'મારી બહેનના લગ્ન છે, હું દાગીના આપું, તમે પૈસા આપો,' અમદાવાદના વેપારી સાથે છેતરપિંડી

News18 Gujarati
Updated: November 4, 2019, 8:42 AM IST
'મારી બહેનના લગ્ન છે, હું દાગીના આપું, તમે પૈસા આપો,' અમદાવાદના વેપારી સાથે છેતરપિંડી
પ્રતિકાત્મક તસવીર

વાડજમાં વેપારી સાથે એક મહિલા અને બે શખ્સોએ ઠગાઇ આચરી, લોખંડના સિક્કાને સોના ચાંદીના બતાવીને છેતરપિંડી કરી.

  • Share this:
હર્મેશ સુખડિયા, અમદાવાદઃ વાડજમાં એક વેપારી સાથે એક મહિલા સહિત ત્રણ લોકોએ છેતરપિંડી આચરી છે. વેપારી ખરીદી કરવા ગયા હતા ત્યારે તેમની પાસે એક વૃદ્ધા અને બે શખ્સો આવ્યા હતા. ગઠિયાઓએ વેપારીને તેમની બહેનનાં લગ્ન કરાવવા માટે પૈસાની જરૂર હોવાનું જણાવ્યું હતું. જોકે, વેપારીને ત્રણેયની વાત પર વિશ્વાસ બેઠો ન હતો. આથી ત્રણેય લોકોએ તેમની પાસે સોના અને ચાંદીના સિક્કા હોવાનું કહીને વેપારીને લોખંડના સિક્કા પધરાવી દીધા હતા. લોખંડના સિક્કા પધરાવીને ત્રણેય લોકોએ વેપારી પાસેથી સાડા ચાર લાખ રૂપિયા લઈને ફરાર થઈ ગયા હતા.

શાહીબાગમાં રહેતા સંજયભાઇ શાહ સાકર બજારમાં સેલ્સમેન તરીકે નોકરી કરે છે. પાંચેક દિવસ પહેલા સંજયભાઇ તેમના સાળા સાથે રખિયાલમાં ખરીદી કરવા ગયા હતા. ત્યારે એક વૃદ્ધા અને બે શખ્સો તેમની પાસે આવ્યા હતા. આ ટોળકીએ કહ્યું હતું કે, તેમની બહેનના લગ્ન કરાવવાના છે પણ તેમની પાસે પૈસા નથી. જેથી ટોળકીએ વેપારી પાસે સોનાના ઘરેણાના બદલામાં પૈસા માંગ્યા હતા. વેપારીએ વિશ્વાસ ન મૂકતા તેમણે સાચા દાગીના આપ્યા હતા અને તે ચકાસ્યા બાદ પૈસા આપવા ટોળકીએ જણાવ્યું હતું. વેપારી દાગીના લઇ ગયા અને તપાસ કરતા તે સાચા નીકળ્યા હતા. બાદમાં ફોન કરી આ શખ્સોને વાડજ બોલાવ્યા હતા.

આ પણ વાંચો :  'તારા કરતા મારા દીકરાને સારી છોકરી મળી હોત,' સાસુના મહેંણા  ટોણાથી પુત્રવધૂનો આપધાત

વાડજ ખાતે ત્રણેય લોકોએ વેપારી પાસેથી 10 લાખ રૂપિયા માંગ્યા હતા. જોકે, વેપારી પાસે સાડા ચાર લાખ રૂપિયા હોવાથી દાગીના પરત આપી સાડા ચાર લાખ આપ્યા હતા. બાદમાં શખ્સોએ સિક્કા અને ચેન આપી હતી. વેપારીએ આ વસ્તુઓ સોનીને બતાવતા સિક્કા લોખંડના અને ચેન પિત્તળની હોવાનું જાણવા મળ્યું હતું. આ મામલે વેપારીએ વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. વાડજ પોલીસે છેતરપિંડીની ફરિયાદ નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
First published: November 4, 2019
વધુ વાંચો
अगली ख़बर