમે અંદરનો રસ્તો પકડ્યો હશે તો પણ તે તમને ઝડપી પાડશે. આ સાથે રોન્ગ સાઇડમાં પકડાયેલા વાહન ચાલક સ્થળપર દંડ નહી ભરે તો તેમની સામે ગુનો નોધીને તેઓની અટકાયત કરીને આરટીઓ કચેરીમાં લઇ જવામાં આવશે. જે બાદ આરટીઓ અધિકારી દ્વારા આવા વાહન ચાલક સામે કાનૂની કાર્યવાહી કરીને ડ્રાઇવિંગ લાઇસન્સ રદ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ જુઓ : મહિલા પાસે હેલ્મેટ અને લાયસન્સ ન હોવાથી ટ્રાફિક પોલીસે અપશબ્દો બોલતાં ધર્ષણ

આ પણ વાંચો : અમદાવાદઃ TRB જવાન પાસેથી રૂ.15 ભાડું લીધું, રિક્ષા ચાલકને રૂ.3500 મેમો ફટકાર્યોજાણો પોલીસ કયા કયા રસ્તાઓ પર ઉભી રહે છેડ્રાઇવ-ઇન સિનેમા પાસે, ઘાટલોડિયા ચાણક્યપુરી બ્રિજ-પ્રભાત ચોક તરફ બન્ને બાજુ, સોલા ઓવર બ્રિજ નીચે સાયન્સ સીટીરોડ, ગોતા બ્રિજ રોન્ગ સાઇડમાં આવતા વાહનો નવરંગપુરામાં નહેરુબ્રિજ ચાર રસ્તા, સ્વસ્તિક ચાર રસ્તા, પંચવટી સર્કલ અને લો-ગાર્ડન વિસ્તારનો સમાવેશ થાય છે. નારણપુરામાં અંકુર ચાર રસ્તા, એ.ઈ.સી ચાર રસ્તા, વાડજ ઉસ્માનપુરા ચાર રસ્તા, અખબારનગર સર્કલ સહિત પશ્ચિમ વિસ્તારમાં કુલ 81 સહિત અમદાવાદ શહેરમાં 128 રસ્તાઓનો સમાવેશ થાય છે.
First published: September 28, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading