અમદાવાદની ટોપ મોસ્ટ બિઝનેસ વુમેન્સ કોરોના કાળમાં થયેલા નુકશાનની ભરપાઈ એકબીજાની મદદથી કરશે

અમદાવાદની ટોપ મોસ્ટ બિઝનેસ વુમેન્સ કોરોના કાળમાં થયેલા નુકશાનની ભરપાઈ એકબીજાની મદદથી કરશે
ઈન્ડિયન વુમન નેટવર્ક એટલે કે કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રીની પહેલી ટાસ્ક ફોર્સ લીડર મીટનું આયોજન કરવામાં આવ્યું

અમદાવાદની ટોપ મોસ્ટ કોર્પોરેટર પ્રોફેશનલ, બિઝનેસ એન્ટરપ્રિન્યોર, ડોક્ટર્સ, એડવોકેટ સહિત 44 જેટલી મહીલાઓએ ભાગ લીધો

  • Share this:
અમદાવાદ : ઈન્ડિયન વુમન નેટવર્ક એટલે કે કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રીની પહેલી ટાસ્ક ફોર્સ લીડર મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદના ટોપ મોસ્ટ કોર્પોરેટર પ્રોફેશનલ, બિઝનેસ એન્ટરપ્રિન્યોર, ડોક્ટર્સ, એડવોકેટ સહિત 44 જેટલી મહીલાઓએ ભાગ લીધો હતો. ઈન્ડિયન વુમન નેટવર્કમાં જોડાયેલી દરેક મહિલા તેમના પ્રોફેશનમાં આગળ વધે અને વધુ પ્રતિષ્ઠા મેળવી શકે તે માટે નેટવર્ક ઉભું કરવામાં આવ્યું છે. વર્ષ 2021માં મહિલાઓને લગતાં પ્રશ્નો કેવી રીતે અન્ય મહિલાને એન્કરેજ કરવી તે અંગે નેટવર્ક ઉભું કરવામાં આવ્યું હતું.

વર્ક પ્લેસ પર મહિલાઓને આવતી ચેલેન્જને કેવી રીતે ઉકેલી શકાય તે માટે પણ ચર્ચા કરવામાં આવી છે. આ અંગે ઈન્ડિયન વુમન નેટવર્કના ચેરપર્સન આશા પિલ્લાઈએ કહ્યું હતું કે મહિલાઓ માટે મહિલાઓ સાથે કામ કરતું આ એવું પ્લેટફોર્મ છે જ્યાં સમાજમાં આવતાં પ્રશ્નોને સોલ્વ કરી શકાય તેમ છે. આ પ્લેટફોર્મના માધ્યમથી મહિલાઓને વર્ક પ્લેસ પર થતી સમસ્યાનું સમાધાન શક્ય બનશે. જેને સરકારના અધિકારીઓ સમક્ષ પણ મૂકી શકાય. અમદાવાદના CIIના ઈન્ડિયન વુમન વિંગનો હેતુ છે કે આ ટીમમાં આગામી સમયમાં કોલેજ ગલ્સૅને જોડવા માટે કેમ્પસ ટુ કોર્પોરેટ પ્રોગ્રામ પણ કરશે. જેમાં કોલેજ ગલ્સૅ જો નેટવર્કમાં જોડાવા માંગતી હોય તો તે જોડાઈ શકે છે. જેનાં દ્રારા કોલેજ ગલ્સૅને નેટવર્ક સાથે તમામ એક્ટિવીટીઝ અને પ્રોગ્રામ અંગે જાણવા મળશે.આ પણ વાંચો- સુરત : કોરોનાના કારણે આર્થિક ભીંસમાં મુકાયેલા ચાર લોકોએ આપઘાત કર્યો

અમદાવાદમાં કોર્પોરેટે વુમન્સ દરેક ક્ષેત્રે આગળ છે પરંતુ આજના સમયમાં અપર મીડલ ક્લાસની મહિલાઓને રિટાયરમેન્ટ પ્લાન્સ અથવા ઈન્સ્યોરન્સ અંગે માહિતીગાર હોતી નથી. જેને લઈને મહિલાઓ એક્ટિવ બને એ અંગે ફાયનાન્શિયલ ફ્રિડમ ફોર વુમન અંગે નોલેજ બેઝ્ડ સેમિનાર કરવામાં આવશે. એટલું જ નહીં હેલ્થ પ્રોગ્રામ, લીડરશીપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ પણ કરવામાં આવશે. કોરોના કાળમાં દરેક કોર્પોરેટ વુમનને આર્થિક સમસ્યાનો સામનો કરવા પડયો છે જેને લઈને ઈન્ડિયન વિમેન નેટવર્ક ચાલુ વર્ષે મહિલાઓને મદદ કરવા માટે કનેક્ટિવી ઉભું કરી રહ્યું છે.

આ અંગે CII ઈન્ડિયન વુમન વિંગના સ્ટેટ કેપિટલ કન્વેનિયર ડો. ગિતીકા શલુજાએ કહ્યું હતું કે એમ્પાવર્ડ મહિલાઓએ 20થી 30 વર્ષની મહિલાઓના જીવનને આસાનીથી સમજી શકે છે. બિઝનેસનો ગોલ્સ એચીવ કરવા સાથે પરિવારની ભૂમિકા કેવી રીતે એકસાથે નિભાવવી તે જાણી શકે છે. આ જ કારણસર દરેક વયની મહિલા CII ઈન્ડિયન વુમન નેટવર્કમાં જોડાયેલી છે.
Published by:Ashish Goyal
First published:January 22, 2021, 16:12 pm

ટૉપ ન્યૂઝ