અમદાવાદ : વેપારી વ્યાજખોરોની 'જાળ'માં ફસાતા પાયમાલ બન્યો, દુકાન પણ ગુમાવી

News18 Gujarati
Updated: October 4, 2019, 9:40 AM IST
અમદાવાદ : વેપારી વ્યાજખોરોની 'જાળ'માં ફસાતા પાયમાલ બન્યો, દુકાન પણ ગુમાવી
પ્રતિકાત્મક તસવીર

વ્યાજના વિષચક્રમાં વેપારી ફસાતો જ ગયો, સાત નાણા ધીરનાર લોકો પાસેથી લાખો રૂપિયા લીધા હતા.

  • Share this:
હર્મેશ સુખડિયા, અમદાવાદઃ શહેરના પૂર્વ વિસ્તારમાં બિલાડીની ટોપની જેમ વ્યાજખોરો ફૂટી નીકળ્યા છે. થોડાસમય પહેલા જ ઓઢવ, બાપુનગર સહિતના પોલીસ સ્ટેશનોમાં વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાઇ હતી. હવે વધુ એક ફરિયાદ બાપુનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. એક વેપારીને ધંધામાં મંદી આવતા વ્યાજે લીધેલા થોડા નાણાં ચૂકવી શક્યા ન હતા. આ વેપારીએ એક પછી એક એમ સાત વ્યાજખોરો પાસેથી લાખો રૂપિયા લીધા હતા. જે બાદમાં વ્યાજખોરોએ દુકાન પચાવી પાડતા વેપારી પાયમાલ થઇ ગયો હતો. હાલ વેપારીએ આ મામલે બાપુનગર પોલીસનો સંપર્ક કરી સાત વ્યાજખોરો સામે ફરિયાદ નોધાવી છે.

બાપુનગરમાં રહેતા મહોમદ ઇશાક કુરેશી તે જ વિસ્તારમાં મટનની દુકાન ધરાવે છે. પૈસાની જરૂર પડતા તેમણે દુકાનની સામે આવેલી એસ આર ગ્રુપ ફાઇનાન્સના સચીન રાજપૂત પાસેથી એક લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. સચીન રાજપૂતે 20 હજાર વ્યાજ કાપી 80 હજાર આપ્યા હતા. વેપારીએ પચાસ દિવસમાં વ્યાજ સાથે એક લાખ ચૂકવી દીધા હતા. બાદમાં ફરી જરૂર પડતા વેપારીએ એક લાખ લીધા હતા. બાદમાં ધંધામાં મંદી નડતાં તેઓ રૂપિયા ચૂકવી શક્યા ન હતા. વેપારીએ 35 દિવસના 70 હજાર ચૂકવ્યા હતા પણ 15 દિવસના 30 હજાર ચૂકવવાના બાકી હતા. વ્યાજખોર સચીન અવાર નવાર વેપારીના ઘરે જઇને ઉઘરાણી કરતો હતો.

આ પણ વાંચો :  અમદાવાદની યુવતી બે દિવસથી ગુમ, સોહા અલી ખાનની અપીલ બાદ લોકો શોધખોળમાં જોડાયા

સચીનના પૈસા ચુકવવા માટે વેપારીએ આર આર ફાઇનાન્સના રણજીત રાજપૂત પાસેથી બે લાખ વ્યાજે લીધા હતા. વ્યાજખોર રણજીતે 40 હજાર વ્યાજ કાપી 1.60 લાખ રૂપિયા વેપારીને આપ્યા હતા. જેની પાસેથી લીધેલા બે લાખમાંથી એક લાખ ચૂકવ્યા અને એક લાખ વેપારીએ ચૂકવ્યા ન હતા.

બાદમાં તક્ષશિલા સ્કૂલ પાસે આવેલી એકતા ફાઇનાન્સના હંસરાજ તોમર પાસેથી વેપારીએ બે લાખ વ્યાજે લીધા હતા. વ્યાજખોર હંસરાજે 12 હજાર વ્યાજ કાપી 1.88 લાખ આપ્યા હતા. જેમના 2.20 લાખ તો વેપારીએ ચૂકવ્યા પણ 20 હજાર ચૂકવ્યા ન હતા. બાદમાં રામોલના સીતારામ દાયમાના પાસેથી પણ વેપારીએ બે લાખ રૂપિયા વ્યાજે માંગતા સીતારામે 44 હજાર વ્યાજ કાપી 1.56 લાખ રૂપિયા વેપારીને આપ્યા હતા. જેમાંથી 1.60 લાખ ચૂકવ્યા પણ 40 હજાર રૂપિયા બાકી રાખ્યા હતા.

જે પછી સંજય ઉર્ફે ચેરી ડાભી પાસેથી પણ વેપારીએ 50 હજાર રૂપિયા વ્યાજે લીધા માંગતા સંજયે 11 હજાર વ્યાજ કાપી 39 હજાર રૂપિયા આપ્યા હતા. જેમાંથી 30 હજાર ચૂકવી 20 હજાર વેપારીએ ચૂકવ્યા ન હતા.આ પણ વાંચો : પૂર્વ મંગેતરે જાહેરમાં યુવતીનો હાથ પકડીને કહ્યું, 'તું મારી સાથે હોટલમાં ચાલ'

જે બાદમાં વેપારીએ ફરી રબારી કોલોની ખાતે ઉભા રહેતા યોગીના પાસેથી બે લાખ માંગતા તેણે 40 હજાર વ્યાજ કાપી 1.60 લાખ વેપારીને આપ્યા હતા. જેમાં 10 હજાર ચૂકવ્યા ન હતા. તેના પછી વેપારીએ ફરી વસ્ત્રાલના પ્રકાશ બુલુર નામના વ્યક્તિ પાસેથી બે લાખ વ્યાજે લીધા હતા જેમાંથી 60 હજાર ચૂકવ્યા ન હતા.

સચીન નામના વ્યાજખોરને વેપારીએ 70 ટકા રકમ આપી હોવા છતાં એક લાખની સામે 32 લાખ રૂપિયા માંગ્યા હતા. વેપારીએ પૈસા ન ચુકવતા તેની દુકાન પચાવી પાડી ભાડુઆતને આપી દીધી હતી. આ તમામ વ્યાજખોરોએ વેપારીને ધાક-ધમકી આપતા બાપુનગર પોલીસે આરોપીઓ સામે વ્યાજે નાણા ધીરનાર અધિનિયમ 33 (1) 33 અને 42 તથા આઇપીસી 384, 114, 294 ખ, 506 (1) મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
First published: October 4, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading