Home /News /madhya-gujarat /

અમદાવાદનો આજે જન્મદિવસ, બંધારણ પહેલા કરી હતી આ પહેલ

અમદાવાદઃ આજે અમદાવાદનો જન્મદિવસ છે. 606 વર્ષનું આજે અમદાવાદ શહેર થયું છે. તમને જાણીને કદાચ નવાઇ લાગશે કે દેશ આઝાદ થયો અને બંધારણ ઘડાયું એના દાયકાઓ અગાઉ અમદાવાદે સ્ત્રી-પુરૂષ સમાન હકની પહેલ કરી હતી. એનો લેખિત પુરાવો પણ શહેરની વચોવચ મોજૂદ છે. બેટી બચાવો અભિયાન તો છેલ્લા થોડા વર્ષથી શરૂ થયું છે, પણ બસ્સો વર્ષ અગાઉ અમદાવાદના શાષકોએ દીકરીને સમાન હક મળે એ માટે અધ્યાદેશ બહાર પાડ્યો હતો.સ્થાપના કરનાર માણેક બુરજના મંદિર પાસે પૂજા કરાઈ હતી. માણેક બુરજ ખાતે મેયરે પૂજાવિધિ કરી હતી. અમદાવાદનો 607માં વર્ષમાં મંગલ પ્રવેશ થયો છે.

વધુ જુઓ ...

અમદાવાદનો ત્રણ દરવાજા વિસ્તાર હમેશા માણસોથી આ રીતે જ હર્યોભર્યો હોય છે. મોગલ કાળમાં બંધાયેલા અમદાવાદના આ ત્રણ દરવાજા તેના નકશીકામ માટે જાણીતા છે. જો તમે આ ત્રણ દરવાજા પાસેથી પસાર થતા હો તો તેના એક સ્તંભ પર શિલાલેખ લખેલો છે. શિલાલેખ દેવનાગરી લીપીમાં છે. 1814માં લખાયેલો આ શિલાલેખ દીકરા અને દીકરીની સમાનતા માટેનો અધ્યાદેશ છે. અમદાવાદમાં બસ્સો વર્ષ અગાઉ દીકરીને પિતાની મિલકતમાં હક અપાતો ન હતો. એ વખતે ગાયકવાડ શાષન હતું. ગાયકવાડ શાશને અધ્યાદેશ કર્યો હતો કે દીકરીને પણ મીલકતમાં દીકરા જેટલો જ હિસ્સો આપવામાં આવે. શહેરની વચોવચ આ તકતી જડીને તેમણે જનતાને તાકિદ કરી હતી.

આ શિલાલેખ દ્વારા બે સદિ અગાઉના શાશનનો ચિતાર મળતો હોવા છતાં એની જોઇએ તેવી દરકાર લેવામાં આવી નથી. સમયની થપાટને લીધે તેમજ કાળજીના અભાવે શિલાલેખના અક્ષર હવે અગાઉ જેટલા સ્પષ્ટ વર્તાતા નથી. શિલાલેખ પર કાચની ફ્રેમ બેસાડવામાં આવી છે, પણ કાચની ફ્રેમ બેસાડાઇ એ અગાઉ શિલાલેખને ખાસ્સું નુકસાન થઇ ચૂક્યું છે. આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાએ એની યોગ્ય કાળજી લીધી નથી.

ફાઇલ તસવીર
First published:

Tags: બેટી બચાવો

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन