અમદાવાદ : વ્યાજખોરના ત્રાસથી વેપારીનો આપઘાત, સુસાઇડ નોટમાં 11 લોકોનાં નામ

News18 Gujarati
Updated: November 27, 2019, 3:47 PM IST
અમદાવાદ : વ્યાજખોરના ત્રાસથી વેપારીનો આપઘાત, સુસાઇડ નોટમાં 11 લોકોનાં નામ
સમીર લીંબાચિયા

પ્રાથમિક તપાસમાં પોલીસનું માનવું છે કે આ 11 લોકોના ત્રાસથી સમીર લીંબાચિયાએ આપઘાત કર્યો હોઈ શકે છે.

  • Share this:
અમદાવાદ : શહેરના સોલા વિસ્તારમાં આવેલા સંસ્કાર ટાવરમાં એક વ્યક્તિએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. સમીર લીંબાચિયા નામના વેપારીએ સંસ્કાર ટાવરમાં આવેલી પોતાની હોટેલ ખોડલમાં આપઘાત કરી લીધો છે. આ મામલાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. આ મામલે પોલીસે વધારે તપાસ શરૂ કરી છે.

પોલીસ તપાસ કરતા મૃતકે લખેલી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે. આ સુસાઇડ નોટમાં વેપારીએ 11 લોકોનાં નામ લખ્યા છે. પ્રાથમિક તપાસમાં પોલીસનું માનવું છે કે આ 11 લોકોના ત્રાસથી સમીર લીંબાચિયાએ આપઘાત કર્યો હોઈ શકે છે.

મળતી માહિતી પ્રમાણે 3-4 મહિના પહેલા જ સમીરભાઈ અમદાવાદમાં આવ્યા હતા અને ધંધો શરૂ કર્યો હતો. અમદાવાદ આવ્યા બાદ સમીરે કેટલાક લોકો પાસેથી રૂપિયા લીધા હતા અને વ્યાજખોરોના ચક્કરમાં પડી ગયા હતા.આ મામલે સોલા પોલીસ સ્ટેશનના પીઆઇ જે.પી. જાડેજાનું કહેવું છે હાલ આ મામલો વ્યાજખોરનો લાગી રહ્યો છે. આપઘાત કરી લેનાર વ્યક્તિએ 11 લોકોનાં નામ લખ્યાં છે, આ મામલે ગુનો દાખલ કરવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

જોકે, હાલ એવું સામે નથી આવ્યું કે, સમીર લીંબાચિયાએ કેટલા રૂપિયા વ્યાજ પર લીધા હતા. આ મામલે પોલીસ તપાસ બાદ કંઈક વધારે માહિતી બહાર આવશે. હાલ પોલીસે આ મામલે ગુનો નોંધીને લાશનુપોસ્ટ મોર્ટમ કરાવવાની કાર્યવાહા હાથ ધરી છે.મૃતક વેપારી પાસેથી મળેલા ઓળખપત્ર પરથી તેમનું મૂળ વતન મહેસાણા હોવાનું લાગી રહ્યું છે. ઓળકપત્રમાં મહેસાણાની વિઠ્ઠલપાર્ક સોસાયટી વિભાગ-1નું સરનામું લખવામાં આવ્યું છે.
First published: November 27, 2019
વધુ વાંચો
अगली ख़बर