કોરોનાની મહામારીના (CoronaVirus) કારણે ટ્રેન સેવા બંધ કરવામાં આવી હતી. પરંતુ જેમ જેમ છૂટછાટ મળી રહી છે તેમ તેમ ટ્રેન દોડાવવામાં આવી રહી છે. ત્યારે 7 મહિના બાદ ફરી તેજસ એક્સપ્રેસ (Tejas Express) આજથી શરૂ કરવામાં આવી છે. તેજસ એક્સપ્રેસ મુંબઈ સેટ્રલ રેલવે સ્ટેશનથી બપોરના 3 કલાક 35 મિનિટ નીકળશે અને અમદાવાદ (Ahmedabad) કાલુપુર રેલવે સ્ટેશન પર રાતે 9.55 મિનિટે પહોંચશે. તેજસ ટ્રેનમાં મુસાફરોને સોશિયલ ડિસ્ટન્સ સાથે બેસાડવામાં આવશે. તેમજ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવામાં આવશે.
તેજસ ટ્રેનમાં કોરોના પ્રોટેક્શન કીટ મુસાફરોને અપવમાં આવશે.જેમાં માસ્ક, મોજા, સેનીટાઈઝર સહિત અન્ય જરૂરી વસ્તુઓ આપવામાં આવશે. તેમજ મુસાફરોએ ફરજીયાત આરોગ્ય સેતુ એપ પોતાના મોબાઈલમાં રાખવી પડશે. તેજસ ટ્રેનમાં દરેક કોચ સેનિટાઈઝ કરવામાં આવશે. તેમજ ટ્રેનમાં અપાતી ખાવા પીવાની વસ્તુઓમાં SOP નિયમનું પાલન કરાશે.
તેજસ ટ્રેન શરૂ થાય તે પહેલાં આઈઆરસિટીસી દ્વારા તમામ કર્મચારીઓને SOP ના નિયમનું પાલન કરવા અને કરાવવા માટે ટ્રેનિંગ આપવામાં આવી છે. તેજસ ટ્રેનમાં મુસાફરો બેસે તે પહેલાં થર્મલ સ્કેનિગ કરવામાં આવશે. તમામ મુસાફરોએ માસ્ક ફરજીયાત પહેરવું પડશે અને કોચમાં પણ મુસાફરો પર નજર રાખવામાં આવશે.
પશ્ચિમ રેલવે દ્વારા રેગ્યુલર ટ્રેન સેવા હજુ શરૂ કરી નથી.પરંતુ પ્રવાસીઓની સુવિધા માટે વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે.જોકે, દિવાળીના તહેવારમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થાય છે. જે માટે 5 વિશેષ ટ્રેન દોડાવવમાં આવશે. આ સાથે મુંબઈમાં પણ મહત્તવનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહારાષ્ટ્રમાં સરકારે શનિવારથી મહિલાઓ માટે મુંબઈ લોકલ ટ્રેન ખોલવાનો નિર્ણય કર્યો છે. આ પહેલા માત્ર આવશ્યક સેવા કર્મચારીઓ માટે જ લોકલ ટ્રેનમાં મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવી હતી. રાજ્ય સરકારના નિર્ણય ઉપર રેલવેનું કહેવું છે કે, રાજ્ય સરકાર તરફથી અનુરોધ પત્ર કે માગ પત્ર છે. સક્ષમ પ્રાધિકારીની મંજૂરીને લઈને પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. મહિલાઓ હવે આજથી, શનિવારથી મુંબઈની લોકલ ટ્રેનોમાં મુસાફરી કરી શકશે. આ સેવા માટે કેટલીક શરતો પણ લગાવવામાં આવી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર