અમદાવાદમાં કોરોનાનો ભરડો: નવી કિડની હોસ્પિટલમાં 400 દર્દીઓની સારવાર માટે કોવિડ સેન્ટર શરૂ કરાશે

અમદાવાદમાં કોરોનાનો ભરડો: નવી કિડની હોસ્પિટલમાં 400 દર્દીઓની સારવાર માટે કોવિડ સેન્ટર શરૂ કરાશે
નીતિન પટેલ.

નીતિન પટેલે હૉસ્પિટલનું નિરીક્ષણ કર્યું, આગામી 30 નવેમ્બરથી કોવિડ સેન્ટર શરૂ થઈ શકે અને દર્દીઓને ખસેડી શકાય તે માટેની તૈયારી હાલ ચાલી રહી છે.

  • Share this:
અમદાવાદ: કોરોના વાયરસનું સંક્રમણ (Coronavirus) વધી રહ્યું છે તેની સાથે સાથે રાજ્ય સરકારની ચિંતામાં પણ વધારો થઈ રહ્યો છે. વધતા કેસોને ધ્યાને રાખી અમદાવાદ સિવિલ હૉસ્પિટલ (Ahmedabad Civil Hospital) નજીક બનેલી નવી કિડની હોસ્પિટલ (New Kidney Hospital)માં 400 બેડની વ્યવસ્થા સાથે કોવિડ કેર સેન્ટર (Covid Care Center) બનાવવાની તૈયારી રાજ્ય સરકારે કરી છે. દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે તે માટે આરોગ્યમંત્રી નીતિન પટેલે (Deputy CM Nitin Patel) નવી કિડની હૉસ્પિટલનું નિરીક્ષણ કર્યું. આગામી 30 નવેમ્બરથી કોવિડ સેન્ટર શરૂ થઈ શકે અને દર્દીઓને ખસેડી શકાય તે માટેની તૈયારી હાલ ચાલી રહી છે.

સિવિલ હૉસ્પિટલ નજીક આવેલ મંજુશ્રી મિલ કમ્પાઉન્ડમાં આંખની નવી હોસ્પિટલ તૈયાર થતા તેનું ઉદ્ઘાટન ગત વર્ષે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું હતું. હવે 500 કરોડના ખર્ચે નવી 10 માળની હૉસ્પિટલ તૈયાર થઈ રહી છે. આરોગ્ય મંત્રી નીતિન પટેલે જણાવ્યું હતુ કે, દર વર્ષે 500 કરતા વધુ કિડની ટ્રાન્સપ્લાન્ટ કિડની હોસ્પિટલમાં થાય છે. હાલ નવું 10 માળનું બિલ્ડિંગ 500 કરોડના ખર્ચે તૈયાર થયું છે, જે કિડની ઇન્સ્ટિટ્યૂટને સોંપવામાં આવશે.આ પણ વાંચો: અમદાવાદ: લગ્ન બાબતે પોલીસને દરરોજ મળી રહી છે 50થી 70 અરજી, જાણો શું નિયમો છે?

નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, "આગામી જાન્યુઆરી કે ફેબ્રુઆરી માસમાં લોકાર્પણની તૈયારી છે. હાલ કોરોનાને કારણે ICU બેડ, ઓક્સિજન બેડની વ્યવસ્થા અહીં કરાઈ છે. દિવાળી બાદ કેસો વધ્યા છે, જેથી સારવાર માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીની કોર કમિટીએ આ હૉસ્પિટલમાં કોરોનાનાં દર્દીઓને સારવાર અપાય તેવું નક્કી કર્યું છે. જરૂર પડ્યે આ કિડની હોસ્પિટલમાં ત્રણ ફ્લોર પર કોરોનાનાં દર્દીઓને સારવાર આપવાનું નક્કી થયું છે. ત્રીજા ફ્લોર પર 168 દર્દીઓને સારવાર અને ચોથા ફ્લોર પર 168 દર્દીઓને સારવાર આપી શકાશે. કુલ 336 દર્દીઓને ઓક્સિજન આધારિત સારવાર આપી શકશે. જરૂર પડે તો 56 જેટલા વેન્ટિલેટર બેડની તૈયારી પણ સરકારે કરી છે."

આ પણ વાંચો: રાજકોટ: યુવકે 12મા માળેથી કૂદીને કર્યો આપઘાત, બનાવ સીસીટીવીમાં કેદ થયો

નાયબ મુખ્યમંત્રીના કહેવા પ્રમાણે, આગામી 30 નવેમ્બર આસપાસ દર્દીઓને સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ઉપરાંત હાલ 1,200 બેડમાં 120 ICU બેડ વધશે. આ હૉસ્પિટલમાં 56 ICU બેડ હશે. મહત્ત્વનું છે કે આરોગ્ય વિભાગના અગ્ર સચિવ પંકજકુમાર, આરોગ્ય કમિશનર જયંતિ રવિ અને આરોગ્ય મંત્રી નીતિન પટેલ સહિત અધિકારીઓએ સતત બે કલાક સુધી નવી કિડની હૉસ્પિટલનું નિરીક્ષણ કર્યું હતું.

આ પણ જુઓ-

ભારત સરકારના નિષ્ણાતોની ટીમે વેક્સીનની તાલિમ આપી

ભારત બાયોટેક કંપની દ્વારા બનાવવામાં આવેલી વેકસીન અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં પહોંચી ગઇ છે. આ વેકસીનના ટ્રાયલ માટે ભારતીય નિષ્ણાતોની ટીમ પણ સોલા સિવિલ પહોંચી ચુકી છે. આ ટીમ વેક્સીનનો ટ્રાયલ માટે ઉપયોગ કેવી રીતે કરવો તેની તાલિમ આપી હતી. આ અંગે આરોગ્યમંત્રી નીતિન પટેલ જણાવ્યું હતું કે, ભારત સરકારના નિષ્ણાતોની ટીમ ટ્રેનિંગ આપવા માટે સોલા સિવિલ હોસ્પિટલ પહોંચી ગઈ છે. સૌપ્રથમ 500 સ્વયંસેવકોને આ વેક્સીનનો ડોઝ આપવામાં આવશે. જેમાં હેલ્થ વર્કર તેમજ પેરા મેડિકલ સ્ટાફનો પણ સમાવેશ થાય છે. વેક્સીન માટે ગુજરાતની મેડિકલ કોલેજને પસંદ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ખાસ પ્લેનમાં વેક્સીન આવ્યા બાદ તેને સોલા સિવિલ હોસ્પિટલમાં પ્રિઝર્વ કરવામાં આવી છે.
Published by:Vinod Zankhaliya
First published:November 25, 2020, 18:24 pm

टॉप स्टोरीज