અમદાવાદ : યુવાધનને નશાના રવાડે ચડાવતા કફ શિરપ અને દવાના જથ્થા સાથે ત્રણની ધરપકડ


Updated: September 22, 2020, 10:47 PM IST
અમદાવાદ : યુવાધનને નશાના રવાડે ચડાવતા કફ શિરપ અને દવાના જથ્થા સાથે ત્રણની ધરપકડ
અમદાવાદ : યુવાધનને નશાના રવાડે ચઢાવતા કફ શિરપ અને દવાના જથ્થા સાથે ત્રણની ધરપકડ

આરોપીની ધરપકડ કરીને 33 લાખ 27 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો

  • Share this:
અમદાવાદ : સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ નશાના કાળા કારોબાર એવા ડ્રગ્સનો મુદ્દો સમગ્ર દેશમાં હોટ ટોપિક બન્યો છે. ગુજરાતમાં પણ યુવાધનને બરબાદ કરતા કેટલાક ડ્રગ્સ માફિયા સામે પોલીસે લાલ આંખ કરી છે અને છેલ્લા કેટલાક સમયમાં અનેક જગ્યા પર ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડયો છે. જોકે પોલીસની કડક કાર્યવાહી બાદ હવે નશાના બંધાણીઓએ ડ્રગ્સ તરીકે કફ શિરપ અને દવાઓના ઉપયોગ કરતા હોય તેમ લાગી રહ્યું છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસે ડોકટરની પ્રિસ્ક્રિપ્શન વગર આવી દવાઓનું વેચાણ કરતા ત્રણ આરોપીઓની ધરપકડ કરીને લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પોલીસે મહમદ સલમાન શેખ, અલ્લાઉદ્દીન મન્સૂરી અને શૈલેષ કુશવાહા નામના આરોપીની ધરપકડ કરીને 33 લાખ 27 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલા આરોપીઓમાંથી મહમદ સલમાન શેખ અને અલ્લાઉદ્દીન મનસુરી સાણંદ અને બાવળામાં છેલ્લા કેટલાક સમયથી બમણો ભાવ વસૂલીને આ દવાનું વેચાણ કરતા હતા. જ્યારે આ દવાનો જથ્થો ઓઢવમાં એક ગોડાઉનમાંથી લાવ્યા હોવાનુ જાણવા મળતાં શૈલેષ નામના આરોપીની ધરપકડ કરી છે.

આ પણ વાંચો - રાજકોટ : નકલી પોલીસ બની તોડ કરતા પાંચ આરોપીઓ ઝડપાયા, આવી રીતે કરતા તોડ


જ્યારે સમગ્ર કારોબારનો મુખ્ય આરોપી ભરત ચૌધરી રાજસ્થાનનો હોવાનુ જાણવા મળ્યુ છે. અગાઉ પણ એન ડી પી એસના બે ગુનામાં તેની સંડોવણી હોવાનું બહાર આવ્યું છે. પોલીસે જપ્ત કરેલ દવાનો જથ્થો ડોકટરના પ્રિસ્ક્રિપ્શનથી અમુક માત્રા જ આપવાનો જ હોય છે. જ્યારે આરોપીઓ પૂરતા પ્રમાણમાં આ જથ્થો લોકોને પૂરો પાડતા હતા. હાલમાં પોલીસે આ ત્રણ આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. તપાસ દરમિયાન પણ અનેક ખુલાસા થાય તેવી શકયતા છે.
Published by: Ashish Goyal
First published: September 22, 2020, 10:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading