અમદાવાદ : વ્યાજખોરોએ વાહનો પડાવી લીધા, વેપારીએ આપઘાતનો પ્રયાસ કર્યો

News18 Gujarati
Updated: November 29, 2019, 8:43 AM IST
અમદાવાદ : વ્યાજખોરોએ વાહનો પડાવી લીધા, વેપારીએ આપઘાતનો પ્રયાસ કર્યો
(તસવીર પ્રતિકાત્મક છે. )

22 વ્યાજખોરો સામે પોલીસે ફરિયાદ નોંધી, વેપારીએ દાવો કર્યો કે તેણે મૂળ રકમ, વ્યાજ અને પેનલ્ટી સાથે ચુકવી દીધી છે.

  • Share this:
અમદાવાદઃ છેલ્લા ઘણા સમયથી શહેરના પૂર્વ વિસ્તારમાં વ્યાજખોરોએ માથું ઊંચક્યું છે. ત્યારે આવી વધુ એક ફરિયાદ પૂર્વ વિસ્તારના પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. એક વેપારીએ વ્યાજખોરો પાસેથી લાખો રૂપિયા વ્યાજે લીધા હતા. બાદમાં તેણે મૂળ રકમ, વ્યાજ અને પેનલ્ટી ચુકવી દીધા હોવા છતાં વ્યાજખોરોએ તેની ગાડી તેમજ બુલેટ બાઇક પડાવી લીધાનો આક્ષેપ કર્યો છે. આ ઘટનાઓ બનતા જ વેપારીએ વ્યાજખોરના ત્રાસથી કંટાળીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. આ મામલે પોલીસે 22 વ્યાજખોરો સામે ફરિયાદ નોંધી છે.

નિકોલ રોડ પર આવેલા અવની એપાર્ટમેન્ટમાં રહેતા અજયભાઇ સગર સિઝનેબલ ફ્રૂટનો વેપાર કરે છે. 6 વર્ષ પહેલા તેઓને ધંધામાં રૂપિયાની જરૂર હોવાથી તેમણે તેમની દુકાનની બાજુમાં કરિયાણાનો ધંધો કરનારા પ્રવીણભાઇ દાનેવ પાસેથી 4 ટકાના વ્યાજે પાંચ લાખ રૂપિયા લીધા હતા. ત્યારબાદ તેના મિત્ર ધવલને જરૂર પડતા તેને પણ 50 હજાર રૂપિયા વ્યાજે અપાવ્યા હતા. ત્યારબાદ અજયભાઈની જાણ બહાર ધવલે પાંચ લાખ રૂપિયા 12 ટકા વ્યાજે લીધા હતા. ધવલે અજયભાઇનું નામ આપીને પૈસા લીધા હોવાથી વ્યાજખોરોએ ધવલના નાણાની ઉઘરાણી પણ અજયભાઈ પાસે કરી હતી.

આ પણ વાંચો : વડોદરાઃ ક્લાસ ટુ અધિકારી પરસ્ત્રી સાથે હતો ને પત્ની આવી ચડી અને....

અજયભાઇના કહેવા પ્રમાણે તેમણે મૂડી, વ્યાજ અને પેનલ્ટી ચૂકવી દીધા હોવાં છતાંય વ્યાજખોરો તેમને માનસિક ત્રાસ આપતા હતા. જેનાથી કંટાળી અજયભાઇએ અનાજમાં નાખવાની દવા પી લઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ અંગે બાપુનગર પોલીસને જાણ કરતા પોલીસે 22 જેટલા વ્યાજખોરો સામે આઇપીસી 384, 506 (1), 294 (ખ), 114 અને નાણા ધીરધાર કરવા બાબતની કલમ 40 અને 42(ડી) મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
First published: November 29, 2019
વધુ વાંચો
अगली ख़बर