Home /News /madhya-gujarat /અમદાવાદ : Paytm KYCના નામે ઠગાઈનો નવો કીમિયો, એપ્લિકેશન ડાઉનલોડ કરાવી ઠગાઈ આચરી

અમદાવાદ : Paytm KYCના નામે ઠગાઈનો નવો કીમિયો, એપ્લિકેશન ડાઉનલોડ કરાવી ઠગાઈ આચરી

ઠગોએ વેપારીને તેનું પેટીએમ ચાલુ રાખવાનું હોય તો ક્વિકસપોર્ટ એપ્લિકેશન ડાઉનલોડ કરવા કહ્યું હતું.

ઠગોએ વેપારીને તેનું પેટીએમ ચાલુ રાખવાનું હોય તો ક્વિકસપોર્ટ એપ્લિકેશન ડાઉનલોડ કરવા કહ્યું હતું.

    અમદાવાદ : છેલ્લા કેટલાય સમયથી એટીએમ (ATM)ધારકો સાથે ઠગાઈ (Cheating)ના અનેક કિસ્સા સામે આવ્યા છે. હવે એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ઠગબાજ ટોળકીએ એક યુવકને કેવાયસી અપડેટ (Paytm KYC update) કરવા માટે એક એપ્લિકેશન ડાઉનલોડ (Mobile Application Download) કરાવી અને તેના 25 હજાર લૂંટી લીધા હતા. આ એક નવો કીમિયો હોવાનું પોલીસ માની રહી છે. આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

    શહેરના ખોખરામાં રહેતા સુનિલભાઈ પટેલ પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે. તેઓ તેમના બેન્ક એકાઉન્ટ સાથે સાથે પેટીએમ વોલેટનો પણ ઉપયોગ કરે છે. આ એકાઉન્ટ તેમના બેન્ક એકાઉન્ટ સાથે જોડાયેલું છે. તેમને ગત 17મીએ એક મેસેજ આવ્યો હતો. આ મેસેજમાં પેટીએમ કેવાયસી અપડેટ કરવાનું જણાવવામાં આવ્યું હતું.

    આ પણ વાંચો : મારા તરફથી વિવાદ પૂર્ણ, હું માફી માંગનાર અને આપનાર છું : મોરારિબાપુ

    બાદમા તેઓને એક કોલ પણ આવ્યો હતો. જેમાં ફોન કરનાર વ્યક્તિએ પેટીએમ કેવાયસી અપડેટ કરવાનું કહ્યું હતું અને નહીં કરાવે તો વોલેટ બંધ થઈ જશે તેવી માહિતી આપવામાં આવી હતી અને પેટીએમ ચાલુ રાખવાનું હોય તો ક્વિકસપોર્ટ એપ્લિકેશન ડાઉનલોડ કરવા કહ્યું હતું. આ એપ્લિકેશન થકી ફોન કરનાર અપડેટ કરી દેશે તેવું કહેવામાં આવ્યું હતું.
    " isDesktop="true" id="991351" >

    સુનિલભાઈએ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને બાદમાં ફોન કરનાર વ્યક્તિએ એલાઉ ઓપશન ક્લિક કરવાનું કહેતા સુનિલભાઈએ તે પ્રોસેસ પૂર્ણ કરી હતી. બાદમાં પૈસા ટ્રાન્સફર કરવાનું કહેતા જ સુનિલભાઈના 1500 રૂપિયાના છ જેટલા ટ્રાન્ઝેક્શન થઈ ગયા હતા. આ રીતે કુલ 25 હજાર રૂપિયા ચાઉં થઈ જતા સુનિલભાઈએ પોલીસની મદદ લીધી હતી. ખોખરા પોલીસે આ મામલે અજાણ્યા વ્યક્તિ સામે ગુનો નોંધી આ ઠગાઈનું નેટવર્ક પકડવા માટે તપાસ હાથ ધરી છે.



    આ પણ વાંચો : મોરબી : કારખાનેદારે યુવતી સાથે બોગસ લગ્ન કરી અનેક વખત દુષ્કર્મ આચર્યું
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन